SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૨ હોય તો હું આજ છટ્ઠના પારણા નિમિત્તે... નગરમાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ આદિ કુળોમાં ગૃહસમાદાની ભિક્ષાચર્યા માટે ભિક્ષાચર્યાની વિધિ અનુસાર જવાની ઇચ્છા રાખું છું. ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવંત ગૌતમસ્વામીએ પ્રસ્થાન કર્યું. શીઘ્રતા રહિતપણે, સ્થિરતાપૂર્વક, આકુળતારહિત, યુગપરિમાણ માર્ગનું પરિલોકન કરતા કરતા અર્થાત્ ઇર્યાસમિતિપૂર્વક આગળ—આગળના ગમન માર્ગનું શોધન કરવાપૂર્વક – ચાલતા ચાલતા... નગરમાં આવ્યા. આવીને ત્યાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળોમાં સમાદાની ભિક્ષા હેતુ ભ્રમણ કરવા લાગ્યા. ૧૮૪ ભિક્ષાવિધિપૂર્વક આવશ્યકતા અનુસાર ભિક્ષા લઈને નીકળ્યા. અત્વરિત ગતિથી યાવત્ -- ઇર્યા—શોધન કરતા... આવ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. ગમનાગમન સંબંધિ પ્રતિક્રમણ કર્યું, એષણા દોષોની આલોચના કરી, ભગવંતને આહાર—પાણી દેખાડ્યા. ભગવંતને વંદનનમસ્કાર કરીને તે બધી જ વાતોનું નિવેદન કર્યું કે, જે ભગવંતની આજ્ઞા લઈને ભિક્ષા માટે ગયા પછી બનેલ હતી. ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરીને મૂર્છારહિત, વૃદ્ધિરહિત, પ્રતિબંધરહિત, આસક્તિ રહિત બિલમાં પ્રવેશ કરતા સર્પની જેમ આહાર ફરતા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. - ૦ ઇન્દ્રભૂત્તિ ગૌતમ અને અન્ય પાત્રો :– – કેશી સ્વામી :– ગૌતમસ્વામીને ભ૰પાર્શ્વનાથની શાખાના એક વિદ્વાન્ સાધુ ભગવંત કેશીસ્વામી સાથે ચતુર્યામ ધર્મ, વસ્ત્ર વર્ણભેદ, બંધન ઇત્યાદિ વિષયમાં અનેક પ્રશ્નોત્તર થયેલા. અંતે કેશીસ્વામીએ ગૌતમ સ્વામીના ઉત્તરોથી સંતુષ્ટ થઈને પંચમહાવ્રત ધર્મ સ્વીકાર્યો – જુઓ કથાનક ‘સિ’. ઉદક પેઢાલપુત્ર :– ભગવંત પાર્શ્વના શાસનના એક સાધુ, જેની સાથે ગૌતમ સ્વામીને પચ્ચક્ખાણના વિષયમાં વિસ્તૃત સંવાદ થયેલો, પછી ઉદકપેઢાલપુત્ર ભગવંત મહાવીરનો માર્ગ સ્વીકાર્યો. જુઓ કથાનક ‘ઉદક પેઢાલપુત્ર''. - કાલોદાયી આદિ અન્યતીર્થિક :- ગૌતમ સ્વામીને તેમની સાથે અસ્તિકાય આદિ સંબંધે ચર્ચા થયેલી. કથા જુઓ ‘કાલોદાઈ' -સ્કંદક પરિવ્રાજક :– ગૌતમ સ્વામીનું સ્કંદક પરિવ્રાજક આવ્યા ત્યારનું અત્યંત વિનયી વર્તન અને સ્વાગત. કથા જુઓ ‘સ્કંદક’. – આનંદ શ્રાવક :– ગૌતમસ્વામીનો આનંદશ્રાવક સાથે વાર્તાલાપ, અવધિજ્ઞાન વિષયક શંકા, ભગવંતની આજ્ઞાથી આનંદશ્રાવક સાથે ક્ષમાયાચના. કથા જુઓ ‘આનંદ''. - અતિમુક્ત :- ગૌતમસ્વામીનું તેની સાથે ગૌચરી જવું, તેને લઈને ભગવંત મહાવીર પાસે આવવું. અતિમુક્તકુમારની દીક્ષા. કથા જુઓ ‘અતિમુક્ત'. —તિર્થશૃંભગ દેવ :- વજ્રસ્વામીનો પૂર્વભવનો જીવ જ્યારે દેવરૂપે હતો અને ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થે ગયેલા ત્યારે તે દેવને વૈરાગ્યની ઉત્તમ કથા દ્વારા પ્રતિબોધ કરેલ. કથા જુઓ ‘વજ્રસ્વામી’’. ઇન્દ્રનાગ :- એક પ્રત્યેક બુદ્ધ, ગૌતમસ્વામી તેને તેની પૂર્વાવસ્થામાં મળેલા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy