________________
ગણધર – ગૌતમ કથા
૧૮૫
ગૌતમસ્વામીના પિંડ, આહાર સંબંધિ સંવાદ પછી તે પ્રત્યેકબદ્ધ થયા. જુઓ “ઇન્દ્રનાગ”.
- કપિલબટુક :- ગૌતમસ્વામીનો જીવ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના રથનો સારથી હતો. ત્રિપૃષ્ઠએ સિંહને મારી નાંખ્યો. કાળક્રમે તે કપિલબટુક થયો, ત્યારે ગૌતમ સ્વામી તેને શિષ્ય બનાવીને ભગવંત મહાવીર પાસે લાવેલા. કથા જુઓ “કપિલબટુક".
– મહાશતક :- ભગવંત મહાવીરના કહેવાથી ગૌતમસ્વામી મહાશતક શ્રાવકને ત્યાં ગયેલા. મહાશતકે તેની પત્ની રેવતીને કહેલ સત્ય પણ અનિષ્ટવચન માટે ક્ષમાયાચના કરવા સમજાવેલું.
– મૃગાપુત્ર :- મૃગારાણીનો અત્યંત કરુણાજનક સ્થિતિમાં જીવતો પત્ર જેને જોવા ગૌતમસ્વામી તેના મહેલે ગયેલા. કથા જુઓ “મૃગાપુત્ર".
– આ સિવાય પણ જમાલિ, શાલ, મહાશાલ, ગાગલિ, પીઠર, યશોમતી, ૧૫૦૦ તાપસ ઇત્યાદિ અનેક પાત્રો, ગૌતમસ્વામીથી પ્રતિબોધિત થઈ કેવલી થયા. ૦ ગણધર ગૌતમને કેવળજ્ઞાન :
જે રાત્રિને વિશે શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુ:ખથી મુક્ત થયા, તે રાત્રિમાં ભગવંતના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ઇન્દ્રભૂતિ અનગારને જ્ઞાતવંશીય ભગવંત મહાવીર પ્રભુ વિશે જે પ્રેમબંધન હતું, તે પ્રેમબંધન નષ્ટ થતા અનંતવસ્તુના વિષયવાળું, અવિનાશી, અનુપમ – યાવત્ – કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયું. ગૌતમસ્વામીના કેવળજ્ઞાનની ઘટના આ પ્રમાણે છે
- એક વખત ભગવંત મહાવીરે શાલ, મહાશાલ, મુનિ સહિત ગૌતમસ્વામીને રાજગૃહીથી ચંપાપુરીમાં ગાંગલિ રાજાને પ્રતિબોધવા મોકલ્યા. ગાંગલિ રાજા માતાપિતા સહિત તેમના વંશનાર્થે આવ્યા. ત્યારે ગૌતમસ્વામીએ વૈરાગ્ય ગર્ભિત દેશના આપી, ગાંગલિએ યશોમતિ અને પિઠર (માતા–પિતા) સહિત દીક્ષા લીધી. તે સમયે ગૌતમ સ્વામીએ સંયમ જીવન સંબંધિ શિક્ષા આપતા તેઓ માર્ગમાં શુભધ્યાને આરૂઢ થયા તે સર્વેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે મહાવીરસ્વામી પાસે પહોંચ્યા ત્યારે ગૌતમસ્વામીએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન–નમસ્કાર કર્યા, પોતાની સાથે રહેલ તે પાંચને પણ તેમ કરવા કહ્યું, ત્યારે ભગવંતે કહ્યું, હે ગૌતમ ! તમે કેવળીની આશાતના ન કરો. તે જાણી ગૌતમસ્વામી ખેદ કરવા લાગ્યા કે, જેને હું દીક્ષા–શિક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થાય તો મને કેમ થતું નથી ?
ત્યારે ભગવંતે તેને આશ્વાસન આપતા કહ્યું કે, હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે – લાંબા કાળથી જોડાયેલો છે, હે ગૌતમ ! તું મારો ચિર સંસ્તુત છે, ઘણા કાળથી મારી પ્રશંસા કરતો અનુરાગી છે. તું મારો ચિર પરિચિત છે. હે ગૌતમ ! તું મારી સાથે ચિરસેવિત અથવા દીર્ધકાળની પ્રીતિથી જોડાયેલો છે. ચિરકાળથી તું મારો અનુગામી છે. મારી સાથે ચિરાનુવૃત્તિ છે. આ પૂર્વેના ભવોમાં પણ તને મારી સાથે સ્નેહ સંબંધ હતો, વધારે શું કહું ? આ ભવમાં મૃત્યુ પછી, આ શરીર છૂટી જશે ત્યારે, આ મનુષ્યભવનો ત્યાગ કર્યા પછી પણ આપણે બંને તુલ્ય અને એકાર્ય તથા વિશેષતારહિત અને કોઈપણ પ્રકારના ભેદભાવરહિત થઈ જઈશું અર્થાત્ મોલમાં સિદ્ધશિલા પર સિદ્ધ સ્વરૂપે એકીભાવ થઈ જઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org