________________
ગોશાલક કથા
૨૬૭
સર્વ વૃત્તાંત જાણવો. ત્યારે લોકો એવી પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો! આનંદ ગાથાપતિ ધન્ય છે, હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિ કૃતાર્થ છે. હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિ કૃતપુણ્ય છે. હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિ કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિયો ! આનંદ ગાથાપતિના બંને લોક સાર્થક થયા છે. હે દેવાનુપ્રિયો! આનંદ ગાથાપતિએ મનુષ્ય અને જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે કે જેના ઘરમાં તથારૂપ ઉત્તમ સૌમ્ય શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રગટ થયા છે. વસુધારા વૃષ્ટિ – યાવત્ – ગગનમંડલમાં “અહોદાન–અહોદાન' એ પ્રમાણેની ઉદ્ઘોષણા.
ખરેખર ! આનંદ ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના ઉભયલોક સાર્થક થયા છે અને આનંદ ગાથાપતિનો મનુષ્ય સંબંધિ જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. ત્યારે તે મંખલિપુત્ર ગોશાલકે અનેક લોકો પાસે આ વૃત્તાંત સાંભળ્યો – થાવત્ – વિજયગાથાપતિમાં કહ્યા પ્રમાણે તે જ્યાં આનંદ ગાથાપતિનું ઘર હતું ત્યાં આવ્યો, આવીને આનંદ ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ, વિખરાયેલા પંચરંગી પુષ્પોને તથા મને પણ આનંદ ગાથાપતિના ઘરમાંથી નીકળતો જોયો. પછી ગોશાળાએ ફરી પણ મને નિવેદન કર્યું કે, હે ભગવંત ! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો ધર્મ શિષ્ય છું. ત્યારે હે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલકની તે વાત પર ધ્યાન ન આપ્યું. તેના કથનનો આદર પણ ન કર્યો. પરંતુ ચુપચાપ મૌન ધારણ કરીને રહ્યો. ૦ ભ૦મહાવીરનું ત્રીજું પારણું-ગોશાળાની પુનઃ શિષ્યત્વ માંગણી :
ત્યાર પછી હે ગૌતમ ! હું રાજગૃહનગરથી પાછો નીકળ્યો – યાવત્ – પૂર્વે જણાવ્યા મુજબ મેં ત્રીજા માસક્ષમણનો સ્વીકાર કર્યો. ત્યાર પછી હે ગૌતમ ! હું ત્રીજા માસક્ષમણના પારણાને માટે તંતુવાયશાળાથી નીકળ્યો. નીકળીને – યાવત્ – વિજય ગાથાપતિમાં વર્ણવ્યા મુજબ ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા મેં સુનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે સુનંદ ગાથાપતિએ મને આવતો જોયો. ઇત્યાદિ વિજય ગાથાપતિ સમાન જાણવું યાવત્ સુનંદ ગાથાપતિએ મને વંદન–નમસ્કાર કરીને પછી વિપુલ સર્વ કામગુણિત ભોજન વડે પ્રતિલાભિત કરીશ એમ વિચારીને સંતુષ્ટ થયો. પ્રતિલાભિત કરતી વેળાએ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી સંતુષ્ટ થયો.
ત્યારે તે સુનંદ ગાથાપતિના ઘરમાં દ્રવ્યની શુદ્ધિથી – યાવત્ – લોકો એવી પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! સુનંદ ગાથાપતિ ધન્ય છે, દેવાનુપ્રિયો સુનંદ ગાથાપતિ કૃતપુણ્ય છે. સુનંદ ગાથાપતિ કૃત લક્ષણ છે. સુનંદ ગાથાપતિએ બંને લોક સાર્થક કર્યા છે. દેવાનુપ્રિયો ! સુનંદ ગાથાપતિએ મનુષ્ય જન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કરી લીધું છે કે, જેના ઘરમાં તથારૂપ સૌમ્ય શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રગટ થયા છે યથા – વસુધારા વૃષ્ટિ – યાવત્ – “અહોદાનું અહોદાનની ઉદ્ઘોષણા. તેથી સુનંદ ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, કૃતપુણ્ય છે. તેણે બંને લોકને સાર્થક કર્યા છે અને મનુષ્ય જન્મ તથા જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે.
ત્યારે તે મંખલિપુત્ર ગોશાલકે અનેક લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને તેના પર મનન કરતા સંશય ઉત્પન્ન થયો, કુતૂહલ ઉત્પન્ન થયું. તેથી તે સુનંદ ગાથાપતિનું ઘર હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org