________________
નિલવ – આષાઢ કથા
૨ ૩૫
સૂત્રની વૃત્તિમાં આપેલ છે.)
ત્યારે તે સાધુઓએ કહ્યું કે, આચાર્યએ પોતે જ જણાવ્યું છે કે, “હું દેવ છું" તથા દેવનું રૂપ પણ અમે પ્રત્યક્ષ જોયું છે તેથી અમને સંદેહ નથી. એટલે સ્વવીરોએ જણાવ્યું કે, જો એમ છે તો જેઓ એમ કહે છે કે, “અમે સાધુ છીએ.” તેમજ સાધુનું રૂપ પણ તમે પ્રત્યક્ષ જુઓ છો તો તેઓના સાધુપણાને માટે કેમ સંદેહ કરો છો કે, જેથી તમે પરસ્પર વંદના કરતા નથી ? વળી સાધના કરતા દેવનું વાક્ય વધુ સત્ય હોય એમ પણ તમારે ધારવું ન જોઈએ. કેમકે દેવો તો ક્રીડા-કુતૂહલ આદિ કારણે પણ અસત્ય બોલે. જ્યારે સાધુઓ તો તેવા અસત્યથી વિરમેલા હોવાથી અસત્ય બોલે નહીં. વળી જો પ્રત્યક્ષ એવા યતિને માટે પણ તમને શંકા હોય તો પછી પરોક્ષ એવા જીવ અજીવાદિ પદાર્થોને વિશે તો ઘણી જ શંકા હોવી જોઈએ. વળી યતિનો વેશ ધારણ કરેલા મનુષ્યમાં પણ સાધુપણું છે કે નહીં એવો તમને સંદેહ પડે છે તો જિનેશ્વરોની પ્રતિમા વિશે તો નિશ્ચયથી જ જિનપણું નથી તેમ માની તેને પણ વંદન કેમ કરાય ?
ત્યારે સાધુઓએ ઉત્તર આપ્યો કે, અસંયમી દેવતાએ પ્રવેશ કરેલા યતિવેષને વાંદવાથી તેમાં રહેલા અસંયમરૂપ પાપની અનુમતિ આવે, તે દોષ પ્રતિમાને વિશે લાગતો નથી. સ્થવિરે કહ્યું, દેવતાએ અધિષ્ઠિત કરેલી પ્રતિમાને વિશે પણ અનુમતિરૂપ દોષ રહેલો જ છે. ત્યારે તેઓ બોલ્યા કે, શુદ્ધ અધ્યવસાયવાળો માણસ જિનેશ્વરની બુદ્ધિથી પ્રતિમાને વાંદે છે, માટે તેને પ્રતિમાને દોષ લાગતો નથી. તેથી સ્થવિરે કહ્યું કે, શુદ્ધ અધ્યવસાયવાળાને યતિબુદ્ધિથી યતિરૂપે–સાધુરૂપે વાંદતા કયો દોષ આવે છે કે, જેથી તમે પરસ્પર વંદના કરતા નથી ? ત્યારે સાધુઓએ પૂછ્યું કે, ત્યારે તો વિશુદ્ધ પરિણામવાળા લિંગમાત્રને ધારણ કરનાર પાર્થસ્થાદિકને પણ યતિબુદ્ધિથી નમે તો તેને દોષ લાગતો નથી એમ સમજવું ને ? સ્થવિરો જવાબ આપ્યો કે, તમારું કહેવું અયુક્ત છે. કેમકે પાર્થસ્થાદિકને વિશે સમ્યક્ નિર્ગસ્થપણાનો અભાવ છે, આહાર વિહાર વડે તેનામાં નિર્ગસ્થ લિંગની પ્રાપ્તિ જણાતી નથી. માટે પ્રત્યક્ષ દોષવાળા પાર્થસ્થાદિકને વંદના કરે તો તેને સાવદ્ય—અનુજ્ઞાનો દોષ લાગે છે.
તમે તો સર્વત્ર શંકાવાળા છો. તેથી આહાર, ઉપધિ, શય્યા વગેરે પણ દેવતાના વિફર્વેલા હશે કે નહીં તેનો નિશ્ચય નહીં હોવાથી તે આહારાદિક પણ તમારે ગ્રહણ કરવા ન જોઈએ. આ પ્રમાણે અતિ શંકા રાખવાથી સમગ્ર વ્યવહારનો ઉચ્છેદ થશે. કેમકે નિશ્ચયકારી જ્ઞાન વિના કોણ જાણે છે કે, આ ભોજન છે કે કીડા છે ? વસ્ત્રાદિકમાં માણિક્ય છે કે સર્પ છે ? એ રીતે અવ્યક્ત મતથી સર્વ સ્થાને શંકા જ રહેશે અને ભોજન–પાન આદિ કશું વાપરી શકાશે નહીં. એ જ રીતે જેમ તમે આષાઢ દેવે ધારણ કરેલું યતિનું રૂપ જોયું એવા બીજા કેટલા દેવોને યતિરૂપે જોયા છે કે, તમે સર્વત્ર શંકાશીલ થયા છો ? કોઈ વખત કંઈ અચ્છેરારૂપે કોઈ સ્થાને દેવાદિકને જોવા માત્રથી સર્વ સ્થાને શંકા રાખવી એ યોગ્ય નથી. તેથી વ્યવહારનયનો આશ્રય કરી તમારે પરસ્પર વંદન કરવા જોઈએ. છઘસ્થોની પ્રવૃત્તિમાં વ્યવહારપ્રધાન છે. વ્યવહારનો ઉચ્છેદ કરવાથી તીર્થના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ યુક્તિઓ વડે સ્થવિર સાધુઓએ તેમને સમજાવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org