________________
આગમ કથાનુયોગ-૨
ચાર અનુયોગમાં વિભાજિત કર્યું :- (૧) દ્રવ્યાનુયોગ, (૨) ધર્મકથાનુયોગ, (૩) ચરણકરણાનુયોગ અને (૪) ગણિતાનુયોગ. જેથી અલ્પબુદ્ધિવાળા શિષ્યો પણ સુખે કરીને શ્રુતને ગ્રહણ કરી શકે. પછી તેઓ વિહાર કરતા મથુરા ગયા. ત્યાં ભૂતગુફામાં વ્યંતરગૃહે રહ્યા. એ વખતે શક્ર દેવરાજે મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સીમંધરસ્વામીને નિગોદનું સ્વરૂપ પૂછયું, ભગવંતે નિગોદના સ્વરૂપને વર્ણવ્યું ત્યારે શક્રેન્દ્રએ પૂછ્યું કે, આવું નિગોદનું સ્વરૂપ ભરતવર્ષક્ષેત્રમાં બીજું કોઈ સમજાવી શકે ? ત્યારે સીમંધર સ્વામીએ કહ્યું કે, આર્યરક્ષિત સૂરિ નિગોદનું આવું જ સ્વરૂપ વર્ણવવાને સમર્થ છે. ત્યારે ઇન્દ્રે બ્રાહ્મણ સ્વરૂપે આવી – યાવત્ – નિગોદનું સ્વરૂપ જાણી - યાવતુ – પ્રશંસા કરી ગયો.
આર્ય રક્ષિતસૂરિ વિહાર કરી એકદા દશપુર નગરે પધાર્યા, તે વખતે મથુરા નગરીમાં કૉઈ નાસ્તિકવાદી ઉત્પન્ન થયો. તે પ્રરૂપણા કરતો હતો કે, માતા નથી, પિતા નથી ઇત્યાદિ. તેની સામે કોઈ પ્રતિવાદી ન હતો. ત્યારે સકલ શ્રી સંઘે એકઠા થઈને કોઈ સંઘાટકને આર્યરક્ષિત સૂરિ પાસે મોકલ્યા. કેમકે આર્યરક્ષિતસૂરિ યુગપ્રધાન આચાર્ય હતા. સાધુના સંઘાટકે અર્થાત્ બે સાધુએ જઈને તેમને નાસ્તિકવાદીનો સર્વ વૃત્તાંત કહ્યો. પરંતુ આચાર્ય ભગવંત વૃદ્ધ હોવાથી પોતે જવાને માટે અશક્ત હતા. તેથી તેમણે વાદલબ્ધિના ધારક એવા પોતાના મામા ગોષ્ઠામાહિલ નામના મુનિને વાદ કરવા મોકલ્યા. તે ગોષ્ઠામાહિલે ત્યાં જઈને વાદીનો પરાજય કર્યો. પછી ત્યાંના શ્રાવકોએ ગોષ્ઠામાહિલને ચાતુર્માસ માટે વિનંતી કરી. તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા.
આર્યરક્ષિતસૂરિએ પોતાના આયુષ્યનો અંતકાળ જાણીને વિચાર્યું કે, હવે આ ગણનો ભાર કોને સોંપવો ? ત્યારે તેને દુર્બલિકાપુષ્પમિત્ર મુનિ યોગ્ય લાગ્યા. પણ અન્ય સાધુઓ ગોષ્ઠામાહિલ કે ફલ્ગુરક્ષિતને ગણાચાર્ય બનાવવાના મતના હતા. ત્યારે આચાર્ય ભગવંતે સર્વ સંઘને બોલાવીને કહ્યું – ઘડા ત્રણ પ્રકારના હોય છે. એક વાલનો ઘડો, બીજો તેલનો ઘડો અને ત્રીજો ઘીનો ઘડો. જો તેને ઊંધા વાળીએ તો વાલના ઘડામાંથી સર્વે વાલ નીકળી જાય છે, તેલના ઘડામાંથી કંઈક તેલ ઘડામાં ચોટેલું રહે છે. ઘી ના ઘડામાં ઘણું બધું ઘી ચોટેલું રહે છે. તેવી રીતે સૂત્ર તથા અર્થના વિષયમાં હું દુર્બલિકા પુષ્પમિત્ર પાસે વાલના ઘડારૂપ થયો. કેમકે મારામાં રહેલ સમગ્ર સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો. જ્બુરક્ષિત માટે હું તેલના ઘડા સમાન થયો છું, કેમકે તેણે સર્વ સૂત્રાર્થ ગ્રહણ કર્યો નથી. ગોષ્ઠામાહિલ માટે તો હું ઘીના ઘડા જેવો થયો છું કેમકે ઘણો સૂત્રાર્થ મારી પાસે જ રહી ગયો છે માટે દુર્બલિકાપુષ્પમિત્ર તમારા આચાર્ય થાઓ.
આર્યરક્ષિતસૂરિની એ વાત સાંભળીને સર્વ સંઘે તે વાતને અંગીકાર કરી, પછી સાધુ તથા શ્રાવક બંને પક્ષને યોગ્ય અનુશાસન આપીને આચાર્ય ભગવંતે અનશન ગ્રહણ કર્યું. ભક્ત પ્રત્યાખ્યાન અનશન કરીને તેઓ દેવલોકે દેવરૂપે ઉત્પન્ન થયા. સર્વ વૃત્તાંત ગોષ્ઠામાહિલે સાંભળ્યો, એટલે તે મથુરાથી ત્યાં આવ્યા અને પૂછ્યું કે, આચાર્ય ભગવંતે પોતાની પાટે કોને સ્થાપ્યો ? તે સાંભળી સર્વેએ દૃષ્ટાંતપૂર્વક સર્વ વૃત્તાંત કહ્યો. તેથી ગોષ્ઠામાહિલ અતિ ખેદ પામ્યા. જુદા ઉપાશ્રયમાં રહીને આચાર્યની નિંદા કરવા લાગ્યા. તેમજ સાધુઓને સમજાવવા લાગ્યા કે, તમે વાલના ઘડા જેવા આચાર્ય પાસે કેમ શ્રુતનો
૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org