________________
ગોશાલક કથા
૨૭૩
જંબૂખંડ ગામે ગયા. ત્યાં પણ ગોશાળાને ઉપદ્રવ થયો. ત્યાંથી હું ત્રંબા ગામે ગયો. ત્યાં ભ૦પાર્શના શાસનના નંદિષેણ નામના સ્થવિર જિનકલ્પ પરિકર્મ કરતા હતા. તેઓ બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ગોશાળાએ ત્યાં જઈને મુનિચંદ્રાચાર્યને પૂછયા હતા તેવા જ પ્રશ્નો પૂછયા, પછી આચાર્યની હાંસી કરી – યાવત્ – ત્યાંથી ચાલતા બે રસ્તા આવ્યા. ત્યારે ગોશાળાએ કહ્યું કે, હું તમારી સાથે નહીં આવું કેમકે તમે મને માર ખાતો બચાવતા નથી વળી તમારી સાથે ઘણાં ઉપસર્ગો થાય છે. તેથી એકલો જ વિચરણ કરીશ.
.. તે એકલો જતો હતો ત્યારે ૫૦૦ ચોરોએ તેને પકડીને “આ મામો છે, મામો છે” એમ કહીને ઘણી જ કદર્થના કરી, ત્યારે ગોશાળાને થયું કે, આ કરતા ભગવંત સાથે જ રહેવું સારું છે. ભગવંતને કોઈક તો છોડાવે છે, તેની નિશ્રામાં હું પણ બચી જઉં છું. ત્યાર પછી તેણે મને શોધવાનું શરૂ કર્યું. હું વિશાલાનગરી ગયો. ત્યાં કર્મકરની શાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યો – યાવત્ – (શેષ કથા ભમહાવીરના કથાનકથી જાણવી) ત્યાંથી ભદ્રિકા નગરીએ ચોમાસામાં ફરી ગોશાળો ત્યાં ભેગો થયો – યાવત્ – આલંભિકા નગરીમાં સાતમું ચોમાસુ કરી ચોમાસી તપ કરી ત્યાંથી હું કુંડાક સંનિવેશ ગયો.
– ત્યાં વાસુદેવ ગૃહે એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યો. ગોશાળો પણ ત્યાં વાસુદેવ પ્રતિમા સન્મુખ રહ્યો. ત્યાંના પૂજારીએ આવીને તેને જોયો, ગામમાં જઈને વાત કરી. તેઓએ આવીને ગોશાળાને માર્યો, પછી બાંધી દીધો. કોઈ બોલ્યું કે, આ પિશાચ છે, ત્યારે તેને મુક્ત કર્યો. ત્યાંથી હું મર્દના ગામે ગયો, ત્યાં બળદેવગડે એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યો. ગોશાળો ત્યાં પણ તેવી જ રીતે રહ્યો. પછી ત્યાં પણ તેણે માર ખાધો - યાવત (ભ મહાવીરની શેષ કથા ભ, મહાવીર કથાનકથી જાણવી) - ત્યાંથી હું ઉર્તાક ગામે ગયો. ત્યાં માર્ગમાં એક વર-વહૂ સામે મળ્યા. તે બંને કુરુપ અને બેડોળ હતા. ત્યારે ગોશાળો બોલ્યો, અહો ! આ કેવો સુસંયોગ છે. વિધિરાજ પણ ખરેખર કુશળ છે. એકબીજાથી દૂર હોય તો પણ સરખે સરખાનો સંયોગ કરાવી દે છે. તે સાંભળીને લોકોએ તેને ખૂબ જ માર્યો. પછી વાંસના જંગલમાં ફેંકી દીધો. ત્યાં પડ્યો પડ્યો શરણરહિત રહ્યો. હું થોડે દૂર જઈ રોકાયો, ત્યારે તે લોકોને થયું કે, આ તો દેવાર્યનો કોઈ પીઠિકાવાહક કે છત્રધર લાગે છે. તેને બહાર કાઢ્યો. એ રીતે મુક્ત કર્યો.
ત્યાંથી (ભગવંત) હું ગોભૂમિ પ્રતિ ચાલ્યો. માર્ગમાં સઘન અટવી આવી. તે ગોભૂમિમાં ગાયો ચરતી હતી. ત્યારે ગોશાળાએ ગોવાળને તુચ્છ ભાષામાં પૂછયું કે, ઓ! વજલાઢ ! આ રસ્તો ક્યાં જાય છે ? વજલાઢ શબ્દ મ્લેચ્છ માટે વપરાય છે. ત્યારે તે ગોવાળો બોલ્યા કે, કેમ ગાળો આપે છે? ત્યારે ગોશાળો તેને ભાંડવા લાગ્યો, અરે અસૂય પુત્રો! અરે સૌર પુત્રો ! મેં તમને બરાબર જ કહ્યું છે. તેથી તેઓએ ભેગા થઈને ગોશાળાને માર્યો. બાંધીને વાંસમાં ફેંકી દીધો. વળી કોઈએ તેને છોડાવ્યો – યાવત્ (ભ,મહાવીરની શેષ કથા તેમના કથાનકથી જાણવી) – સિદ્ધાર્થપુરથી કૂર્મગ્રામ તરફ ચાલ્યા.
તે કાળે હે ગૌતમ ! શરદકાળના સમયે જ્યારે વરસાદ થતો ન હતો. તે વખતે હું ગોશાળા સાથે કૂર્મગ્રામ નગર તરફ જઈ રહ્યો હતો. ત્યાં માર્ગમાં એક વિશાળ –મોટો તલનો છોડ હતો. જે ફળફૂલ સહિત પોતાની હરિયાળીથી અત્યંત રમણીય અને પોતાના ૨/૧૮),
Jain
bation_hternational
For Private & Personal Use Only
www.jainelibrary.org