________________
આગમ કથાનુયોગ-૨
લાખ સુવર્ણમુદ્રા કાઢી કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્રા લાવ્યા તથા વાણંદને બોલાવ્યો. પછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાની આજ્ઞાનુસાર બોલાવેલ વાણંદ ઘણો જ પ્રસન્ન અને સંતુષ્ટ થયો. તેણે સ્નાનાદિ કર્યા યાવત્ શરીરને અલંકૃત્ કર્યું, પછી જ્યાં ક્ષત્રિયકુમાર જમાલિના પિતા હતા ત્યાં આવ્યો અને તેમને જયવિજય શબ્દોથી વધાવ્યા પછી બોલ્યો કે, હે દેવાનુપ્રિય ! મારે કરવા યોગ્ય કાર્યની મને આજ્ઞા કરો.
૨૨૨
-
-
ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ તે વાણંદને કહ્યું, હે દેવાનુપ્રિય ! ક્ષત્રિયકુમાર જમાલિના નિષ્ક્રમણને યોગ્ય અગ્રકેશ ચાર અંકુલ છોડીને અત્યંત પ્રયત્નપૂર્વક કાપી નાંખો. ક્ષત્રિયકુમાર જમાલિના પિતા પાસેથી આદેશ પ્રાપ્ત કરીને તે વાણંદ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયો અને બે હાથ જોડીને – યાવત્ આ પ્રમાણે બોલ્યો, હે સ્વામી ! આપની આજ્ઞા પ્રમાણ. એ પ્રમાણે તેણે વિનયપૂર્વક તેમના વચનોનો સ્વીકાર કર્યો. પછી સુગંધિત ગંધોદકથી હાથપગ ધોયા. આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધ્યુ અને અત્યંત યત્નપૂર્વક ક્ષત્રિયકુમાર જમાલિના નિષ્ક્રમણ યોગ્ય અગ્રકેશને ચાર આંગળ છોડીને કાપ્યા—મુંડન કર્યું.
ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિની માતાએ સફેદ વર્ણની – હંસ સટશ ચિન્હવાળી વસ્ત્રની આદરમાં તે અગ્રકેશોને ગ્રહણ કર્યા. પછી તેને સુગંધિત ગંધોદક વડે ધોયા. પછી પ્રધાન અને શ્રેષ્ઠ ગંધ તથા માળા દ્વારા તેનું અર્ચન કર્યુ અને શુદ્ધ વસ્ત્રમાં તેને બાંધીને રત્ન કરંડકમાં રાખ્યા. ત્યાર પછી જમાલિકુમારની માતા હાર, જલધારા, સિંદુવારના પુષ્પો અને ટુટેલા મોતીઓની માળા સમાન પુત્રના દુઃસહ વિયોગના કારણે આંસુ વહાવતી આ પ્રમાણે બોલી, ‘“આ (વાળ) અમારે માટે ઘણી જ તિથીઓ, પર્વો, ઉત્સવો અને નાગાપૂજાદિ રૂપ યજ્ઞો તથા મહોત્સવાદરૂપ ક્ષણોમાં ક્ષત્રિયકુમાર જમાલિના અંતિમ દર્શનરૂપ થશે.'' એવું વિચારી તે (વાળ)ને પોતાના તકિયાની નીચે રાખી દીધા.
Jain Education International
--
ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિના માતા–પિતાએ બીજી વખત ઉત્તર દિશાભિમુખ સિંહાસન રખાવ્યુ અને ક્ષત્રિયકુમાર જમાલિને ચાંદી અને સોનાના કળશ વડે સ્નાન કરાવ્યું. પછી રૂંવાટીવાળા સુકોમળ ગંધકાષાયિત સુગંધિયુક્ત વસ્ર વડે તેના અંગને સ્વચ્છ કર્યું. ત્યાર પછી સરસ ગોશીર્ષ ચંદન વડે જમાલિના આખા અંગે લેપન કર્યું. ત્યાર પછી નાકના ઉચ્છવાસના વાયુથી પણ ઉડી જાય એવા બારીક, નેત્રોને આહ્લાદક લાગે તેવા, સુંદર વર્ણ અને કોમળ સ્પર્શ વડે યુક્ત, ઘોડાના મુખની લાળથી પણ અધિક કોમળ, શ્વેત અને સોનાના તારોથી જોડાયેલ, મહામૂલ્યવાન્ અને હંસના ચિહ્ન વડે યુક્ત પટશાટક પહેરાવ્યું. હાર અને અર્ધહાર પહેરાવ્યો યાવત્ – વિચિત્ર રત્નોથી જડિત મુગટ પહેરાવ્યો. ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ રૂપે તૈયાર કરાયેલ ચારે પ્રકારની માળાઓથી કલ્પવૃક્ષ સમાન તે જમાલિકુમારને અલંકૃત અને વિભૂષિત કર્યા.
-
ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી અનેક સેંકડો સ્તંભો વડે યુક્ત, લીલાપૂર્વક ઉભેલી પુતળી વાળી ઇત્યાદિ - યાવત્ – મણિરત્નોની ઘંટડીઓના સમૂહથી ચારે તરફથી પરિવૃત્ત, હજારો પુરુષો વડે ઉપાડી શકાય તેવી શિબિકા ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞાનું
-
For Private & Personal Use Only
www.jainelibrary.org