________________
નિલવ – જમાલિ કથા
૨૨૯
અવસ્થામાંથી નીકળીને વિચરણ કરે છે, તે પ્રકારે હું છદ્મસ્થ રહીને છપસ્થ અવસ્થાથી વિચરણ કરતો નથી. પરંતુ હું ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન–કેવળદર્શન ધારણ કરીને અ– જિન–કેવલી થઈને કેવલીવિહારથી વિચરણ કરી રહ્યો છું. –૦- જમાલિનું અજ્ઞાન :
ત્યારે ગૌતમસ્વામિએ જમાલિને આ પ્રમાણે કહ્યું, હે જમાલિ! કેવલીનું જ્ઞાન કે દર્શન, પર્વત-સ્તંભ કે સ્તૂપ આદિથી અવરુદ્ધ થતું નથી કે તેનાથી રોકાતું પણ નથી તો હે જમાલિ! જો તું ઉત્પન્ન કેવળજ્ઞાન દર્શનનો ધારક, અહં–જિન–કેવલી થઈને કેવલીરૂપે અપક્રમણ કરીને વિચરણ કરી રહ્યો છે તો આ બે પ્રશ્નોના ઉત્તર આપ :- ૧. લોક શાશ્વત છે કે અશાશ્વત ? ૨. જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? ગૌતમસ્વામીએ જ્યારે જમાલિને આ પ્રમાણે કહ્યું ત્યારે તે શંકિત, કાંક્ષિત યાવત્ કલુષિત પરિણામવાળો થયા. તે ગૌતમ સ્વામીને કંઈપણ ઉત્તર આપવામાં સમર્થ ન થયા. તે મૌન થઈને ચુપચાપ ઊભા રહ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, હે જમાલિ! મારા ઘણાં શ્રમણનિગ્રંથ અંતેવાસી છઘસ્થ છે, જે આ પ્રશ્નોના ઉત્તર દેવામાં એ જ પ્રમાણે સમર્થ છે, જે પ્રમાણે હું છું. તો પણ તેઓ આ પ્રકારની ભાષા બોલતા નથી. જમાલિ ! લોક શાશ્વત છે, કેમકે તે ક્યારેય ન હતો એવું નથી. ક્યારેય નહીં હોય એમ પણ નહીં, ક્યારેય નહીં રહેશે એવું પણ નથી. પરંતુ લોક હતો – છે અને રહેશે. આ લોક ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય અને અવસ્થિત છે. હે જમાલિ ! લોક અશાશ્વત પણ છે, કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી કાળ આવે છે. વળી ઉત્સર્પિણી કાળ પછી અવસર્પિણી કાળ આવે છે અર્થાત્ લોકના કાળ પર્યાય આદિ બદલાતા રહેતા હોવાથી પર્યાય અપેક્ષાએ તે અશાશ્વત છે. એ જ રીતે જીવ પણ શાશ્વત છે. કેમકે તે “ક્યારેય ન હતો–નથી કે નહીં રહે” તેમ નથી. જીવ હતો – છે અને રહેશે. વળી જીવ અશાશ્વત પણ છે કેમકે તે નૈરયિક થઈને તિર્યંચ પણ થાય છે, તિર્યંચ થઈને મનુષ્ય પણ થાય છે, મનુષ્ય થઈને દેવ પણ થાય છે અર્થાત્ દ્રવ્યરૂપે જીવ નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે.
શ્રમણ ભગવંત મહાવીરે જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું યાવત્ પ્રરૂપણા કરી તો પણ તેને આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન થઈ. શ્રમણ ભગવંત મહાવીરની એ વાત પર શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ ન કરતા જણાલિ અણગાર ભગવાન્ પાસેથી ચાલ્યા ગયા. આ પ્રમાણે ભગવંતથી અલગ વિચરણ કરીને જમાલિએ ઘણાં અસભૂત ભાવોને પ્રગટ કર્યા તથા મિથ્યાત્વ અભિનિવેશોથી પોતાના આત્મા તથા બીજાને અને ઉભયને ભ્રાંત કરતો અને મિથ્યાજ્ઞાનયુક્ત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે અર્ધમાસની સંખના દ્વારા પોતાના શરીરને કૃશ કરીને તથા અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ, કાળ કરીને લાંતકકલ્પ તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થયા. –૦– જમાલિની ગતિ :
જમાલિ અણગારને કાળધર્મ પ્રાપ્ત થયેલ જાણીને ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. વંદના–નમસ્કાર કરીને પૂછયું, હે ભગવન્! એ નિશ્ચિત છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org