SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર – ગૌતમ કથા ૧૮૩ એવા ઇન્દ્રભૂતિ નામના અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અતિ દૂર નહીં, અતિ નીકટ નહીં તેવા યથાયોગ્ય સ્થાને ઘૂંટણોને ઊંચા કરીને, મરતકને નમાવીને, ધ્યાનરૂપી કોઠામાં બિરાજમાન, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. ૦ પ્રશ્નકર્તા ઇન્દ્રભૂતિ : ત્યાર પછી જાતશ્રદ્ધા – તત્ત્વ નિર્ણય કરવાને માટે ઉત્પન્ન વાંછાવાળા, જાતસંશયવાળા, તત્ત્વ નિર્ણયને માટે જિજ્ઞાસુ, જાત કુતૂહલ, ઉત્પન્ન ઉત્કંઠા ઉત્સુકતાવાળા, એ જ રીતે ઉત્પન્ન શ્રદ્ધા, ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલવાળા, સંજાત શ્રદ્ધા, સંજાત સંશય, સંજાત કુતૂહલવાળા, સમુત્પન્ન શ્રદ્ધા, સમુત્પન્ન સંશય, સમુત્પન્ન કુતૂહલવાળા તે ભગવંત ગૌતમ પોતાના સ્થાનેથી ઉઠયા, ઉઠીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન–નમસ્કાર કરે છે, નમસ્કાર કરીને અતિ નીકટ નહીં, અતિ દૂર નહીં તેવા સ્થાને સુશ્રષાની ઇચ્છાપૂર્વક અને નમસ્કાર કરીને, ભગવંતની સન્મુખ રહી, વિનયપૂર્વક અંજલિ જોડીને પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યો–પૂછ્યું પ્રશ્નકર્તારૂપે ગૌતમસ્વામીનું નામ ભગવતીજી માં તો સર્વત્ર પ્રસિદ્ધ છે જ પણ ભગવતી અંગસૂત્ર સિવાય ઠાણાંગ, સમવાઓ નાયાધમકહા, ઉવાસગદસા, અનુત્તરોપપાતિકદસા, વિપાકશ્રત, ઉવવાદ, રાયuસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, સૂરપત્તિ, ચંદપ=ત્તિ, જંબુદ્વીપપન્નત્તિ, નિરયાવલિયા, કાપવડિંસિયા, પુફિયા, ૫ ફયૂલિયા, તલવેયાલિય, મહાનિસીડ, ઉત્તરાધ્યયન, નંદી આદિ બાવીશ આગમોમાં ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પ્રશ્ન કરીને પોતાની શંકા કે કુતૂહલના સમાધાનો પ્રાપ્ત કર્યાનું જોવા મળેલ છે. આ પ્રશ્નો ગૌતમ સ્વામીએ મુખ્યત્વે બે સ્વરૂપે કર્યા છે. ૧. પોતાની તત્ત્વજિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવા અને ૨. કથાનકોના વિષયમાં પૂર્વભવ, આગામીભવ ઋદ્ધિ આદિ કુતૂહલના સમાધાન અર્થે તત્ત્વજિજ્ઞાસા વિષયક પ્રશ્નોત્તર ઠાણાંગ, સમવાઓ ભગવતી, ઉવવાઈ, રાયuસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, પન્નત્તિઓ, નંદી આદિ આગમોમાં નજરે પડે છે. જ્યારે ચરિત્ર/કથા સંબંધિ પ્રશ્નો નાયાધમ્મકહા, ઉવાસગાસા આદિ કથાની મુખ્યતાવાળા આગમોમાં તથા ભગવતીજીમાં જોવા મળે છે. તત્ત્વજિજ્ઞાસા વિષયક પ્રશ્નોત્તર એ દ્રવ્યાનુયોગનો વિષય હોવાથી અત્રે કથાનુયોગમાં તત્સંબંધિ ઉલ્લેખ અપ્રસ્તુત છે. જ્યારે ચરિત્ર–કથા સંબંધિ પ્રશ્નોનો નિર્દેશ તે–તે કથાનકોમાં કરાયેલ છે, જે આ આગમ કથાનુયોગમાં સંબંધિત કથાઓમાં જોઈ શકાશે. ૦ ઇન્દ્રભૂતિ ગૌતમની સંયમચર્યા : તે સમયે છઠના પારણાના દિવસે ભગવંત ગૌતમે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરે અત્વરિત, શારીરિક શીઘ્રતા રહિત, માનસિક ચાલતા રહિત, અસંભ્રાન્તપણે મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું, પાત્રો અને વસ્ત્રોનું પ્રતિલેખન અને પ્રમાર્જના કરી પાત્ર ઉઠાવ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને ભગવંતને વંદન અને નમસ્કાર કર્યા. પછી કહ્યું કે, હે ભગવન્! આપની અનુજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy