________________
૨૨૦
આગમ કથાનુયોગ-૨
આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રવજિત થવા ઇચ્છું છું.
ત્યાર પછી ક્ષત્રિયકુમાર જમાલિને તેના માતાપિતાએ કહ્યું, હે પુત્ર ! તારા દાદા, પરદાદા અને પિતાના પરદાદાથી પ્રાપ્ત આ ઘણું બધું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, ઉત્તમ વસ્ત્ર, વિપુલ ધન, કનક ચાવતું સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે. આ દ્રવ્ય એટલું છે કે, સાત પેઢી સુધી પ્રચુર દાન દેવામાં આવે, પુષ્કળ ભોગવવામાં આવે અને ઘણું બધું વહેંચી દેવામાં આવે તો પણ પર્યાપ્ત છે. તેથી હે પુત્ર ! મનુષ્યસંબંધિ આ વિપુલ ઝરદ્ધિ અને સત્કાર સમુદયનો અનુભવ કર. પછી આ કલ્યાણનો અનુભવ કરીને અને કુળવંશ તંતુની વૃદ્ધિ કરીને પછી – યાવત્ – તું પ્રવ્રજિત થશે. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ પોતાના માતાપિતાને કહ્યું, મારા દાદા, પરદાદા આદિથી પ્રાપ્ત દ્રવ્યના દાન–ભોગ આદિ પછી – યાવત્ પ્રવજ્યા ગ્રહણ કરવી, પરંતુ હે માતા–પિતા! આ હિરણ્ય, સુવર્ણ – યાવત્ – સારભૂત દ્રવ્ય અગ્નિસાધારણ, ચોર સાધારણ, રાજ સાધારણ અને મૃત્યુ સાધારણ તથા દાવાદ સાધારણ છે. તેમજ તે અગ્નિ સામાન્ય યાવત્ દાવાદ સામાન્ય છે. તે અધ્રુવ છે, અનિત્ય છે અને અશાશ્વત છે. તેને પહેલા કે પછી એક દિવસ અવશ્ય છોડવું પડશે. વળી કોણ જાણે છે કે, પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? ઇત્યાદિ પૂર્વવત્ – યાવત્ – તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને મારે પ્રવૃજિત થવાની ઇચ્છા છે.
જ્યારે ક્ષત્રિયકુમાર જમાલિને તેના માતાપિતા વિષયને અનુકૂળ ઘણી બધી યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞતિઓ દ્વારા કહેવા, બતાવવા, સમજાવવા આદિમાં સમર્થ ન થયા ત્યારે વિષયની પ્રતિકૂળ અને સંયમ પ્રત્યેના ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી ઉક્તિઓ વડે સમજાવતા કહ્યું, હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર યાવતુ સર્વદુઃખોનો અંત કરનાર છે. તેમાં તત્પર જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુ:ખોનો અંત કરે છે. પરંતુ આ નિગ્રંથ ધર્મ સર્પની જેમ એકાંતદૃષ્ટિ વાળો છે, છરો કે ખગ આદિ તીણ શાસ્ત્રની માફક એકાંત ધારવાળો છે. તે લોઢાના ચણા ચાવવા જેવો દુષ્કર છે, રેતીના કણની માફક સ્વાદરહિત છે. ગંગા આદિ મહાનદીના પ્રતિસ્ત્રોત ગમનની સમાન અથવા ભુજા વડે મહાસમુદ્ર તરવા સમાન પાલન કરવામાં ઘણો કઠિન છે. તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે. મહાશિલાને ઉપાડવા સમાન ગુરુતર ભાર ઉપાડવા જેવો છે તલવારની ધાર પર ચાલવા સમાન વ્રતનું આચરણ છે.
હે પુત્ર ! નિગ્રંથ શ્રમણોને માટે આ વાતો કલ્પનીય નથી. જેમકે, આધાકર્મિક, ઔદેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિક, ક્રીત, પ્રામિત્ય, અછેદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહત, કાંતારભક્ત, દુર્ભિક્ષ ભક્ત, ગ્લાન ભક્ત, વર્કલિકાભક્ત, પ્રાથૂર્ણકભક્ત, શય્યાતરપિંડ અને રાજપિંડ. એ જ પ્રમાણે મૂળ, કંદ, ફળ, બીજ અને હરિત ભોજન કરવાનું કે પીવાનું પણ તેઓને અકલ્પનીય છે. હે પુત્ર! તું સુખમાં ઉછરેલો છે, સુખ ભોગવવા યોગ્ય છે. દુઃખ સહન કરવા યોગ્ય નથી. તું શીત, ઉષ્ણ, ભુખ, તરસને તથા ચોર, વ્યાલ, ડાંસ, મચ્છરોના ઉપદ્રવને અને વાત, પિત્ત, કફ તથા સન્નિપાત સંબંધિ અનેક રોગોના આતંકને અને ઉદયમાં આવેલા પરીષહો તથા ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ નથી. હે પુત્ર ! અમે તો ક્ષણમાત્ર પણ તારો વિયોગ સહન કરવામાં સમર્થ નથી. તેથી તે પુત્ર ! જ્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org