________________
૨૩૨
કહે છે તે અર્થ ઇષ્ટ નથી.
તિષ્યગુપ્તે પ્રશ્ન કર્યો કે, આપ જે કહો છો તેનાથી તો આગમને જ બાધ આવે છે. કેમકે હમણાં જ આવેલા સૂત્ર આલાપકમાં એકબે વગેરે પ્રદેશમાં જીવનો નિષેધ કરીને છેલ્લા જ પ્રદેશમાં જીવપણું કહેલું છે. તો આપ જગત્ બંધુ જિનેશ્વરના કહેલા સૂત્રનો કેમ નિષેધ કરો છો ? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જો તું સૂત્રને પ્રમાણ માનતો હો તો સાંભળ, તેમાં જ કહ્યું છે કે, “પરિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય જીવમાં જ જીવની સંજ્ઞા છે. શ્રુતને પ્રમાણ માનનારાઓએ તો આમાં નવી કુયુક્તિઓ કરવી જ ન જોઈએ. સર્વે સમુદાયરૂપ જીવના પ્રદેશો જીવ છે. જેમ કોઈ વસ્ત્રપટ લેવામાં આવે તો તેમાં આવતા સમગ્ર તંતુના સમુદાયને જ પટ કહે છે પણ તેમાંના કોઈ એક તંતુને પટ કહેવાતો નથી કે તેના અંત્ય તંતુને પટ કહેવાતું નથી. કેમકે તેના સર્વ પ્રદેશોનું તુલ્યપણું હોય છે. એ જ રીતે જીવે અવગાહિત કોઈ એક પ્રદેશના આધારે તેને જીવ ન કહી શકાય પણ તેના એક એક પ્રદેશથી અવગાહિત સર્વે પ્રદેશના તુલ્યપણાથી સમગ્ર પ્રદેશે જીવની વક્તવ્યતા થઈ શકે. અંત્ય પ્રદેશ માફક શેષ પ્રદેશનું પણ આત્મોપકારિત્વ સિદ્ધ જ છે.
આ પ્રમાણે ઘણી યુક્તિ પ્રયુક્તિથી સમજાવવા છતાં તિષ્યગુપ્ત ન સમજ્યા. આ વિશેષ યુક્તિ-પ્રયુક્તિ વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવેલી છે, ઉત્તરાધ્યયન વૃત્તિમાં પણ તેનો ઉલ્લેખ છે.) ત્યારે ગુરુ ભગવંતે કાયોત્સર્ગ કર્યો - તિષ્યગુપ્તને ગચ્છ બહાર કર્યા. પછી તે તિષ્યગુપ્ત મુનિ આમલકલ્પા નામક નગરીમાં ગયા. તેણે અસદ્ભાવનાથી, મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને—અન્યને અને ઉભયને વ્યુાહિત કર્યાં. આમલકલ્પા નગરીએ જઈને ત્યાં આમ્રશાલ વનમાં રહ્યા. ત્યાં મિત્રશ્રી નામે એક શ્રમણોપાસક—શ્રાવક હતો. તે મિત્રશ્રી પ્રમુખ અન્ય પણ બીજા શ્રાવકો નીકળ્યા અને ઉદ્યાનમાં તિષ્યગુપ્ત સાધુની પાસે આવ્યા. મિત્રશ્રી પણ જાણતો હતો કે આ નિર્ણવ છે. તે જાણતો હતો કે હું પછીથી તેને સમજાવીશ. તો પણ તે માયાસ્થાનપૂર્વક ગયો અને ધર્મ શ્રવણ કર્યો. ત્યારે પણ મિત્રશ્રી શ્રાવકે તેનો વિરોધ ન કર્યો. મનમાં નિશ્ચય કર્યો કે, આમને હું પ્રતિબોધ કરીશ.
આગમ કથાનુયોગ-૨
એક વખત તેણે વિપુલ– સંખડી કરી અર્થાત્ મોટો જમણવાર કર્યો. તિષ્યગુપ્તને નિહ્નવ જાણી. તેને પ્રતિબોધ કરવા માટે નિમંત્રણ આપ્યું. “આજે આપ આહાર લેવા મારે ત્યાં જ પધારજો. તે નિયંત્રણ અંગીકાર કરીને મુનિ તિષ્યગુપ્ત મિત્રશ્રી શ્રાવકના ઘેર પધાર્યા. મિત્રશ્રીએ તેમને બહુમાનપૂર્વક આસન પર બેસાડ્યા. તેમની સન્મુખ ઘણાં ઉત્સાહ અને આડંબરથી ઉત્તમ પ્રકારના અનેક ભક્ષ્ય, ભોજ્ય, અન્નપાત્ર, વ્યંજન, વસ્ત્ર વગેરેનો સમૂહ ધર્યો. પછી તે સર્વેમાંથી છેલ્લો એક-એક અવયવ લઈને તેમના પાત્રમાં મૂક્યો. દાળ, કઢી, જળ વગેરેનું એક–એક બિંદુ જ આપ્યું. વજ્રમાંથી પણ એક છેલ્લો તંતુ કાઢીને આપ્યો. પછી તે શ્રાવકે તેને નમસ્કાર કરી પોતાના સર્વ બંધુઓને કહ્યું કે, તમે બધા આ સાધુને વંદના કરો. મેં આજે તેમને પ્રતિપૂર્ણ પડિલાભ્યા છે. હું આજે મારા આત્માને ધન્ય અને પુણ્યવાન્ માનું છું. કેમકે ગુરુ મારે ઘેર પધાર્યા છે.
ત્યારે તિષ્યગુપ્ત બોલ્યા કે, હે શ્રાવક ! આવો એકએક કણ આપીને તે આજે મારી હાંસી કરી છે, તે તેં યોગ્ય કર્યું નથી. ત્યારે મિત્રશ્રી શ્રાવકે કહ્યું, હે પૂજ્ય ! તમારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org