________________
૨૭૮
આગમ કથાનુયોગ-૨
પોતાને જિન અને જિનનો પ્રલાપ કરતો – યાવત્ – જિન અને જિન શબ્દને પ્રકાશિત કરતો વિચરી રહ્યો છે. તે મિથ્યા–જૂઠ છે. શ્રમણ ભગવંત મહાવીર તો એમ કહે છે – થાવત્ – એમ પ્રરૂપિત કરે છે કે, તે ગોશાલ મખલિપુત્રનો મંખલિ નામક મંખ પિતા હતા ઇત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વર્ણન જાણવું. તેથી મોશાલ સંખલિપુત્ર જિન થઈને પોતાને જિન કહેનારો ઇત્યાદિ નથી, પણ ગોશાલ સંખલિપુત્ર જિન નથી, જિનનો પ્રલાપ કરનારો છે – થાવત્ – વિચરી રહ્યો છે. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, અને જિન શબ્દ દ્વારા કહેવાનારા – યાવત્ – જિન શબ્દને પ્રકાશિત કરતા વિચારી રહ્યા છે.
ત્યાર પછી તે ગોશાલ મખલિ પુત્ર ઘણાં લોકો પાસેથી આ વાતને સાંભળીને અને હૃદયમાં અવધારીને અત્યંત કુદ્ધ, રુષ્ટ, કુપિત, પ્રચંડ થઈ, દાંતને કચકચાવતો આતાપના ભૂમિથી ઉતર્યો. ઉતરીને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને અત્યંત રોષને ધારણ કરી અત્યંત કુદ્ધ થઈને વિચારવા લાગ્યો. ૦ ગોશાળા દ્વારા આનંદ સ્થવિર સમક્ષ આક્રોશ-પ્રદર્શન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર – યાવત્ વિનીત આનંદ સ્થવિર નિરંતર છઠ-છઠનું તપોકર્મ કરતા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યાર પછી તે આનંદ સ્થવિરે છઠના પારણાના દિવસે પહેલી પોરસીમાં સ્વાધ્યાય કર્યો આદિ વર્ણન ગૌતમ સ્વામીના ક્રિયા વર્ણન અનુસાર જાણવું. તે જ પ્રમાણે ભગવંતની આજ્ઞા માંગી અને તે જ પ્રકારે – યાવત્ – ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણની નજીકથી નીકળ્યો.
ત્યારે ગોશાલ મખલિપુત્રે હાલાહલા કુંભારણના કુંભકાર-આપણની પાસેથી જતા એવા આનંદ સ્થવિરે જોયા. જોઈને આ પ્રમાણે કહ્યું, અરે ! આનંદ ! અહીં આવ અને મારી પાસેથી એક દૃષ્ટાંત સાંભળ – ત્યારે ગોપાલ મખલિપુત્રના આ સંકેતને સાંભળીને આનંદ
સ્થવિર જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, ત્યાં જ્યાં ગોશાલક મંખલિપુત્ર હતો ત્યાં પહોંચ્યા. ત્યાર પછી ગોશાલ મખલિપુત્રએ આનંદ સ્થવિરને આ પ્રમાણે કહ્યું,
ઓ આનંદ ! સાંભળ – આજથી ઘણાં પહેલાના સમયમાં ધનના અર્થ, ધનના લોભી, ધનના ગવેષી, ધનના આકાંક્ષી, ધનની લિપ્સા કરનારા કેટલાએક નાના–મોટા વણિકો ધનની ગવેષણા કરવાને માટે, ઉપાર્જન કરવાને માટે, અનેક પ્રકારે વેચાણ કરવા યોગ્ય પદાર્થોના ગાડાં–ગાડીઓ ભરીને અને ઘણીબધી ખાવા-પીવાની સામગ્રી તથા પાથેય લઈને એક નિર્જન, અગમ્ય – આરપાર વગરની, જેમાંથી નીકળવાના રસ્તાની પણ માહિતી ન હતી એવી મહા અટવીમાં પ્રવિષ્ટ થયા. ત્યારે તે નિર્જન, અગમ્ય, આરપારથી રહિત અને લાંબા રસ્તાવાળી અટવીમાં કંઈક દૂર ગયા પછી તે વણિકોએ સાથે લાવેલા પાણી પીવાતા–પીવાતા પૂરું થઈ ગયું.
ત્યારે પાણી સમાપ્ત થઈ જવાથી અને તરસથી પીડિત થવાથી તે વ્યાપારીઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ નિર્જન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org