________________
આગમ કથાનુયોગ-૨
અસંખ્યાતા હોય છે. માટી લાવવી, તેનું મર્દન કરવું, પિંડ બનાવવો, તેને ચક્ર પર ચડાવવો, દંડથી ચક્ર ભમાડવું, પહેલા પેટાળ બનાવવું પછી ઘડાની ગોળાઈ કરવી ઇત્યાદિ કાર્યો એ ઘડારૂપી સર્વ કાર્યના છે અને છેવટે દોરા વડે કાપીને ઘડાને ચક્રથી જુદો કર્યો ત્યારે જ તે ઘડારૂપી કાર્ય થયું એમ તમે માનો છો તે અયોગ્ય છે.
- કેમકે ઘડારૂપી કાર્ય કરતી વેળાએ દરેક સમયે અન્ય અન્ય કાર્યોનો આરંભ થાય છે અને તે કાર્યો નિષ્પન્ન થાય છે. કેમકે કાર્યના કારણોનો અને નિષ્પત્તિનો એક જ કાળ છે. કારણનો કાળ જુદો અને નિષ્પત્તિનો કાળ જુદો હોતો નથી. હવે જો તમારા મતે નૃત કર્યા પછી જ કરાયું ગણો તો દરેક સમયે “જે કરાયું તેને જ કર્યું' ગણતા માત્ર એક સમય—પ્રથમ સમય જ થશે. જો પ્રથમ સમય જ સ્વીકારશો તો કદાપિ કોઈ ક્રિયા પૂર્ણ થશે જ નહીં. કેમકે હંમેશા કરાતી ક્રિયાનો આદિ સમય રહેવાનો જ. તેથી તમારા મતે તો ઘડાની આદિની સર્વ ક્રિયા વિફળ જ ગણાશે અને ક્રિયા પૂર્ણ થયે જ કાર્ય થયેલું મનાશે. પણ વ્યવહારમાં તો ઘડો બનાવનાર જ્યારથી માટી લાવીને ક્રિયાનો આરંભ કરે છે, ત્યારથી જ હું ઘડો બનાવું છું તેવું કહે છે. તેથી વિમાળ ક્રિયા અપેક્ષાએ તો કરાતું કર્યું તેમ માનશો તો જ તે ક્રિયાનું સાફલ્ય થશે. જેમ વસ્ત્ર વણવાના આદ્ય સમયે પહેલા તંતુથી જ વસ્ર થઈ રહ્યું છે તેમ નહીં માનો તો અંત સમયે પણ વસ્ર કઈ રીતે નિષ્પન્ન થશે ? કેમકે વસ્ત્રના તંતુના આદ્ય સમયથી વસ્ત્ર થઈ રહ્યું છે તેમ માનશો તો જ વસ્ત્ર થશે. જો તેમ નહીં માનો તો વસ્ત્રના અંત સમયે કંઈ તે વસ્ત્ર ઘડારૂપ લેવાનું નથી.
વળી તમે સંથારો અડધો પથરાયેલો જોઈને સંથારો કર્યો જ નથી તેમ બોલ્યા તે પણ અયોગ્ય જ છે. કેમકે સંથારો અડધો પથરાયો તો પૂરો પથરાશે. તૃણ—ઘાસ વગેરે બિછાવવાની ક્રિયા જ શરૂ ન થઈ હોય (અથવા વર્તમાન પ્રણાલીને આશ્રિને સંથારીયુ પથરાયું જ ન હોય તો પછી પણ સંથારો ક્યાંથી થવાનો ?) જેટલા આકાશપ્રદેશમાં સંથારો પાથરવા માંડ્યો તેટલા આકાશપ્રદેશમાં તો પથરાઈ ગયો છે. માત્ર પાથરવાના બીજા તૃણ—ઘાસ (ઉત્તરપટ્ટાદિ) બાકી છે. પણ જેટલો સંથારો પથરાયો તે તો પથરાયો જ છે, તે કંઈ હવે પથરાવાનો નથી. ભગવંતના આ વચન ક્રિયાકાળની અપેક્ષાએ સમજવાના છે. તેથી જ ભગવંતે “ચલમાણે ચલિએ', ‘ઉદીરિજ્જુમાણે ઉદીŞ'' ઇત્યાદિ નવ વાક્યો (ભગવતીજી સૂત્ર-૯) જણાવેલા છે. આ જ વાત કર્મને આશ્રિને પણ સમજવાની છે. કર્મપુદ્ગલના અનંતસ્કંધાદિ પ્રતિસમયે ચલિત થાય છે. આ પ્રમાણે અનેક યુક્તિ-પ્રયુક્તિથી સમજાવવા છતાં જમાલિ સમજ્યો નહીં અને “નવોમત’” સ્થાપી નિહ્નવપણે વિચરવા લાગ્યો. (આ બધાં તર્ક–વિશેષાવશ્યક ભાષ્યમાં વિસ્તારથી આપેલા છે.)
૨૨૮
ત્યારપછી કોઈ કોઈ સમયે જમાલિ તે રોગાતંકથી મુક્ત થયા. નિરોગી અને બળવાન શરીરવાળા થયા. ત્યારે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનથી નીકળ્યા અને અનુક્રમે વિચરણ કરતા, ગ્રામાનુગ્રામ વિચરતા જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. તે ભગવંત મહાવીરથી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા સ્થાને ઊભા રહીને ભગવંતને આ પ્રમાણે કહેવા લાગ્યા જે પ્રકારે આપના ઘણાં શિષ્યો છદ્મસ્થ રહીને છદ્મસ્થ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org