________________
નિહ્નવ જમાલિ કથા
-
સંસ્તારક તૈયાર કરવા લાગ્યા. પરંતુ જમાલિ અણગાર પ્રબલતર વેદનાથી પીડિત હતા. તેથી તેમણે તેઓને બીજી વખત–રી શ્રમણ નિગ્રન્થોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે પૂછયું, હે દેવાનુપ્રિયો ! શું મારા સુવાને માટે સંસ્તારક બિછાવી દીધો કે બિછાવી રહ્યા છો ? તેના ઉત્તરમાં શ્રમણનિગ્રન્થોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપના સુવાને માટે સંથારો બિછાવાયો નથી, પણ બિછાવાઈ રહ્યો છે.
=0=
જમાલિનું નિહવપણું :
-
..
શ્રમણોની આ વાત સાંભળીને જમાલિ અણગારના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ - ઉત્પન્ન થયો કે, શ્રમણ ભગવંત મહાવીર જે આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, “ચલમાન ચલિત છે,” “ઉદીર્યમાણ ઉદીરિત છે.’ યાવત્ – નિર્જીર્યમાણ નિર્જીર્ણ છે. આ કથન મિથ્યા છે. કેમકે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે, જ્યાં સુધી શય્યા—સંસ્તારક બિછાવાઈ રહ્યો છે, ત્યાં સુધી તે બિછાવાયો નથી. અર્થાત્ કરાતુ કર્યું ન કહેવાય. તેથી ‘‘ચલમાણ’’ ચલિત નથી પણ ‘અચલિત’ છે અર્થાત્ ‘ચાલતુ' ચાલ્યુ ન કહેવાય. – યાવત્ – ‘નિર્જીર્યમાણ' નિર્જીણ નથી પણ અનિર્જીર્ણ છે. આ પ્રમાણે વિચારીને શ્રમણ નિગ્રન્થ—નિગ્રન્થીઓને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, ‘‘ચલમાન'' ચલિત છે – યાવત્ – ‘નિર્જીર્યમાણ' — નિર્જીય છે તે મિથ્યા છે પણ ‘ચલમાન' અચલિત છે યાવત્ નિર્જીર્યમાણ અનિર્જીણ છે.
-
――――
જમાલિ અણગાર દ્વારા આ પ્રમાણે કહેવા પર યાવત્ · પ્રરૂપણા કરવા પર કેટલાંક નિર્ગુન્થોએ આ વાતની શ્રદ્ધા—પ્રતીતિ અને રુચિ કરી અને કેટલાયે નિર્રન્થોએ આ વાતની શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ ન કરી. તેમાંથી જે શ્રમણ નિર્પ્રન્થોએ જમાલિની આ વાતની (નવા મતની) શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ કરી તેઓ જમાલિ અણગારનો આશ્રય કરીને વિચરવા લાગ્યા અને જે શ્રમણ નિર્રન્થોએ એ વાતની શ્રદ્ધા–પ્રતીતિ અને રુચિ ન કરી તેઓ જમાલિ અણગારની પાસેથી – કોષ્ઠક ઉદ્યાનથી નીકળી ગયા અને અનુક્રમથી વિચરણ કરતા અને ગ્રામાનુગ્રામ જતા ચંપાનગરીની બહાર જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, તેમની પાસે પહોંચ્યા. તેઓએ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત ભગવંતની જમણી બાજુથી પ્રદક્ષિણા કરી, પછી વંદન—નમસ્કાર કરીને તેઓ ભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા. પ્રિયદર્શના કે જે જમાલિની પત્ની હતી તેણી પણ જમાલિના અનુરાગથી તેના મતને જ સ્વીકારીને વિચરવા લાગી.
જમાલિના મત અનુસાર જે કોઈ વસ્તુ ‘વિમાળ’ એટલે કરાતી હોય તેને ‘તં’ કરેલી ન કહેવાય. પરંતુ જે કાર્ય પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય. જેમકે ઘડોવસ્ત્ર વગેરે કાર્ય ક્રિયાકાળના અંત ભાગે જ થયેલા દેખાય છે. પરંતુ ઘડાનો પેટાળ, ગોળાઈ આદિ કાળમાં ઘડો થયેલો દેખાતો નથી. આ વાત આબાલગોપાલ સર્વજનને પ્રત્યક્ષ સિદ્ધ છે. આવું વિચારી જમાલિ પોતાની કલ્પિત યુક્તિઓ વડે સર્વ સાધુઓને સમજાવવા લાગ્યો. ત્યારે સ્થવિરોએ તેમને કહ્યું, ઋિષમાળ તું આદિ ભગવાનના વાક્યો સત્ય જ છે. તેમાં કંઈ પણ વિરોધ નથી. કેમકે ઘડા વગેરેમાં અવાંતર કારણો અને કાર્યો
Jain Education International
૨૨૭
-
For Private & Personal Use Only
www.jainelibrary.org