________________
ગણઘર ગૌતમ કથા
-
૧૭૭
શી નવાઈ છે ? તેનું મિથ્યાભિમાન ત્યાં સુધી જ છે કે, જ્યાં સુધી મારી સાથે વાદમાં ઉતર્યો નથી. પણ હવે હું તે સર્વજ્ઞને ક્ષણવાર પણ સહન કરી શકું નહીં. જેણે પ્રખર પંડિતોની સભામાં મોટા મોટા વાદીઓને વાદવિવાદમાં બોલતા બંધ કરી દીધા છે એવા મારી પાસે આ સર્વજ્ઞ વળી કોણ છે ? દરેક દેશના પંડિતોને જીતી જગતમાં વિજયપતાકા ફરકાવનાર મારી આગળ વળી સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર આ વાદી કોણ છે ?
આ પ્રમાણે વિચારી ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે, ‘હે અગ્નિભૂતિ ! મગ પકાવતાં કોઈ કોરડું રહી જાય તેમ દરેક વાદીઓને જીતવા છતાં આ વાદી હજુ રહી ગયો લાગે છે, માટે હું તેને વાદમાં પરાસ્ત કરવા જાઉ છું. અગ્નિભૂતિએ કહ્યું, હે વડિલ બંધુ ! કીડા સરખા દમ વગરના એ વાદીને જીતવા માટે આપે પ્રયાસ કરવાની શી જરૂર છે ? આપ મને આજ્ઞા આપો. હું હમણાં જઈને તેને પરાસ્ત કરું છું. ઇન્દ્રભૂતિ બોલ્યા કે, જો કે તે તો મારા એક વિદ્યાર્થી વડે પણ જીતી શકાય તેવો છે, પણ તે વાદીનું નામ મારાથી સહન થઈ શકે તેમ નથી. જેમ ઘાણીમાં તલ પીલતા કોઈ તલ રહી જાય તેમ જગતના સર્વ વાદીઓને જીતવા છતા આ વાદી રહી ગયો છે. સર્વજ્ઞ હોવાનો ખોટો ડોળ રાખનારા આને હું સહન કરી શકું તેમ નથી. કેમકે સમગ્ર વાદીઓને જીતવા છતાં આ એક વાદી રહી જાય તો સર્વવાદી જીત્યા ન કહેવાય. એક પણ વાદી બાકી રહે તો સમગ્ર જગતમાં વિજયપતાકા ફરકાવી મેળવેલો મારો યશ નષ્ટ થઈ જાય. માટે હે અગ્નિભૂતિ ! મારી કીર્તિના રક્ષણ માટે પણ મારે જવું ઉચિત જ છે.
આ પ્રમાણે કહીને બાર તિલકથી વિભૂષિત, સુવર્ણ જનોઈને ધારણ કરેલ, ઉત્તમોત્તમ પીળા વસ્ત્રોના આડંબરયુક્ત એવો તે ઇન્દ્રભૂતિ ૫૦૦ શિષ્યોથી પરિવરીને ભગવંત મહાવીર પાસે વાદ કરવા ચાલ્યો. તે વખતે તેની સાથે ચાલતા ૫૦૦ શિષ્યો બિરૂદાવલી બોલાવે છે, હે સરસ્વતી કંઠાભરણ ! હે વાદિ મદગંજન ! હે વાદિતરુ– ઉન્મૂલન હસ્તિન્ ! હે વાદિગજસિંહ, હે વિજિતાનેકવાદ ! હે વિજ્ઞાનાખિલપુરાણ ! હે કુમતાન્ધકારનભોમણિ ! હે વિનિતઅનેક નરપતિ ! હે શિષ્યીકૃત બૃહસ્પતિ ! હે સરસ્વતીલબ્ધ પ્રસાદ ! ઇત્યાદિ બિરૂદાવલીથી દિશાઓને ગજવતા શિષ્યોની સાથે ઇન્દ્રભૂતિ ચાલતા ચાલતા વિચારે છે કે, અરે ! આ ધિટ્યા માણસને આવું તે શું સૂજ્યું કે તેણે સર્વજ્ઞ હોવાનો આડંબર કરી મને છંછેડ્યો ? ઠીક છે, તેનો આવો ઘમંડ ક્યાં સુધી ટકવાનો ? હું હમણાં જ જઈને તેને વાદમાં નિરુત્તર કરી નાંખુ છું. મદોન્મત્ત હાથી ત્યાં સુધી જ વનમાં ગર્જના કરી શકે છે કે, જ્યાં સુધી કેસરીસિંહની ગર્જના ન સાંભળે. આવા અનેક તરંગોમાં રાચતો ઇન્દ્રભૂતિ ભગવંતના સમવસરણમાં આવ્યો.
ત્યાં ચોત્રીશ અતિશયોથી શોભતા, સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, સુરનરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગપૂજ્ય શ્રમણ ભગવંત મહાવીરનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈને ઇન્દ્રભૂતિ દંગ થઈ ગયો. નીચે ઊભા ઊભા જ વિચારવા લાગ્યો કે, અહો ! આ તો શું બ્રહ્મા છે ? શંકર છે ? ચંદ્ર છે ? સૂર્ય છે ? મેરૂ છે ? કૃષ્ણ છે ? કામદેવ છે ? કોણ છે આ ? હા ! હવે ખબર પડી આ તો સર્વગુણ સંપન્ન તીર્થંકર છે. પ્રભુ સાથે વાદ કરવા આવેલા Jain | ૨/૧૨ {nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org