________________
૨૧૨
આગમ કથાનુયોગ-૨
પદોનો અર્થ છે – જીવનપર્યત પણ અગ્નિહોત્ર હોમ કરવો અર્થાત્ સ્વર્ગના અર્થીએ આખી જીંદગી સુધી પણ અગ્નિહોત્ર કરવો અને જે કોઈ મોક્ષનો અર્થી હોય તેણે અગ્નિહોત્ર હોમ છોડીને મોક્ષસાધક ક્રિયા પણ કરવી. આ પ્રમાણે તે મોક્ષસાધક ક્રિયાનો કાળ પણ કહ્યો જ છે. માટે મોક્ષ છે. તથા સંસારનો અભાવ એ મોક્ષ છે. સંસાર એટલે તિર્યંચ, નારક, દેવ, મનુષ્ય રૂપ ચાર ગતિ. આત્મા આ ગતિથી જુદુ તત્ત્વ છે. જો સંસારનો અભાવ ગણો તો આત્માનો પણ અભાવ થઈ જાય. કેમકે આત્મા જ તે ચાર ગતિમાં ભ્રમણ કરે છે. સંસારથી નિવૃત્ત થાય ત્યારે આત્માનો મોક્ષ થાય છે અર્થાત્ શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થવાથી અને આત્મા થકી સમગ્ર કર્મોનો ક્ષય થાય તે જ મોક્ષ છે. પ્રાણીઓને જેમ કર્મનો બંધ થાય છે. તેમ કર્મથી નિવૃત્તિ પણ થાય છે. જો કર્મનો બંધ ન થાય તો શુભકર્મ થકી સ્વર્ગ પણ પ્રાપ્ત ન થાય. જેમ બંધ થાય તેમ કર્મથી મોક્ષ પણ થાય જ તે યુક્તિ સંગત છે. ૦ સંશય નષ્ટ થતા પ્રભાસની દીક્ષા :
જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર ભગવંત મહાવીરના વચનોથી પ્રભાસનો સંશય દૂર થયો. તેને પ્રતીતિ થઈ કે “મોક્ષ છે” તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય અને અગિયારમાં ગણધર થયા. ત્યાં પછી ભગવંત પાસેથી ઉપૂ ડું વ, વિકારે ૩ વા, ઘુવે ટુ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને તેમણે દ્વાદશાંગી ગણીપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે પ્રભાસ ગણધરના મસ્તક પર દિવ્ય વાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્નિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ પ્રભાસને કેવળજ્ઞાન અને નિર્વાણ :
પ્રભાસ ૧૬ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. ત્યાર પછી તેમણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. આઠ વર્ષ તેમનો છદ્મસ્થપર્યાય રહ્યો ત્યાર પછી ચોવીસમે વર્ષે તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ૧૬ વર્ષ તેઓનો કેવલી પર્યાય રહ્યો અને ૪૦ વર્ષનું પૂર્ણાયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં તેમણે એક માસનું અનશન કર્યું. ગણધર પ્રભાસ અને ગણધર મેતાર્યની સમાન વાચના હોવાથી તેઓ બંનેનો ગણ એક જ હતો. તેઓ દ્વાદશાંગી–ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન હતા. વજઋષભનારાસંઘયણથી યુક્ત અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હતા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરની હયાતીમાં થયેલું. નિર્વાણ પૂર્વે ગણનો ત્યાગ કર્યો હોવાથી તેઓ શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામ્યા.
૦ આગમ સંદર્ભ :સમ. ૧૯;
આવ.નિ. ૧૯૨, ૫૯૪ થી ૫૯૬, ૬૩૮ થી ૬૪૧, ૬૪૫ થી ૬૪૯, ૬૫૧ થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯;
નંદી. ૨૧; કલ્પ સ્થ. ૮/ર થી ૪;
કલ્પ–૧ર૧ની વ. – – – મુનિ દીપરત્નસાગર સંકલિત–અનુવાદિત ગણધરકથા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org