________________
૨૩૬
આગમ કથાનુયોગ-૨
તો પણ તેઓએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે સ્થવિરોએ તેમને કાયોત્સર્ગપૂર્વકવોસિરાવવાપૂર્વક ગચ્છ બહાર કર્યા.
તે સાધુઓ વિચરતા–વિચરતા કોઈ દિવસે રાજગૃહ નગરે ગયા. ત્યાં મૌર્યવંશી બળભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શ્રાવક હતો. તેના જાણવામાં આવ્યું કે, આ અવ્યક્તવાદી નિભવો અહીં આવેલા છે અને ગુણશીલ ઉદ્યાનમાં રહેલા છે. ત્યારે તે શ્રાવક રાજા તેમને બોધ પમાડવા માટે પોતાના સુભટોને બોલાવીને કહ્યું, ગુણશીલ ઉદ્યાનમાં રહેલા સાધુઓને બાંધીને અહીં લઈ આવો. સુભટો તે સાધુઓને લઈ આવ્યા. ત્યારે રાજાએ કૃત્રિમ કોપ કરીને સુભટોને કહ્યું કે, આ સર્વેને તેલની ઉકળતી કડાઈમાં નાંખો અને હાથીને પગે બાંધીને તેમનું મર્દન કરો. રાજાની આજ્ઞા સાંભળીને સુભટો હાથીઓને તથા કડાઈઓને લાવ્યા. તે જોઈને ભયભીત થયેલા સાધુઓએ રાજાને કહ્યું, હે રાજન્ ! તમે શ્રાવક છો, છતાં અમને સાધુઓને કેમ હણો છો ? રાજાએ ઉત્તર આપ્યો કે, કોણ શ્રાવક ? તમે પણ ચોર છો, લુંટારાઓ છો કે સાધુ છો તે કોણ જાણે છે ?
ત્યારે તે સાધુઓએ ઉત્તર આપ્યો કે, હે રાજન્ ! અમે સાધુ જ છીએ અન્ય કોઈ નથી. ત્યારે રાજાએ કહ્યું કે, તમારા મનમાં તો સર્વ વસ્તુ અવ્યક્ત છે. તેથી તમે સાચે જ સાધુઓ છો તે કેમ જાણવું? તમે પણ કેમ કહી શકો કે તમે સાધુ જ છો ? તમારા મતે તો હું પણ શ્રાવક છું કે અન્ય કોઈ ? તે કેમ નક્કી થઈ શકે? તેથી તમે પણ મને શ્રાવક કેમ કહો છો ? જો તમે સાધુ અને હું શ્રાવક છું એમ માનશો તો પરસ્પર વંદન નહીં કરતા એવા તમારા અવ્યકતવાદની હાનિનો પ્રસંગ આવશે. તથાપિ તમે વ્યવહારનયને
સ્વીકારો તો ઉત્તમ નિર્ગસ્થરૂપે હું તમારી સદ્દતણા કરું. એ વાત સાંભળી તે સાધુઓ લજ્જા પામ્યા. રાજાની વાણીથી દૃઢ બોધ પામ્યા. તેઓએ સ્વીકાર કર્યો કે, નિઃશંકપણે તેઓ શ્રમણ નિર્ગસ્થ છે. “જિનેશ્વર ભગવંતે કહેલી ક્રિયાયુક્ત અને જ્યેષ્ઠ–લઘુના
વ્યવહારે પરસ્પર વંદના કરનારા અમે શ્રમણ નિર્ચન્થ છીએ” – એ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યા.
પછી તે સાધુઓએ કહ્યું કે, હે રાજન ! ચિરકાળથી ભ્રાંતિ પામેલા અમને આજે તમે સન્માર્ગ પમાડ્યો. તે સાંભળીને રાજા નમ્રતાથી બોલ્યો કે, તમોને પ્રતિબોધ કરવા માટે જ મેં આ અનુચિત્ત પ્રવૃત્તિ કરેલી હતી. તે સર્વ ક્ષમા કરજો. એમ કહીને તે રાજાએ સર્વ સાધુઓને વંદના કરી. તે સાધુઓ પણ બોધ પામી મિથ્યાત્વનો ત્યાગ કરી, ફરી પહેલાંની જેમજ પૃથ્વી પર વિચરવા લાગ્યા.
૦ આગમ સંદર્ભ :ઠા ૬૮૮, ૬૮૯ + 9. ઉવ ૫૧ની વૃ.
નિસીભા. પપ૯૬, ૫૫૯૯, -પ૬૧૩, ૫૬૧૮, ૨૬૨૨ થી પ૬૨૪;
આવ નિ ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૨૯, ૧૩૦ + ગ્રં. આવયૂ. ૧–પૃ. ૪૨૧, ૪૨૨; ઉત્ત.નિ ૧૬૫, ૧૬૯ + વૃ. ઉત્ત.ભાવ. અધ્ય૩ ની વ્ર
-
X
-
X
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org