________________
ગોશાલક કથા
૨૭૭
પાસે આ જ આગમન છે અને અપક્રમણ – પૃથક્ થવાપણું છે. ૦ ગોશાળાનો પૃથફ વિહારતેજલેશ્યા પ્રાપ્તિ :
ત્યારપછી ગોશાળાએ મારાથી પૃથક્ વિહાર કર્યો. મેં તેને જે રીતે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા પ્રાપ્ત કરવાની રીત બતાવેલી તેની સાધના કરવા ગયો. તે શ્રાવસ્તિમાં કુંભકારની શાળામાં રહ્યો. ત્યાં તે ગોશાલ મખલિપુત્રે નખ સહિત એક મુઠી અડદના બાકુળાથી અને એક ચુલ્લભર પાણી દ્વારા નિરંતર છઠ–છઠના તપકર્મ દ્વારા બંને હાથ ઊંચા રાખીને સૂર્ય સન્મુખ ઊભા રહીને આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરવા લાગ્યો. ત્યારે તે ગોશાલ સંખલિપત્રે છ માસના અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. ત્યાર પછી તેણે કૂવાના કાંઠે રહેલી દાસીને બાળી નાંખી. ૦ ભ મહાવીરે પ્રગટ કરેલ ગોશાળાનું અજિનવ :
તત્પશ્ચાત્ તે મંખલિપુત્ર ગોશાલ પાસે કોઈ એક સમયે છ દિશાચર પ્રગટ થયા. તે આ પ્રમાણે :- ૧. શાણ, ૨. કલંદ, ૩. કર્ણિકાર, ૪. અછિદ્ર, ૫. અગ્નિ વૈશ્યાયન અને ૬. ગોમાયુપુત્ર અર્જુન ત્યારે તે છ દિશાચરોએ પૂર્વકૃતમાં કહેલ આઠ મહાનિમિત્ત અને દશ માર્ગનું પોતપોતાના પતિદર્શનથી નિયૂહણ કર્યું - ઉદ્ધત કર્યું. નિય્હણ કરીને ગોશાલ મખલિપુત્રનો આશ્રય ગ્રહણ કર્યો. ત્યારબાદ તે ગોશાલ મખલિપુત્ર તે આઠ પ્રકારના મહાનિમિત્તોના ઉપદેશ દ્વારા સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્વોની આ છ વાતના વિષયમાં અનતિક્રમણીય ઉત્તર દેવા લાગ્યા. તે છ બાબત આ પ્રમાણે છે – લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણ.
ત્યારપછી તે મખલિપુત્ર ગોશાલ તે અષ્ટાંગ મહાનિમિત્તોના સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન નહીં હોવા છતાં હું જિન છું – આ પ્રમાણે પ્રલાપ કરતો, અત્ ન હોવા છતાં પણ પોતાને અત્ રૂપે પ્રલાપતો, કેવલી ન હોવા છતાં પોતાનો કેવલી હોવાનો પ્રલાપ કરતો, સર્વજ્ઞ ન હોવા છતાં પોતાનો સર્વજ્ઞ હોવાનો પ્રલાપ કરતો અને જિન ન હોવા છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો એવો તે વિચરી રહ્યો છે. પરંતુ હે ગૌતમ! તે ગોશાલ મખલિપુત્ર યર્થાથતઃ જિન થઈને પોતાને જિન કહેનારો, યાવત્ જિના થઈને પોતાને જિન શબ્દથી ઓળખાવનારો નથી. પણ તે મખલિપુત્ર અજિન છે અને જિનનો અપલાપ કરનારો છે. અહત નથી પણ અહંતનો અપલાપ કરનારો છે. કેવલી નથી પણ કેવલીનો અપલાપ કરનારો છે, સર્વજ્ઞ નથી પણ સર્વજ્ઞનો અપલાપ કરનારો છે જિન નથી પણ પોતાને જિન શબ્દથી ઓળખાવનાર માત્ર છે.
- ત્યાર પછી તે અતિ વિશાળ પર્ષદાએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ વાત સાંભળી અને હૃદયમાં અવધારિત કરી, હર્ષિત અને સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને જે દિશાથી આવ્યા હતા પાછી તે જ દિશામાં ચાલ્યા ગયા. ૦ ગોશાળાનો રોષ :
ત્યાર પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, મહાપથો અને પથોમાં એકત્રિત થયેલા ઘણાં મનુષ્યો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – યાવત્ - પ્રરૂપણા કરવા લાગ્યા, હે દેવાનુપ્રિયો ! મખલિપુત્ર ગોશાલ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org