________________
૨૪૬
આગમ કથાનુયોગ-૨
છે, કારણ કે તે જ પ્રમાણે જોવામાં આવે છે. તેથી સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, દ્રવ્ય અને ભાવ, રાત્રિ અને દિવસ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ.
તે સાંભળીને રોહગુપ્ત વાદીનો પરાભવ કરવા માટે પોતાના સંમત પક્ષને પણ છોડી દઈ તેને અસત્ય ઠરાવવા કહ્યું કે, તે જે હેત આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે, તેથી અસિદ્ધ છે. સાંભળ દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ છે, તે આ પ્રમાણે– સંસાર સ્થાયી મનુષ્ય-તિર્યંચ આદિ જીવ છે, પરમાણુ-ઘડો આદિ અજીવ છે અને ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે નો જીવ છે. તેથી જીવ–અજીવ અને નોજીવ એ ત્રણ રાશિ સિદ્ધ થાય છે. વળી તે જ પ્રમાણે જોવામાં આવે છે. તેથી, સત્ત્વ, રજસ, તમન્ એ ત્રણ ગુણ, હસ્વ-દીર્ઘ અને ડુત એ ત્રણ સ્વર, વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળ, પ્રાતઃ–મધ્યાહુ અને સાયં એ ત્રણ સંધ્યા, એક વચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણ વચન, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોક, બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવ, અધમ–મધ્યમ અને ઉત્તમ ઇત્યાદિ ત્રણ-ત્રણ રાશિની જેમ. ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે રોહગુપ્ત એ ત્રણ રાશિની સિદ્ધિ કરીને તેણે પોર્ટુશાલ પરિવ્રાજકને પરાજિત કર્યો.
તેથી તે પરિવ્રાજકે ક્રોધાવેશમાં આવીને રોહગુપ્તના નાશ માટે વૃશ્ચિક વિદ્યાનું સ્મરણ કરી વીંછીઓ વિકુર્બા, ત્યારે રોહગુપ્ત ગુરુ ભગવંત પાસેથી મેળવેલી મયૂરી વિદ્યા વડે મોર વિફર્વી તે વિદ્યાનો વિઘાત કર્યો. ત્યારે પરિવ્રાજકે સર્પ છોડ્યા, તેના પર રોહગુપ્ત નોળીયા છોડ઼યા. એ પ્રમાણે ઉંદર પર બિલાડી, મૃગ ઉપર વાઘ, સુવર ઉપર સિંહ અને કાગડા ઉપર ઘુવડ છોડ્યા. તેથી અત્યંત ક્રોધ પામી પોટ્ટાલે અતિ દૂષ્ટ સમળીઓ મૂકી, તેના પર રોહગુપ્ત મુનિએ બાજ છોડીને તેનો પરાભવ કર્યો. તે જોઈને પરિવ્રાજકે રાસથી વિદ્યા છોડી. તેને આવતી જોઈને રોહગુપ્તમુનિએ પોતાના શરીર ફરતા–મસ્તક ઉપર રજોહરણ ફેરવવા માંડ્યું. તેના પ્રભાવથી રાસથી પ્રભાવ રહિત થઈ ગઈ અને તે રાસલી તાપસ ઉપર મૂત્ર-પુરીષ કરીને જતી રહી. તે સર્વ જોઈને સભાપતિ રાજાએ તથા સભાના સમગ્ર લોકોએ તે તાપસની નિંદા કરીને તેને નગરમાંથી કાઢી મૂક્યો. ૦ ગુરુ ભગવંત દ્વારા રોહગુપ્તને મિથ્યા માન્યતા છોડવા સમજાવવા :
પછી રોહગુપ્તમુનિ મહોત્સવ પૂર્વક ગુરુ ભગવંત પાસે આવ્યા. આવીને સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, હે વત્સ ! તે રાજસભામાં વાદીને હરાવીને વિજય મેળવ્યો છે તો ઘણું સારું કર્યું, પરંતુ સભામાંથી ઉઠીને આવતાં તે એમ કેમ ન કહ્યું કે, માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું છે. પણ વાસ્તવિક રીતે તો જીવ અને અજીવ એ જ રાશિ છે. જે જીવ–અજીવ–નોજીવ એ ત્રણ રાશિની સ્થાપના કરી તે ઉત્સુત્ર છે. માટે ફરીથી રાજસભામાં જા અને મિથ્યાદુકૃત દઈને આવ. એ પ્રમાણે ગુરુએ ઘણીવાર ઘણી રીતે કહ્યું, ત્યારે રોહગુપ્તમુનિને વિચાર આવ્યો કે, આવી મોટી રાજસભામાં પોતે જ ત્રણ રાશિ પ્રરૂપીને, પાછો હું પોતે જ ત્યાં જઈ પોતાને અપ્રમાણિક કેમ કરું ? એ પ્રમાણે અહંકાર લાવી, તે રાજસભામાં ન ગયો અને આચાર્ય શ્રીગુપ્તની સામે થઈને બોલ્યો કે, મારું કથન સત્ય છે. જો કદાચ નોજીવ નામનો ત્રીજો રાશિ માનતા કાંઈ દોષ આવતો હોય તો તે સિદ્ધાંત અસત્ય છે, પણ તેમાં કાંઈ દોષ આવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org