________________
ગણધર – વાયુભૂતિ કથા
૧૯૩
ઉત્પન્ન થઈને પાછો તે ભૂતોમાં જ લય પામે છે. તેથી શરીર અને આત્માની ભિન્ન સંજ્ઞા નથી. એટલે કે શરીરરૂપે પરિણમેલ પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભૂતો જ છે. પણ જીવને શરીરથી પૃથક્ માનનારા જે વિજ્ઞાનનો આધાર જીવ નામનો પદાર્થ શરીરથી પૃથક માને છે તે જીવ નામનો પદાર્થ શરીરથી પૃથક્ નથી.
જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે, તે વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચૈતન્યનો આધાર શરીર છે, તેથી લોકો જે જીવ શબ્દથી બોલે છે, તે જીવ શરીર જ છે. શરીરથી ભિન્ન જીવ નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે, “ શ્રેત્યસંજ્ઞાઈતિ” એટલે શરીર અને જીવની પૃથક્ સંજ્ઞા નથી. પણ શરીર એ જ જીવ છે. પરંતુ “ભૂતોના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે' એમ જણાવનારા બીજા વેદ પદોને જોઈને તને સંશય થયો છે કે, “શરીર એ જ આત્મા છે કે, શરીરથી ભિન્ન આત્મા છે?”
- “સત્યેન નગતિપરના હેવ દ્રઢ નિત્યં જાતિય દિ શુદ્ધ'' અર્થાત્ હંમેશા જ્યોતિર્મય અને શુદ્ધ એવો આ આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે. જે આત્માને ધીર ને સંયમી આત્માએ જુએ છે. આ વેદપદોથી જણાય છે કે, શરીરથી જીવ જુદો છે. પરંતુ તે વાયુભૂતિ ! તારો આ સંશય અયુકત છે. કેમકે તું વેદપદોના અર્થને બરાબર સમજ્યો નથી. તું વેદપદોના અર્થને બરાબર સમજ. તે આ પ્રમાણે છે –
- જે વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ જ્ઞાનદર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તે વિજ્ઞાનના સમુદાયરૂપ આત્મા જાણવા યોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભૂતો થકી અથવા ઘડો–વસ્ત્ર આદિ ભૂતોના વિકારો થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે.” ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને તે પૃથ્વી–ઘડો આદિના જાણપણાનો અભાવ થયા પછી જ આત્મા (જીવ) તેના ઉપયોગરૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્યરૂપે રહે છે. આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાનદર્શનના ઉપયોગરૂપ અનંતાપર્યાયો રહેલા છે. તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે એટલે વિજ્ઞાનમય છે. જ્યારે આત્માનો પૂર્વ પદાર્થનો ઉપયોગ નષ્ટ થાય ત્યારે અને બીજા પદાર્થમાં ઉપયોગરૂપે પ્રવર્તે ત્યારે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ રીતે સ્પષ્ટ સમજાય છે કે, શરીરથી જીવ ભિન્ન છે. ઇત્યાદિ પૂર્વવતું. ૦ સંશય નષ્ટ થતા વાયુભૂતિની દીક્ષા :
આ પ્રમાણે જન્મ, જરા, મૃત્યુથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર મહાવીરે વાયુભૂતિના સંશયનું નિવારણ કર્યું ત્યારે વાયુભૂતિનો “શરીર એ જ જીવ કે શરીરથી ભિન્ન જીવ" એ સંશય નષ્ટ થયો. “શરીર અને જીવ પૃથક્ છે" એવો નિર્ણય થતા વાયુભૂતિ ગૌતમે
Jain bateation International
For Private & Personal Use Only
www.jainelibrary.org