________________
૨૦૮
આગમ કથાનુયોગ-૨
છે. તેથી કંઈ વિષ્ણુ સિવાયની બીજી વસ્તુનો અભાવ છે તેવું પ્રતિપાદિત થતું નથી. તેમ જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે. એ વેદપદોમાં આત્માનો મહિમા જણાવ્યો છે.
તેથી આત્મા સિવાય “પુણ્ય–પાપ નથી' એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણી જે સુખ–દુઃખ અનુભવે છે તેનું કાંઈ પણ કારણ અવશ્ય હોવું જ જોઈએ. જેમકે સ્વર્ગથી ઍવીને તે મનુષ્ય-તિર્યંચાદિ ગતિ પામે છે કે મનુષ્ય દેવ–નારકાદિ ગતિ પામે છે. તે પુણ્ય–પાપનો ફળ વિપાક જ છે. જેમ અતિ પથ્ય આહારના સેવનથી ઉત્કૃષ્ટ આરોગ્ય સુખ પામે છે અને તેવા આહારના અભાવે આરોગ્ય સુખની હાનિ પણ થાય છે. સર્વાહારનો ત્યાગથી અપવર્ગ પણ પ્રાપ્ત થાય છે. એકાન્ત સંસારી જીવોને સુખ કે દુઃખ જ હોતા નથી. સર્વે પ્રાણીના સુખ કે દુઃખ પુણ્ય–પાપના કારણે જ હોય છે. શુભાશુભ કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદારણાદિ કારણે જીવોને પુણ્ય-પાપના ફળ મળતા પ્રત્યક્ષ દેખાય છે. તેથી પુણ્ય–પાપ છે જ. ૦ સંશયન થતા અચલભ્રાતાની દીક્ષા :
જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી અલભ્રાતાના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “પુણ્ય-પાપ છે" તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય અને નવમાં ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂત્રે ૩ વા, વિરે વા, યુવે રૂ વા એ ત્રિપદી માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી ગણીપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે અલભ્રાતા ગણધરના મસ્તક પર દિવ્ય વાસવર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્રિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ અચલભ્રાતાને કેવળજ્ઞાન અને નિર્વાણ :
- અલભ્રાતા કે જેને અચલ નામે પણ ઓળખવામાં આવે છે. તે ૪૬ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. પછી ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી ૧૨ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ૫૮મે વર્ષે તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૪ વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા. એ રીતે કુલ ૨૬ વર્ષનો તેમને શ્રમણપર્યાય હતો. ૭૨ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં તેમણે એક માસનું અનશન કર્યું. ગણધર અચલભ્રાતા અને ગણધર અકંપિત બંનેની સમાન વાચના હોવાથી તે બંનેનો ગણ એક જ હતો. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના ધારક, સર્વલબ્ધિ સંપન્ન વજ8ષભનારાચ સંઘયણ તથા સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત એવા આ ગણધરનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયેલું. તેઓ પોતાના ગણનો ત્યાગ કરીને, શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામેલા.
૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૫૦;
સમ ૧૫૦–વૃ. આવ.નિ. પ૯ર, પ૯૪ થી પ૯૭, ૬૩૦ થી ૬૩૩, ૬૪૩ થી ૬૫૦, ૫ર થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯; નંદી. ૨૧; કલ્પ.૭ ૮/ર થી ૪;
કલ્પ. ૧૨૧ ની વ્ર –– X – –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org