SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ નિતવ – અઋમિત્ર કથા ૨ ૩૭ (૪) નિલવ અશ્વામિત્ર કથા :–૦- પરીચય : ભગવંત મહાવીરના શાસનમાં ચોથો નિલવ અશ્વમિત્ર થયો. તેણે સામુચ્છેદ નામક મત કાઢેલો. આ મતની સ્થાપના તેણે મિથિલા નગરીમાં કરી. ભગવંત મહાવીરના નિર્વાણ બાદ ૨૨૦ વર્ષે અશ્વમિત્ર નિલવ થયો. તેમણે પોતાના નિલવપણાનો – મતનો જો કે પછીથી ત્યાગ કરેલો અને પુનઃ ભગવંત મહાવીરના મતનું અનુસરણ કરેલું હતું. મૂળભૂત અશ્વમિત્ર નિલવ સમ્યક્ દૃષ્ટિ હતા. નિત્ય તેઓ પચ્ચક્ખાણ કરતા હતા. શેષ પરીચય જમાલિ પ્રમાણે જાણવો. ૦ અશ્વામિત્ર-કથા : મિથિલા નગરીમાં લક્ષ્મીધર ચૈત્યના ઉદ્યાનમાં મહાગિરિ નામક આચાર્ય સમવસર્યા. તેને કૌડિન્ય નામે શિષ્ય હતા. તે કૌડિન્યને અશ્વમિત્ર નામે શિષ્ય હતા. તે દશમું અનુપ્રવાદ નામક પૂર્વ ભણતા હતા. તેમાં નૈપુણિક વસ્તુ ભણતાં છત્રયાય વક્તવ્યતાનો આલાપક ભણવામાં આવ્યો. તેમાં એ પ્રમાણે વાત આવી કે વર્તમાન સમયના સર્વે નારકી જીવો બીજે સમયે જ નાશ પામે છે, આ પ્રમાણે વૈમાનિકના જીવો પર્યત આ વાત જાણવી. એ જ પ્રમાણે બીજા સમય વગેરેના નારકી જીવો માટે પણ જાણવું. આ પ્રમાણેનો આલાપક સાંભળીને અશ્વમિત્રને એવી વિતિગિચ્છા–શંકા થઈ કે, “ઉત્પત્તિ થયા પછી તરત જ સર્વ વસ્તુ સર્વથા નાશ પામે છે.” સર્વ સંયતો નાશ પામશે અને બધાંનો સમુચ્છેદ થશે. તેનું ચિત્ત ત્યાં સ્થિર થઈ ગયું. આચાર્ય ભગવંતને તેને સમજાવ્યું કે, આ એક સમય વક્તવ્યતા છે.” પણ તેણે તે વાત ગ્રહણ ન કરી. અશ્વમિત્ર આ પ્રમાણે તે બોધ ગ્રહણ કરીને, બીજાઓને પણ વ્યર્ડ્સાહિત કરતો કહેવા લાગ્યો કે, સર્વથા સર્વ વસ્તુ ઇન્દ્રધનુષ, વીજળી અને મેઘની જેમ પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેને ગુરુ ભગવંતે વિવિધ યુક્તિ-પ્રયુક્તિથી સમજાવતા કહ્યું (આ વિવિધ યુક્તિ પ્રયુક્તિની દાર્શનિક ચર્ચા ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૭૦ની વૃત્તિમાં કરાયેલી છે) – દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે એવું માત્ર બૌદ્ધ મતવાળા જ માને છે અને તેવો મત માત્ર ઋજુસૂત્ર નામના ચોથા નયનો જ છે. સર્વ નિયોનો આવો મત છે પણ નહીં. અહીં જે સર્વમ્ ક્ષ મ્ ની વાત કહી છે તે તો “જુદા જુદા પર્યાયની ઉત્પત્તિ તથા નાશ થાય છે" એવી અપેક્ષાએ કોઈ પણ પ્રકારે વસ્તુનો પ્રતિક્ષણે નાશ કહેલો છે. જે સમયે નારકી આદિ પ્રથમ સમયના નારકીપણે ક્ષય પામે છે, તે જ સમયે બીજા સમયના નારકીપણે તે ઉત્પન્ન થાય છે અર્થાત્ તેનો પ્રથમ સમયનો નારકી પર્યાય નષ્ટ થાય છે અને બીજા સમયનો નારકી પર્યાય ઉત્પન્ન થાય છે. – પરંતુ જીવ–જીવદ્રવ્યપણે તો સ્થાયી જ છે. ક્ષય તો માત્ર કાળના પર્યાયથી જ થયો છે. તેથી સર્વથા વસ્તુનો – દ્રવ્યનો ક્ષય થયો તેમ માનવું ઘટાવી શકાય નહીં. કેમકે દરેક વસ્તુ ના પર્યાયો અનંતા છે. તેમાંથી માત્ર એક પર્યાયનો નાશ થવાથી સર્વથા વસ્તુનો જ નાશ માનવો એ માન્યતા શાસ્ત્ર વિરુદ્ધ જ છે. વળી હે શિષ્ય ! કદાચ તું સૂત્રના આલાવાથી ભ્રાંતિ પામ્યો હો તો સૂત્રનું જ વચન તને કહું તે સાંભળ – સૂત્રમાં જ એ વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy