SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૬૫ ૦ ભગવંત મહાવીરનું નાલંદાની તંતુશાળામાં વિચરણ : હે ગૌતમ ! તે કાળે, તે સમયે મેં ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહીને માતાપિતાનો સ્વર્ગવાસ થયા પછી, પ્રતિજ્ઞાપૂર્ણ થતા યાવત્ – એક દેવદૂષ્ય ગ્રહણ કરી મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી. ત્યાર પછી તે ગૌતમ ! હું પહેલા વર્ષે અર્ધ–અર્ધ માસક્ષમણ કરતા-કરતા અસ્થિક ગ્રામની નિશ્રામાં પ્રથમ વર્ષાવાસ વીતાવવા રહ્યો. બીજા વર્ષે માસ–માસક્ષમણ કરતા કરતા અને પૂર્વાનપૂર્વી ક્રમથી ચાલતા-ચાલતા, રામાનુગ્રામ વિચરણ કરતા, જ્યાં રાજગૃહ નામે નગર હતું, નાલંદા નામે પાડો (પરાવિસ્તાર) હતો અને તેમાં જ્યાં તંતુવાય (કપડાં વણવાની) શાળા હતી, ત્યાં આવ્યો. આવીને યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને તંતુવાય શાળાના એક ખૂણામાં વર્ષાવાસ વિતાવવા રોકાયો. તે સમયે હે ગૌતમ ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને વિચારતો હતો. ૦ ગોશાળાનું તંતુશાળામાં આગમન : ત્યારપછી તે ગોશાલ મંખલિપુત્ર હાથમાં ચિત્રપટને લઈને મંખપનથી પોતાના આત્માને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતો–ચાલતો, પ્રામાનુગ્રામ ફરતો-ફરતો, ગમન કરતો, જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં નાલંદા નામનો ઉપવિસ્તાર હતો, તેમાં જ્યાં તંતુવાયશાળા હતી, ત્યાં આવ્યો. આવીને તેણે તંતુવાયશાળાના એક ખૂણામાં ભાંડ– ઉપકરણ રાખ્યા. રાખીને રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાવૃત્તિને માટે ફરતા–ફરતા બધાં સ્થાનોમાં વસતિની માર્ગણા–ગવેષણા કરતો કરતો જ્યારે અન્યત્ર ક્યાંય પણ નિવાસ સ્થાન પ્રાપ્ત ન કરી શક્યો ત્યારે હે ગૌતમ ! જ્યાં હું રહેલો હતો, તે જ તંતુવાયાળાના એક ખૂણામાં વર્ષાકાળ વિતાવવા માટે રહેવા લાગ્યો. ૦ ભ૦મહાવીરની ઋદ્ધિ જોઈને ગોશાળાએ કરેલ શિષ્યત્વ પ્રાર્થના : ત્યાર પછી હે ગૌતમ ! પ્રથમ માસક્ષમણના પારણાને માટે હું તંતુવાય શાળામાંથી નીકળ્યો, નીકળીને નાલંદાના બાહ્ય વિસ્તારથી નીકળીને – યાવતું – રાજગૃહ નગર હતું ત્યાં આવ્યો. આવીને રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં – યાવત્ – ભ્રમણ કરતો વિજય ગાથાપતિના ઘરમાં પ્રવિષ્ટ થયો. તે વખતે વિજય ગાથાપતિએ મને તેની તરફ આવતો જોયો. જોઈને હૃષ્ટ-તુષ્ટ – થાવત્ – ઉલ્લસિત હૃદયવાળો થઈને શીઘ તે પોતાના આસનેથી ઉદ્દયો, ઊભો થઈને પાદ પીઠથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પાદુકા ઉતારી, ઉતારીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું. ઉત્તરાસંગ કરીને અંજલિરૂપમાં મુકુલિત હસ્તપૂર્વક–મારી સન્મુખ સાત-આઠ કદમ આવ્યો. આવીને મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને મને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને મને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરવાનો વિચાર કરીને સંતુષ્ટ થયો. પછી મને પ્રતિલાભિત કરતા પણ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કરીને પણ સંતુષ્ટ થયો. ત્યારે તે વિજય ગાથાપતિએ તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પાત્રશુદ્ધિ તથા મન, વચન, કાયા એ ત્રિવિધ અને કરણ, કરાવણ, અનુમોદન એ ત્રિકરણની શુદ્ધિથી મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy