SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નિલવ – જમાલિ કથા ૨૨ ૩ પાલન કરીને મને સૂચિત કરો. આ આદેશને સાંભળીને કૌટુંબિક પુરુષોએ એવા જ પ્રકારની શિબિકા તૈયાર કરી – યાવત્ – નિવેદન કર્યું. ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિ કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર વડે અલંકૃત થઈને તથા પ્રતિપૂર્ણ અલંકારોથી સુસજ્જિત થઈને સિંહાસનથી ઊભા થયા. તે દક્ષિણ તરફથી શિબિકા પર આરૂઢ થયા અને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ તરફ મુખ રાખીને બેઠા. પછી ક્ષત્રિયકુમાર જમાલિની માતા સ્નાનાદિ કરીને – યાવતુ – શરીરને અલંકૃત કરીને હંસચિત સદશ પટશાક લઈને દક્ષિણ તરફથી શિબિકા પર આરૂઢ થયા અને જમાલિકુમારની જમણી બાજુએ શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિની ધાવમાતાએ સ્નાનાદિ કર્યું – યાવત્ – શરીરને અલંકૃત કરીને રજોહરણ અને પાત્ર લઈને જમણી તરફથી શિબિકા પર ચયા અને ક્ષત્રિયકુમાર જમાલિની ડાબી બાજુના શ્રેષ્ઠ ભદ્રાસન પર બેઠા પછી ક્ષત્રિયકુમાર જમાલિના પાછળ ભાગમાં શૃંગારના ઘર સમાન, સુંદર વેશવાળી, સુંદર ગતિવાળી – યાવત્ – રૂ૫ અને યૌવનના વિલાસથી યુક્ત, સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, લાવણ્ય, રૂપ અને યૌવનના ગુણોથી યુક્ત એક ઉત્તમ તરુણી હિમ, રજત, કુમુદ, કુંદપુષ્પ અને ચંદ્રમા સમાન, કોરંટક પુષ્પની માળાથી યુક્ત, શ્વેત છત્ર હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી એવી ઊભી રહી. ત્યાર પછી જમાલિકુમારની બંને તરફ શૃંગારના ઘરની સમાન, સુંદર વેશવાળી – યાવત્ – ૩૫, યૌવનના વિલાસથી યુક્ત બે ઉત્તમ તરૂણીઓ હાથમાં ચામર લઈને લીલા સહિત ઢોળતી એવી ઊભી રહી. તે ચામર અનેક પ્રકારના મણીઓ, કનક, રત્નો તથા વિશુદ્ધ અને મહામૂલ્યવાનું તપનીય સુવર્ણથી નિર્મિત, ઉજ્વળ અને વિચિત્ર દંડવાળા હતા. શંખ, અંતરત્ન, કુંદપુષ્પ, ચંદ્ર, જળબિંદુ મથન કરાયેલા અમૃતના ફીણના પુંજ સમાન શ્વેત હતા. પછી ક્ષત્રિયકુમાર જમાલિના ઇશાનખૂણામાં શૃંગારના ગૃહ સમાન, ઉત્તમ વેશવાળી - યાવત્ – રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત એક શ્રેષ્ઠ તરુણી પવિત્ર જળથી પરિપૂર્ણ, ઉન્મત્ત હાથીના મોટા મુખના આકાર સમાન શ્વેત રજતનિર્મિત કળશને હાથમાં લઈને ઊભી રહી. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિના અગ્નિ ખૂણામાં શૃંગારગૃહ સમાન – યાવત્ – રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત એક શ્રેષ્ઠ યુવતી વિચિત્ર સ્વર્ણમય દંડવાળા એક તાડપત્રના પંખાને લઈને ઊભી રહી. ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પરષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી એક સરખા, સમાન ત્વચાવાળા, સમાન વયવાળા, સમાન લાવણ્ય, રૂપ અને યૌવન ગુણોથી યુક્ત, એક સમાન આભૂષણ, વસ્ત્ર અને પરીકર ધારણ કરેલ ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષ સ્વામીની આજ્ઞાનો – યાવત્ – સ્વીકાર કરીને જલ્દીથી એક સમાન, સમાન ત્વચાવાળા – યાવત્ – ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવી લાવ્યા. જમાલિ ક્ષત્રિયકુમારના પિતાની આજ્ઞાથી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ તે ૧૦૦૦ તરુણ સેવક હર્ષિત અને સંતુષ્ટ થઈને, સ્નાનાદિથી નિવૃત્ત થઈને, બલિકર્મ, કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને એકસમાન આભૂષણ અને વસ્ત્ર તથા વેશ ધારણ કરીને જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારના પિતા હતા, ત્યાં આવ્યા અને બે હાથ જોડીને – યાવત્ – તેઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy