________________
ગણધર પ્રભાસ કથા
૧૧. ગણધર પ્રભાસ કથા ઃ-૦- પરીચય :
ભગવંત મહાવીરના અગિયારમાં ગણધર પ્રભાસ થયા. તેઓ રાજગૃહીના બ્રાહ્મણ બલ અને અતિભદ્રાના પુત્ર હતા. પુષ્ય નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર કૌડિન્ય હતું. સાત હાથની કાયાવાળા તે ઉન્નત કુળ અને વિશાળ વંશમાં જન્મેલા. તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. મધ્યમપાપાનગરીમાં સોમીલ નામક ધનાઢ્ય બ્રાહ્મણ દ્વારા યોજિત શિષ્યો સહિત યજ્ઞમાં પધારેલા. પ્રભાસના મનમાં સંશય હતો કે, “મોક્ષ છે કે નહીં'' પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ‘ભયથી તે બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા.
૦ પ્રભાસનું આગમન અને ભગવંત દ્વારા તેનું સંશય નિવારણ :
ઇન્દ્રભૂતિ આદિ દશને દીક્ષિત થયા જાણી પ્રભાસ નામક અગિયારમાં પંડિતે વિચાર્યું કે, જેમના ઇન્દ્રભૂતિ વગેરે દશ પંડિતો શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ તેમની પાસે જઉ અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી પ્રભાસ પોતાના ૩૦૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ત્યાં ભગવંતને વંદના કરી. તેમની પžપાસના કરતા ઊભા રહ્યા. ત્યારે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે પ્રભાસ ! તને સંશય છે કે, “મોક્ષ છે કે નહીં ?'' તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે – નરામય્ય વા તત્સર્વં યગ્નિહોત્રમ્'' આ વેદપદોથી તું એવું માને છે કે મોક્ષ નથી.
ઉક્ત વેદપદોનો અર્થ તું એવો કરે છે કે, અગ્નિહોત્ર હોમ નરમર્ય એટલે યાવજ્જીવ કરવો. અગ્નિહોત્ર ક્રિયા કેટલાંકને વધનું કારણ અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી અગ્નિહોત્ર કરનારને સ્વર્ગ મળે છે પણ મોક્ષ મળતો નથી. જીવનપર્યંત આવી રીતે ફક્ત સ્વર્ગરૂપ ફળ આપનારી ક્રિયાને કરવાનું કહેલ હોવાથી મોક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાનો કોઈ કાળ રહ્યો નહીં. કેમકે જીવનપર્યંત અગ્નિહોત્ર કરે તો મોક્ષના હેતુભૂત ક્રિયા ક્યા કાળે કરી શકે ? જો મોક્ષ સાધક ક્રિયા માટે કોઈ કાળ જ ન રહે તો પછી મોક્ષ નથી તેવું જ માનવું પડે. વળી બીજા વેદપદની શ્રુતિ એવી છે કે, ત્રે બ્રહ્મળી વેવિતવ્ય પમ્ ઝપમાં ૬ । તંત્ર પર સત્યજ્ઞાનમ્, અનન્તાં વૃદ્ઘતિ । અર્થાત્ બ્રહ્મ બે જાણવાં. એક પર અને બીજું અપર. તેઓમાં પર એ સત્યજ્ઞાન છે અને અનંતર બ્રહ્મ મોક્ષ છે એ વેદપદોથી તથા સૈષા મુદ્દા પુરવા એટલે સંસારમાં આસક્ત પ્રાણીઓને આ મુક્તિરૂપી ગુફા દુરવગાહ અર્થાત્ પ્રવેશ માટે મુશ્કેલ છે. ઇત્યાદિ વેદપદોથી મોક્ષની વિદ્યમાનના જણાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ ભાસના વેદપદોથી તને સંશય થયો છે કે, “મોક્ષ છે કે નહીં ?''
૨૧૧
પરંતુ હે પ્રભાસ ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે ખરા મર્યાં વા યગ્નિહોત્રમ્ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તે પદોમાં વા શબ્દ પિ
પણના અર્થમાં છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org