________________
૨૦૬
આગમ કથાનુયોગ-૨
પરલોકમાં નરકોને વિશે નારકીઓ નથી. અર્થાત્ પરલોકમાં નારકીઓ મેરૂ વગેરેની જેમ શાશ્વતા નથી. પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે, તે મરીને પરભવમાં નારકી થાય છે. એ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે. પણ એ વેદપદો "નારકી નથી' એમ જણાવતા નથી. બીજું નારકીઓ કર્મ પરતંત્રતાને લીધે અહીં આવી શકતા નથી. અહીંથી
ત્યાં જઈ શકાતું નથી. મનુષ્યાદિને ત્યાં જવું અશક્ય છે જ પણ સાયિક જ્ઞાનવાળા તો તે નારકીઓને પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ જુએ છે. છબસ્થોને અનુમાન પ્રમાણથી નારકીની પ્રતીતિ થઈ શકે છે. તે આ પ્રમાણે – જેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્પન્ન થઈને ભોગવે છે, તેમ ઉત્કૃષ્ટ પાપ કરનાર પ્રાણીને તે ઉત્કૃષ્ટ પાપનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે છે અને તે તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવારૂપ ફળને પ્રાણીઓ નારકીપણે ઉત્પન્ન થઈને ભોગવે છે. કદાચ તું એવું માને કે, ઉત્કૃષ્ટ પાપનું ફળ તિર્યંચ કે મનુષ્યભવમાં પણ ભોગવી શકાય, કેમકે ઘણાં તિર્યંચોને અને મનુષ્યોને અતિશય દુઃખી જોઈએ છીએ, તો તે માન્યતા પણ યોગ્ય નથી, કેમકે તિર્યંચ અને મનુષ્યભવમાં તીવ્ર અને નિરંતર દુઃખ હોતું નથી. દુઃખ વધારે હોય તો પણ થોડું સુખ પણ હોય છે. પરંતુ જેવું તીવ્ર અને નિરંતર દુઃખ નારકી ભોગવે છે, તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્યો ભોગવતા નથી. ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવવા માટે તો નારકીમાં જ જવું પડે. માટે “નારકી છે.” ૦ સંશય નષ્ટ થતા અકંપિતની દીક્ષા :
જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી અકંપિતના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “નારકી છે તેથી તેણે પોતાના ૩૦૦ શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી, તેઓ ભગવંત મહાવીરના શિષ્ય અને આઠમા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂ વા, વિરામે રૂ વા, ઘુવ ૩ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી—ગણિપીટકની રચના કરી – યાવતું – અકૅપિત ગણધરના મસ્તક પર દિવ્ય વાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્નિભૂતિ ગણધર પ્રમાણે જાણવું. ૦ અકંપિતને કેવળજ્ઞાન અને નિર્વાણ :
અકંપિત ૪૮ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. પછી ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. નવ વર્ષ સુધી છ સ્થાવસ્થામાં રહ્યા. ૨૧ વર્ષ તેમનો કેવલી પર્યાય રહ્યો. એ રીતે ૩૦ વર્ષની દીક્ષા પર્યાય પાળ્યો અને ૭૮ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. છેલ્લે રાજગૃહીમાં તેમણે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ અને અલભ્રાતા ગણધર બંનેની વાચના એક સાથે ચાલતી હોવાથી તેમનો બંનેનો ગણ એક જ હતો. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના ધારક, સર્વલબ્ધિસંપન્ન, વજઋષભનારાચ સંઘયણ તથા સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત એવા આ ગણધરનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયું. તેઓ ગણ વ્યુત્સર્ગ કરીને અંતે શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામ્યા.
૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૫૭;
આવનિ પ૯૨, ૫૯૪ થી ૧૯૭, ૬૨૬ થી ૬૨૯, ૬૪૩ થી ૫૦, ૬૫ર થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯;
નંદી. ૨૧; કલ્પ.સ્થ. ૮/ર થી ૪;
કલ્પ. ૧ર૧ ની વૃ. — x – ૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org