SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નિલવ – જમાલિ કથા ૨૨૫ અંધકારરહિત અનુત્તર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો તથા જિનવર ઉપદિષ્ટ સરળ સિદ્ધિમાર્ગ પર ચલાવીને પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. પરીષહ સેનાને નષ્ટ કરો તથા ઇન્દ્રિયગ્રામના કંટકરૂપ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરો. તમારું ધર્માચરણ નિર્વિઘ્ન થાઓ. આ પ્રમાણે લોકો અભિનંદન અને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે (કોણિક કથા મુજબ) ક્ષત્રિયકુમારજમાલિ હજારો નયનાવલિઓ દ્વારા જોવાતા – યાવત્ – નીકળ્યા. પછી બ્રાહ્મણકુંડગ્રામનગરની બહાર બહુશાલ ઉદ્યાનની નજીક આવ્યા અને જેવા તેણે તીર્થકર ભગવંતના છત્ર આદિ અતિશયોને જોયા, ત્યાંજ હજાર પુરુષો દ્વારા ઉપાડાયેલી તે શિબિકાને રોકી અને સ્વયં તે સહસ્ત્રવાહિની શિબિકાથી નીચે ઉતર્યા. ક્ષત્રિયકુમાર જમાલિને આગળ કરીને તેના માતા-પિતા, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા અને ભગવંતની જમણી બાજુથી ત્રણ વખત પ્રદક્ષિણા આપી – યાવત્ – વંદના–નમસ્કાર કરીને કહ્યું, ભગવંત ! આ ક્ષત્રિયકુમાર જમાલ અમારો એકમાત્ર અને ઇષ્ટ, કાંત તથા પ્રિય પુત્ર છે – યાવત્ – (અમારા માટે) નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું ? જેમ કોઈ કમળ, પદ્મ કે – યાવત્ – સહસ્ત્રદલ કમળ કીચડમાં ઉત્પન્ન થઈને અને જળમાં સંવર્ધિત થવા છતાં પણ પંકરજથી લિપ્ત થતું નથી. જળકળથી લિપ્ત થતું નથી. એ પ્રમાણે ક્ષત્રિયકુમાર જમાલિ પણ કામમાં ઉત્પન્ન થયો, ભોગોમાં વૃદ્ધિ પામ્યો, પરંતુ તે કામમાં લેશમાત્ર પણ લિપ્ત થયો નહીં અને ભોગમાં પણ અંશમાત્ર લેપાયો નથી. તે મિત્ર, જ્ઞાતિ, નિજસંબંધિ, સ્વજનસંબંધિ અને પરિજનોમાં પણ લેપાયો નથી. હે દેવાનુપ્રિય! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે. જન્મમરણના ભયથી ભયભીત થયેલો છે. હવે તે આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને અગારવાસ છોડીને અનગાર ધર્મથી પ્રવજિત થવા ઇચ્છે છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને શિષ્યભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપ્રિય ! આ શિષ્યરૂપ ભિક્ષા સ્વીકાર કરો. –૦- જમાલિની દીક્ષા : ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે ક્ષત્રિયકુમાર જમાલિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! જેમ તને સુખ ઉપજે તેમ કર, પરંતુ વિલંબ ન કર. ભગવંતે આમ કહ્યું, ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિ હર્ષિત અને સંતુષ્ટ થયો. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી – યાવત્ – વંદન–નમસ્કાર કર્યા. ઇશાનખૂણામાં ગયો ત્યાં જઈને સ્વયં જ આભુષણ, માળા અને અલંકાર ઉતાર્યા. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિની માતાએ તે આભુષણ, માળા અને અલંકારોને હંસ સદશ ચિન્હવાળા એક પટશાટકમાં ગ્રહણ કર્યા અને પછી હાર, જળધારા ઇત્યાદિ સમાન – યાવતું – આંસુ વહાવતી પોતાના પુત્રને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! સંયમમાં પ્રવૃત્તિ કરજે. હે પુત્ર! સંયમમાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં. આ પ્રમાણે કહીને જમાલિના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ચાલ્યા ગયા. ત્યારપછી જમાલિકુમારે સ્વયં લોચ કર્યો. પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે Jain L a nternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy