SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આગમ કથાનુયોગ-૨ દેવભવમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અહીં આવી રાજાપણું પામીને સાતમી નારકીમાં ગયો. – એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વકલ્પના કરવાના કારણે નારક અને તિર્યંચ ગતિમાં તેમજ કુત્સિત – અધમ મનુષ્યગતિમાં લાંબાકાળ સુધી ભવભ્રમણ કરીને ઘોર દુઃખ ભોગવીને અત્યંત દુઃખી થયેલો. તે જ ઈશ્વરનો જીવ હાલ ગોશાલકપણે ઉત્પન્ન થયો છે. આ તે જ ઈશ્વરનો જીવ છે માટે પરમાર્થ સમજવાપૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રના ભાવને જલ્દી જાણીને ગીતાર્થ બનવું. ૦ ગોશાળાનો જન્મ : આ ગોશાલક મંખલિપુત્રના મંખલી નામે મંખ પિતા હતા. તે મંલિ મંખની પત્નીનું નામ ભદ્રા હતું. તેણી સુકુમાલ હાથ–પગવાળી – યાવત્ – મનોહર હતી. ત્યાર પછી કોઈ સમયે તે ભદ્રા ગર્ભવતી થઈ. તે કાળ, તે સમયે શરવણ નામનું સન્નિવેશ હતું. તે ઋદ્ધિસંપન્ન, શત્રુના ભયથી મુક્ત, ધનધાન્યાદિ વડે સમૃદ્ધ – યાવત્ – નંદનવનની સમાન પ્રભા—કાંતિવાળું, પ્રાસાદિક, દર્શનીય, મનોહર અને અતિ સુંદર હતું. તે શરવણ સન્નિવેશમાં ગોબડુલ નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. તે બ્રાહ્મણ ધનાઢય – યાવત્ – અનેક લોકો દ્વારા અપરિભૂત હતો. ટ્વેદ – યાવત્ – બ્રાહ્મણ ગ્રંથો, પરિવ્રાજક શાસ્ત્રો, નયોના વિષયમાં નિપુણ હતો. તે ગોબડુલ બ્રાહ્મણની એક ગોશાળા હતી. તત્પશ્ચાત્ તે મખલિ મખ કોઈ એક દિવસે ગર્ભવતી ભદ્રાભાર્યાની સાથે ચિત્રફલક હાથમાં લઈને મંખપણાથી અર્થાત્ ચિત્ર દેખાડી આજીવિકા કરનારી ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકાને પ્રાપ્ત કરતાં-કરતો પૂર્વાનુપૂર્વીના ક્રમથી ચાલતો–ચાલતો ગ્રામાનુગ્રામમાં ગમન કરતો-કરતો જ્યાં શરવણ નામનું સન્નિવેશ હતું. જ્યાં ગોબહુલ બ્રાહ્મણની ગોશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબસ્કુલ બ્રાહ્મણની ગોશાળાના એક ખૂણામાં પોતાના ભાંડ– ઉપકરણ અર્થાત્ વસ્ત્ર–પાત્ર રાખ્યા, રાખીને શરવણ ગામના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષા માંગવા માટે ભટકતો એવો વસતિના બધાં સ્થાનો પર માર્ગણા, ગવેષણા કરવા લાગ્યો. નિવાસ કરવા યોગ્ય સર્વે સ્થાનોની માર્ગણા, ગવેષણા કરતા પણ જ્યારે કોઈ અન્ય વસતિ ન મળી, તો તે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના કોઈ એક ખૂણામાં વર્ષાઋતુ વિતાવવા માટે રહ્યો. ત્યાર પછી નવ માસ પ્રતિપૂર્ણ થઈને અને સાડા સાત દિન વીતી ગયા પછી તે ભદ્રાએ સુકુમાલ હાથ–પગવાળા – યાવત્ – એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યાર પછી તે બાળકના માતાપિતાએ અગિયાર દિવસ વીતી ગયા બાદ બારમા દિવસે તે બાળકનું ગુણ નિષ્પન્ન એવું આ પ્રકારનું નામકરણ કર્યું – કેમકે અમારો આ બાળક ગોબડુલ બ્રાહ્મણની ગોશાળામાં ઉત્પન્ન થયો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોપાલક થાઓ. ત્યારે માતાપિતાએ તે બાળકનું ગોશાલક (ગોશાળો) એવું નામ રાખ્યું. - ત્યાર પછી તે ગોશાલક બાળકે બાલ્યાવસ્થાથી મુક્ત થઈને, વિજ્ઞાનથી પરિણત થઈને અને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને સ્વયં ચિત્રફલક બનાવ્યું, બનાવીને તે ચિત્રફલક હાથમાં લઈને મુખપણાથી અર્થાત્ ચિત્ર દેખાડી આજીવિકા ઉપાર્જિત કરવા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy