SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૬ ૩ વાત સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત આ કેમ પ્રરૂપતા હશે ? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે કાનમાં અત્યંત કડકડ કરનારું છે નિષ્કારણ તે ગળાને શોષવે છે. તે સિવાય કંઈ ફાયદો નથી. આવું વર્તન કોણ કરી શકશે ? માટે આ ઉપદેશ છોડીને સામાન્ય કે મધ્યમ પ્રકારનો ધર્મ ઉપદેશ કરવો જોઈએ. જેથી કરીને પાસે આવતા લોકો કંટાળી ન જાય. અથવા તો ખરેખર હું મૂઢ પાપકર્મ નરાધમ છું. ભલે હું તેમ કરતો નથી, પણ બીજા લોક તો તેમ વર્તે છે. વળી અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે આ હકીકત પ્રરૂપેલી છે, જે કોઈ વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શકતો નથી. માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રકારનું પ્રાયશ્ચિત્ત એકદમ તુરંત જલ્દી અતિ શીધ્રતર સમયમાં કરીશ, કે કેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતના કરવાથી મેં એવું પાપ કરેલું છે કે દેવતાઈ સો વર્ષનું એકઠું કરેલું પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. હવે તે ઈશ્વર પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર થયો છે, અને પોતાની મતિ કલ્પનાથી તેવા પ્રકારનું મહાઘોર પ્રાયશ્ચિત્ત કરીને પ્રત્યેક બુદ્ધની પાસે ફરીથી ગયા. ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા શ્રવણ કરતા કરતા તે જ અધિકાર ફરી આવ્યો કે, “પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધે ત્રિવિધ વર્લ્ડ" અતિશય મૂઢ એવા તે ઈશ્વર સાધુ મુર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે, આ જગમાં કોણ તે પૃથ્વીકાયાદિકનો સમારંભ કરતો નથી? ખુદ પોતે જ તો પૃથ્વીકાયની ઉપર બેઠેલા છે. અગ્નિકાયથી પકાવેલ આહાર ખાય છે, અને તે આહાર સર્વ બીજ–ધાન્યમાંથી ઉત્પન્ન થાય છે. બીજું પાણી વિના એક ક્ષણ પણ કઈ રીતે જીવી શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ અવળી હકીકત જણાય છે. હું તેની પાસે આવ્યો પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના કરતાં તો ગણધર ભગવંત ઉત્તમ છે અથવા તો અહીં એ કોઈ પણ મારું કહેલું કરશે નહીં. આવા પ્રકારનો ધર્મ પણ કયા કારણથી કહેતા હશે ! જે અત્યંત કડકડતોઆકરો ધર્મ કહેશે તો ફરી હવે સાંભળીશ જ નહીં – અથવા તેઓને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે તેવો ધર્મ કહીશ. આ જ કડકડ–આકરો ધર્મ કરવાનો કાળ નથી. એમ જેટલામાં ચિંતવે છે, એટલામાં તો તેના ઉપર ધડધડ શબ્દ કરતી વીજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામ્યો. ત્યાંથી સાતમી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થયો. શાસન, શ્રમણપણું, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યેનીકપણાને કારણે ઈશ્વર લાંબા કાળ સુધી નરકમાં દુઃખનો અનુભવ કરીને અહીં આવીને સમુદ્રમાં મહામસ્થ થઈને ફરી પણ સાતમી નારકીમાં ૩૩ સાગરોપમના મોટા કાળ સુધી દુ:ખે કરી સહન કરી શકાય તેવા ભયંકર દુઃખો ભોગવશે. - ત્યાંથી નીકળી ઈશ્વરનો જીવ તિર્યંચ એવા પક્ષી કાગડાપણે ઉત્પન્ન થયો. ત્યાંથી વળી પ્રથમ નારકમાં જઈને આયુષ્ય પૂર્ણ કરીને અહીં દુષ્ટ સ્થાનપણે ઉત્પન્ન થઈને ફરી પણ પહેલી નારકીમાં ગયો. ત્યાંથી નીકળી સિંહપણે ઉત્પન્ન થયો. પછી તે ચોથી નારકીમાં ગયો, ત્યાંથી ચ્યવીને અહીં આવ્યો. ફરી નરકમાં જઈને તે ઈશ્વરનો જીવ કુંભારપણે ઉત્પન્ન થયો ત્યાં કુષ્ઠી થઈને અતિશય દુઃખી થયેલો, કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીનપણે પારાવાર દુઃખ સહન કરી, અકામ નિર્જરા કરી ત્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy