________________
નિલવ – રોહગુપ્ત કથા
૨૪૫
પ્રરૂપણા કરનારો તેનો પરિવાર થયો. તે આ પ્રમાણે– ૦ રોહગુપ્ત મુનિનો પોર્ટુશાલ સંન્યાસી સાથે વાદ :
અંતરંજિકા નામે નગરી હતી, ત્યાં ભૂતગૃહ ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામના આચાર્ય પોતાના ગચ્છ સહિત બિરાજમાન હતા. તે નગરીમાં બલશ્રી નામે રાજા હતો. રોહગુપ્ત મુનિ કોઈ અન્ય ગામમાં હતા. તેઓ આચાર્ય ભગવંતના વંદનાર્થે તે નગરીમાં આવ્યા. ત્યાં એક પરિવ્રાજક પાટાથી પોતાનું પેટ બાંધીને અને જાંબુના વૃક્ષની શાખા હાથમાં લઈને તે નગરીમાં ભ્રમણ કરતો હતો. તે જોઈને લોકોએ તેને પૂછયું કે, “આ શું છે?” ત્યારે તે પરિવ્રાજક બોલ્યો કે, મારું ઉદર/પેટ ઘણાં જ્ઞાનથી ભરાઈ ગયું છે માટે તે ફાટી જવાના ભયથી તેને લોઢાના પટ્ટા વડે બાંધી લીધું છે અને આખા જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી એવું જણાવવાને માટે આ જંબૂવૃક્ષની શાખા હાથમાં રાખેલી છે. પછી તે પરિવ્રાજકે એવો પટડ વગડાવ્યો કે, આ આખી નગરી શૂન્ય છે, સર્વે પરપ્રવાદી છે, પણ મારો કોઈ પ્રતિવાદી નથી. નગરીમાં પ્રવેશ કરતા રોહગુસે તે પહ જોયો અને ઉદ્ઘોષણા સાંભળી. તેથી રોહગુણે તે પોટ્ટશાલના પટાને વગાડાતો બંધ કરાવ્યો અને કહ્યું કે, હું તેની સાથે વાદ કરીશ. એમ તેણે ઉદૂઘોષણાનો પ્રતિષેધ કરાવ્યો.
આચાર્ય ભગવંત પાસે પહોંચી, તેણે ઇર્યાપથ આલોચનાદિ કરી, વંદન કરીને કહ્યું કે, મેં પોર્ટુશાલ પરિવ્રાજકનો પટ રોકીને તેમની સાથે વાદ કરવાનું નક્કી કર્યું છે. સમગ્ર વૃતાંત સાંભળીને આચાર્ય ભગવંતે કહ્યું કે, તે આ અકાર્ય કર્યું છે. કેમકે તે પરિવ્રાજક ઘણી વિદ્યાનો જ્ઞાતા છે. કદાચ તે વાદમાં પરાભવ પામે તો મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. તે પરિવ્રાજક વીંછી, સર્પ, ઉદર, મૃગ, સુવર, કાગડા અને સમળી એ સાત વિદ્યાઓમાં કુશળ છે. વિદ્યા વડે ઉદ્ભટ એવો તે મંત્ર દ્વારા આ સાતને વિકર્વીને પ્રતિવાદીને ઉપસર્ગ કરે છે તે સાંભળી રોહગુણે કહ્યું કે, એમ હોય તો પણ હવે ક્યાં નાસીને જવાય એમ છે ? તે પટકનો તો પ્રતિષેધ કર્યો જ છે. ત્યારે આચાર્ય શ્રીગણે કહ્યું કે, જો એવો જ નિશ્ચય હોય તો માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી અને તેની વિદ્યાનો નાશ કરનારી આ સાત વિદ્યાને તું ગ્રહણ કર. એમ કહીને તેને મયુરી, નકુલી, બિડાલી, વ્યાઘી, સિંડી, ઉલૂકી અને શ્યની નામની સાત વિદ્યાઓ આપી. આ વિદ્યા વડે અનુક્રમે મોર, નોળીઓ, બિલાડા આદિ સાત ઉત્પન્ન થઈ શકશે.
એ સાત વિદ્યાઓ આપ્યા પછી આચાર્ય ભગવંત તેને અભિમંત્રિત કરેલ રજોહરણ આપ્યું અને કહ્યું કે, જો કદાચ તે તાપસ અન્ય કોઈ વિદ્યાથી બીજો કાંઈ ઉપદ્રવ કરે તો તેના નિવારણ માટે તારે આ રજોહરણને તારા મસ્તક પર ફેરવવું. તેમ કરવાથી તું અજેય અને ઉપદ્રવ રહિત થઈશ. પછી ઇન્દ્ર પણ તને જીતી શકશે નહીં. રોહગુપ્ત મુનિ તે વિદ્યાને ગ્રહણ કરીને બલશ્રી રાજાની રાજસભામાં ગયા. ત્યાં તેણે કહ્યું કે, આ ભિક્ષુ પરિવ્રાજકમાં શું જ્ઞાન છે ? તેથી પ્રથમ તે જ પોતાની ઇચ્છા પ્રમાણે પૂર્વ પક્ષ કરે, તેનો હું ઉત્તર આપીશ. તે સાંભળીને તાપસે વિચાર્યું કે, આ જૈન સાધુઓ ઘણાં નિપુણ હોય છે, માટે તેમના જ સંમત પક્ષનો આશ્રય કરીને હું બોલું કે, જેથી તે તેનું નિરાકરણ કરી જ શકે નહીં એમ વિચારી તે બોલ્યો કે, દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org