SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૭૫ વાર, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું કે, શું તમે મુનિ છો ? ઇત્યાદિ. ત્યારે તે વૈશ્યાયન બાલતપસ્વી ગોશાલ સંખલિપુત્ર દ્વારા બીજી વખત, ત્રીજી વખત કહેવાયેલ આ કથનને સાંભળીને ક્રોધાભિભૂત થઈને રુઝ, કુપિત થયા. પ્રચંડ અને દાંતોને કચકચાવતા આતાપના ભૂમિથી નીચે ઉતર્યા. ઉતરીને તેણે તેજસુ સમુઘાત કર્યો. સમુઘાત કરીને સાત–આઠ ડગલાં પાછળ ખસ્યા. પાછળ ખસીને ગોશાલ મખલિપુત્રનો વધ કરવાને માટે શરીરમાંથી તેજલેશ્યા કાઢી. ત્યારપછી હે ગૌતમ ! મખલિપુત્ર ગોશાલકની અનુકંપાર્થે અને વૈશ્યાયન બાલતપસ્વીની તેજલેશ્યાના ઉષ્ણતેજનો પ્રતિસંહરણ કરવાના હેતુથી મેં વચ્ચે જ શીતલેશ્યા કાઢી. તે શીતલેશ્યા આ વિશાળ જંબૂઢીપને અંદરના ભાગથી વીંટી દે તેટલી વિશાળ હતી. મારી તે શીતળ તેજલેશ્યા વડે વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજલેશ્યાનો પ્રતિઘાત થઈ ગયો. ત્યારે પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયેલ જાણીને તથા મંખલિપુત્ર ગોશાલકના શરીરમાં કિંચિંતુ માત્ર પણ પીડા, બાધા અથવા અવયવનો છેદ ન થયો જોઈને, તે વૈશ્યાયન બાલતપસ્વીએ પોતાની ઉષ્ણ તેજોલેશ્યા પાછી ખેંચી લીધી અને પાછી ખેંચીને, મારી ઋદ્ધિ જાણીને આ પ્રમાણે કહ્યું, હે ભગવંત! મેં જાણ્યું, હે ભગવંત! મેં આ જાણ્યું. મને ખબર નહીં કે આ તમારો શિષ્ય છે અને ક્ષમા કરો. ત્યારપછી સંખલિપુત્ર ગોશાલકે આ પ્રમાણે કહ્યું, હે ભગવંત ! આ જૂના શય્યાતર બાલ તપસ્વીએ આપને આ પ્રમાણે શું કહ્યું કે, ભગવંત ! આ જાણ્યું ? ભગવંત! મેં આ જાણ્યું. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ! તું બાળ તપસ્વી વૈશ્યાયનને જોઈને મારી પાસેથી ધીરે ધીરે પાછળ ખસ્યો. ખસીને જ્યાં તે વૈશ્યાયન બાલ તપસ્વી હતા, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને વૈશ્યાયન બાલતપસ્વીને તે આ પ્રમાણે કહ્યું કે, શું તું મુનિ છે ? તત્વજ્ઞ છે ? જૂઓનો શય્યાતર છે? સ્ત્રી છે કે પુરુષ છે? ત્યારે તે બોલ તપસ્વીએ તારી તે વાતની ઉપેક્ષા કરી, તેના પર ધ્યાન આપ્યું પણ મૌન ધારણ કરીને રહ્યા. ત્યાર પછી તે ગોશાલ! તેં બીજી વખત, ત્રીજી વખત પણ તે બાલ તપસ્વી વૈશ્યાયનને એ પ્રમાણે જ પ્રશ્ન કર્યો - ત્યારે તે વૈશ્યાયન બાલ તપસ્વી તારી એ બીજી વખત, ત્રીજી વખત કહેવાયેલી વાત સાંભળીને ઘણો જ કૂદ્ધ અને રષ્ટ થયો – યાવત્ – વૈશ્યાયન બાલતપસ્વીએ પોતાની તેજોલેશ્યા પાછી ખેંચી લીધી અને પાછી ખેંચીને મને આ પ્રમાણે કહ્યું કે, હે ભગવન્! મેં આ જાણ્યું, હે ભગવન્! મેં આ સારી રીતે જાણ્યું. ત્યાર પછી મારી ઉપર્યુક્ત વાત સાંભળીને અને અવધારીને તે મંખલિપુત્ર ગોશાલકે ભીત, ત્રસ્ત, ત્રસિત, ઉદ્વિગ્ન અને ભયથી આક્રાન્ત થઈને મને વંદન–નમસ્કાર કર્યો તથા વંદન–નમસ્કાર કરીને પોતાના આ પ્રકારની જિજ્ઞાસા દર્શાવી. હે ભગવંત ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? ત્યારે તે ગૌતમ ! મેં તે મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ નખ સહિત મુઠિમાં જેટલા અડદના બકુળા આવે તેટલી માત્રાથી અને ચુલ્લુભર પાણીથી નિરંતર છઠ–છઠની તપસ્યા કરે, તેની સાથે બંને હાથ ઊંચા રાખીને સૂર્ય તરફ મુખ રાખીને આતાપના ભૂમિમાં જે આતાપના લે છે, તેને છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy