________________
૧૮૨
આગમ કથાનુયોગ-૨
મનાય ? વળી જેની વૃદ્ધિ થતાં જેમાં વૃદ્ધિ થાય તે-તે થકી ઉત્પન્ન થયું કહેવાય, જેમ માટી વધારે હોય તો ઘડો મોટો થાય, તો ત્યાં ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો મનાય છે. પણ શરીર અને ચૈતન્યમાં એવું અનુભવાતું નથી. કારણ કે, હજારો યોજનના શરીરવાળા માછલાંઓને જ્ઞાન ઘણું અલ્પ હોય છે અને નાના શરીરવાળા મનુષ્યોનું જ્ઞાન વધારે હોય છે. આ રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એવું કોઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકાતું નથી. માટે માનવું પડે કે જ્ઞાન શરીરથી ઉત્પન્ન થતું નથી. પણ શરીરથી જુદા એવા કોઈ પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પદાર્થ એ આત્મા છે.
હે ઇન્દ્રભૂતિ ! આ પ્રમાણે વિજ્ઞાનને ઇત્યાદિ વેદપદોથી તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી ‘આત્મા છે' એમ નિર્ણય થાય છે. જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, પુષ્પમાં સુગંધ અને ચંદ્રકાંત મણિમાં જળ રહેલું છે, તેમ શરીર થકી ભિન્ન એવો આત્મા પણ શરીરમાં રહેલો છે. દીવાના પ્રકાશની જેમ આત્માનો પ્રકાશ જ્ઞાન સમજવો. જેમ દીવો એક ઘડામાં હોય તો તેનો પ્રકાશ તે ઘડાની સીમામાં ફેલાય છે. તે જ દીવો કોઈ ઓરડામાં મૂકાય તો તેનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાય છે. તેમ આત્માને જ્યારે જ્ઞાનાવરણીય આદિ કર્મની મર્યાદા બંધાય છે ત્યારે તે મર્યાદામાં જ તેનો જ્ઞાનપ્રકાશ ફેલાય છે, પણ જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય થાય ત્યારે તે આત્મા કેવળજ્ઞાનના બળે અનંત સુધી જ્ઞાનપ્રકાશ ફેલાવે છે. ૦ સંશય નષ્ટ થતા ઇન્દ્રભૂતિની દીક્ષા :
આ પ્રમાણે જન્મ, જરા, મરણથી, વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયનું નિવારણ કર્યું, ત્યારે ઇન્દ્રભૂતિનો આત્મા વિષયક સંશય નષ્ટ થયો. આત્મા છે" તે વાતની પ્રતીતિ થઈ ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાના પાંચસો શિષ્યો સહિત તે જ વખતે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંતના મુખ્ય શિષ્ય અને પ્રથમ ગણધર થયા, ત્યાર પછી ભગવંત પાસેથી ઉત્પન્નડું વા, વિડુિ વા, ધુવે વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને વિશિષ્ટ ક્ષયોપશમ તથા બીજબુદ્ધિ સમ્યકત્વ વડે દ્વાદશાંગી (ગણિપિટક)ની રચના કરી. ૦ ગણધર ઇન્દ્રભૂતિ :
ઇન્દ્રભૂતિ સંયમ અંગીકાર કર્યા પછી ભગવંતના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર બન્યા. તે તેમના ગોત્રથી જ વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. આગમોમાં તથા ભગવંતે કરેલા સંબોધનોમાં તે “ગૌતમ” નામે જ વધારે ઓળખાયા. તેમના શરીર, તપ, જ્ઞાન આદિ ગુણોનું વર્ણન અનેક સ્થાને આ પ્રમાણે જોવા મળે છે
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ ગોત્રીય, સમચતુરસ્ત્ર સંસ્થાન સંપન્ન, સાત હાથની ઊંચાઈવાળા, વજ8ષભનારાચ સંતાનનવાળા, વિશુદ્ધ સુવર્ણની દિપ્ત કાંતિવાળી, કમલકેશર સમાન ગૌર વર્ણવાળા, ઉગ્રતપસ્વી. દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાનું તપસ્વી, ઉદાર, ઘોર, ઘોરગુણવાળા, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ કરનારા, વિશિષ્ટ તપસ્યાથી પ્રાપ્ત અન્તર્ડિંત વિપુલ તેજોલેશ્યાવાળા, ચૌદ પૂર્વોના જ્ઞાતા, ચાર જ્ઞાનોથી યુક્ત, સર્વ અક્ષર સન્નિપાતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org