SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦. આગમ કથાનુયોગ-૨ વિજ્ઞાનધન એ વેદવાક્યોનો અર્થ તું સમજવો નથી. વિજ્ઞાન એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા. આ પૃથ્વી વગેરે ભૂતો થકી અથવા ઘડો–વસ્ત્ર વગેરે વિકારો થકી, “આ પૃથ્વી છે,” આ ઘડો છે, આ વસ્ત્ર છે” વગેરે પ્રકારે તેને ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને તે ઘડો–વસ્ત્ર વગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થોના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્ય સ્વરૂપે રહે છે. તે પ્રેત્યHISતિ આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ વેદપદો ઘડો–વસ્ત્ર આદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવે છે. પણ તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી. ચૈતન્ય એ ભૂતોનો નહીં પણ આત્માનો ધર્મ છે. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે. તેથી આત્મા પરલોકમાં જાય છે અને પરલોકથી આવે છે. આત્માને પોતાના કર્મ અનુસાર ગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્યાદિ પર્યાયથી નિવૃત્ત થઈને દેવ આદિ પર્યાયની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ. ૦ સંશય નષ્ટ થતા મેતાર્યની દીક્ષા : જન્મ જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી મેતાર્યના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “પરલોક છે તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંત મહાવીરના દશમાં ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂન્ને રૂ વા, વિનાને રૂ વા, ઘુવે રૂ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી ગણીપિટકની રચના કરી – યાવતુ – ભગવંતે મેતાર્ય ગણધરના મસ્તક પર દિવ્ય વાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સર્વકથન અગ્નિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ મેતાર્યને કેવળજ્ઞાન અને નિર્વાણ : મેતાર્ય ૩૬ વર્ષ ગૃહસ્થપણામાં રહ્યા, પછી ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છઘસ્થાવસ્થામાં રહ્યા. ૪૬માં વર્ષે તેને કેવળજ્ઞાન થયું. ૧૬ વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા. ૬૨ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં એક માસનું અનશન કર્યું. ગણધર મેતાર્ય અને ગણધર પ્રભાસ બંનેની સમાન વાચના હોવાથી તેમનો ગણ એક જ હતો. દ્વાદશાંગીના ધારક, સર્વલબ્ધિ સંપન્ન, વજઋષભ નારાય સંઘયણ તથા સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત એવા આ ગણધરનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયેલું. તેઓ પોતાના ગણનો ત્યાગ કરીને શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામેલા. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯; આવ.નિ ૫૯૨, ૫૯૪ થી ૫૭, ૬૩૪ થી ૬૩૭, | -૬૪૩ થી ૬૪૯, ૫૧ થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯ નંદી. ૨૧; કલ્પ સ્થ. ૮ર થી ૪; કલ્પ ૧૨૧ની વૃ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy