________________
૨૩૮
આગમ કથાનુયોગ-૨
આવે છે કે, “હે ભગવન્! નારકીના જીવો શાશ્વતા છે કે, અશાશ્વતા ? હે ગૌતમ ! કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. ફરી ગૌતમસ્વામીએ પૂછયું, એમ શી રીતે કહો છો ? હે ગૌતમ! દ્રવ્યનયને આધારે શાશ્વતા છે અને ભાવનયને આધારે અશાશ્વતા છે ઇત્યાદિ. હે શિષ્ય ! આ રીતે સૂત્રમાં પણ નારકાદિનો સર્વથા નાશ કહેલો નથી.
તેઓ કાળપર્યાયને આશ્રિને પ્રથમ સમયના ભાવથી નારકીપણે નાશ પામે છે પરંતુ સર્વથા દ્રવ્યપણે નાશ પામતા નથી. કેમકે દ્રવ્યપણે તો નારકી શાશ્વતા છે જો કદાચ સર્વથા નાશ માનીએ તો પ્રથમ સમયોત્પન્ન નારકીનો સર્વથા નાશ થવાથી દ્વિતીય સમયોત્પન્ન નારકી એ વિશેષણ કઈ રીતે ઘટી શકે ? અથવા તો હે શિષ્ય ! અમે તને જ પૂછીએ છીએ કે, “સર્વ વસ્તુ ક્ષણિક છે' એમ તે કઈ રીતે જાણ્યું? જો તું એમ કહે છે કે, “મૃતથી જાણ્ય" તો સૂત્રથી થતાં અર્થનું જ્ઞાન તો અસંખ્ય સમય વડે ઉત્પન્ન થયેલા સૂત્રાર્થ ગ્રહણ કરવાના પરિણામથી જ થાય છે. જો પ્રતિક્ષણે નાશ માનીશ તો સૂત્રાર્થ ગ્રહણ ઘટી કઈ રીતે શકશે ? તાત્પર્ય એ છે કે ચિત્તની સ્થિતિ અસંખ્ય સમય સુધી રહે છે. પણ સર્વ ક્ષણિક નથી. કેમકે સૂત્રમાં જે પદો રહેલા છે તે તો સાવયવ છે, અને તે પદના દરેક અક્ષરનો ઉચ્ચાર અસંખ્યાતા અસંખ્યાતા સમયે કરી શકાય છે. તેથી તે પદોનું જ્ઞાન પણ અસંખ્યાતા સમયે થાય છે. તે સર્વ ક્ષણવાદી પક્ષમાં ઘટે જ નહીં.
હે શિષ્ય ! ક્ષણિકવાદીના પક્ષમાં બીજા પણ ઘણાં દોષો આવે છે તે સાંભળ કોઈ એક વ્યક્તિ ભોજન કરવા બેસે, પણ તે ક્ષણિક હોવાથી દરેક કોળીયાનો ખાનાર જુદો જુદો વ્યક્તિ થશે અને ભોજનને અંતે ખાનારો પણ ક્ષણિક હોવાથી રહ્યો નથી. તેથી છેલ્લો કોળીયો ખાનાર કોઈ જુદો જ છે તો તેને માત્ર એક કોળીયો ખાવાથી તૃપ્તિ શી રીતે થશે? વળી ભોજન પૂર્ણ થયા પછી (તારા સિદ્ધાંત પ્રમાણે સર્વ વસ્તુ ક્ષણિક હોવાથી) ભોજનની તૃપ્તિ કોને થઈ? એ જ પ્રમાણે માર્ગમાં ગતિ કરનારો માણસ પણ ક્ષણે ક્ષણે નવો નવો થવાથી તેને કોઈ પણ વખતે શ્રમ લાગશે નહીં કેમકે પૂર્વ પૂર્વનો માણસ તો ક્ષણે ભણે નાશ પામ્યો છે. વગેરે દોષો સ્વબુદ્ધિથી જાણી લેવા. આવા દોષો-આપત્તિ આવવાથી સમગ્ર લોકવ્યવહારનો જ ઉચ્છેદ થશે. –(આ રીતે માનવાથી) ભોજન ક્રિયાનો આરંભ અન્ય કરે છે અને તૃપ્તિ બીજા માણસને થાય છે, માર્ગે કોઈ માણસ ચાલે છે અને તેનો શ્રમ કોઈ બીજાને લાગે છે. ઘટ આદિ પદાર્થોને જોનારો કોઈ માણસ છે અને તે પદાર્થનું જ્ઞાન બીજાને થાય છે. કાર્યનો આરંભ કોઈ બીજો માણસ કરે છે અને કાર્યનો કર્તા કોઈ બીજો જ થાય છે. કોઈ માણસ દુષ્કર્મ કરે છે અને તેના ફળરૂપે નરકમાં કોઈ બીજો માણસ જાય છે. ચારિત્ર કોઈ પાળે છે તેના ફળરૂપે મોક્ષે કોઈ બીજો જાય છે.
વળી દરેક વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો પદાર્થના મૂળ સ્વરૂપના અભાવે તે પદાર્થ દેખાય જ નહીં. જો “વાસનાની પરંપરાએ કરીને વસ્તુ દેખાય છે.” એમ કહીએ તો વાસના સંતાન પણ ક્ષણિક વારમાં જ ડૂબી જાય છે. જો “વિનાશ થયા છતાં પણ અનેક ક્ષણ સુધી વાસના રહે છે.” એમ કહીએ તો તમારા મનમાં જ મોટી હાનિ–આપત્તિ આવશે. માટે હે શિષ્ય ! હૃદયમાં મિથ્યાત્વને કેમ વધારે છે ? કેમકે કોઈ પણ વસ્તુ એકાંતે કરીને પર્યાયમય પણ નથી અને એકાંતે કરીને દ્રવ્યરૂપ પણ નથી. પણ ઉત્પાદ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org