________________
૨૦૨
આગમ કથાનુયોગ-૨
મહાવીરની પર્યપાસના કરતા આ પ્રમાણે પૂછયું, મંડિતપુત્રએ ભગવંતને ક્રિયા અને તેના ભેદ વિશે, ક્રિયા અને વેદનાના સંબંધ વિશે, શ્રમણોને ક્રિયા લાગવાનું કારણ, જીવને થતા કંપન આદિ, જીવની અંતક્રિયા વિશે, પ્રમત્તસંયમ કાળ અને અપ્રમત્ત સંયમ કાળ ઇત્યાદિ પ્રશ્નો પૂછેલા અને ભગવંત મહાવીરે તેમને સમાધાન આપ્યા હતા. ૦ મંડિતપુત્રને કેવળજ્ઞાન અને નિર્વાણ :
મંડિતપુત્ર ૫૩ વર્ષ સુધી ગૃહસ્થપણામાં રહ્યા. ત્યાર પછી તેમણે દીક્ષા લીધી. ૧૪ વર્ષ તેઓ છઘસ્થરૂપે રહ્યા પછી એટલે કે ૬૭ વર્ષે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૬ વર્ષનો કેવલી પર્યાય પાળ્યો. એ રીતે ૩૦ વર્ષનું શ્રમણપણું પાલન કર્યું. ૮૩ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. તેમણે રાજગૃહીમાં છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકારેલું. ત્યાર પછી નિર્વાણ પામ્યા, ગણધર મંડિત પુત્ર ૩૫૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી—ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજઋષભનારાય સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે થયેલ હતું. મંડિતપુત્ર ગણધર શિષ્યસંતતિ રહિત નિર્વાણ પામ્યા. કેમકે તેઓએ કાળધર્મ પૂર્વે જ પોતાના ગણનો ત્યાગ કરીને ગણધર સુધર્માસ્વામીને સોંપી દીધેલ હતો.
૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૯૯, ૧૬૨; ભગ. ૧૭૮ થી ૧૮૨; આવ. ચૂ.૧–પૃ. ૩૩૭ થી ૩૩૯; આવ.નિ. પ૯ર, પ૯૪ થી ૫૭, ૬૧૮ થી ૬૨૧, ૬૪૪, ૬૪૬ થી ૬૫૦, ૬૫ર થી ૬૫૫, ૬૫૭ થી ૬૫૯;
નંદી. ૨૧, કલ્પ સ્થ. ૮/૨ થી ૪;
કલ્પ. ૧૨૧ ની વ:
– X - X — ૭. ગણધર મૌર્યપુત્ર કથા – –૦- પરીચય :
ભગવંતના સાતમાં ગણધર મૌર્યપુત્ર થયા. તેમનો જન્મ મૌર્ય સંનિવેશમાં થયો. તેમના માતા-પિતાનું નામ વિજયદેવા અને મૌર્ય હતું. ગણધર મંડિત (મંડિતપુત્ર) તેમના ભાઈ હતા. રોહિણી નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર કાશ્યપ હતું. (અહીં મૌર્ય અને મંડિત બંનેને માતાને આશ્રિને ભાઈ કહ્યા છે. કેમકે ઘનદેવના મૃત્યુ બાદ વિજયદેવાના લગ્ન મૌર્ય સાથે થયા. તે દેશમાં એવો રીવાજ હતો કે સ્ત્રીના બીજા લગ્ન થાય તેથી બંનેના પિતા અને ગોત્ર જુદા હતા. તે વાતમાં વિરોધ ન જાણવો) તેઓ બ્રાહ્મણકુળમાં જન્મેલા. તેમના કાયા સાત હાથની હતી. ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નતકુળ અને વિશાળ વંશવાળા હતા, તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમિલ નામના ધનાય બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પધારેલા. મૌર્યપુત્રના મનમાં સંશય હતો કે, “દેવો. છે કે નહીં” પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી અન્ય વિદ્વાનું બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ મૌર્યપુત્રનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org