________________
આગમ કથાનુયોગ-૨
હતું. જ્યેષ્ઠા નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર ગૌતમ હતું. ગણધર અગ્નિભૂતિ અને વાયુભૂતિ તેના ભાઈ હતા. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના, ઉત્તમ–વિશાળ કુળ અને વંશવાળા અને ૫૦૦ શિષ્ય પરિવારના અધ્યાપક હતા. તેઓ મધ્યમપાપાપુરી નગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે યોજેલા એક વિરાટ યજ્ઞમાં આવેલા હતા. તેમની સાથે અગ્નિભૂતિ આદિ બીજા દશ બ્રાહ્મણો પણ પોતાના શિષ્ય પરિવાર સાથે આવેલા. ઇન્દ્રભૂતિને “જીવ છે કે નહીં ?' એવો સંશય હતો. પણ પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય વિદ્વાન બ્રાહ્મણને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. દેવોનું સમવસરણમાં આગમન અને ઇન્દ્રભૂતિની વિચારણા :–
૧૭૬
101
તે વખતે ભગવંત મહાવીર પણ મધ્યમપાપાપુરીના મહાસેન ઉદ્યાનમાં પધારેલા. ભગવંતનું સમોસરણ રચાયું. તે અવસરે દેવોના જય-જય શબ્દયુક્ત દિવ્ય દુંદુભિ શબ્દના નાદ સહિત આકાશમંડલથી અપ્સરા સહિત દેવગણ આવી રહ્યો હતો, તેઓને યજ્ઞમંડપ તરફ આવતા જોઈને તે યજ્ઞમંડપમાં એકઠા થયેલા બ્રાહ્મણો પરસ્પર બોલવા લાગ્યા કે, અહો ! આ યજ્ઞનો પ્રભાવ તો જુઓ ! આપણા મંત્રોથી બોલાવેલા આ દેવો પ્રત્યક્ષ થઈને યજ્ઞમંડપમાં પધારી રહ્યા છે. પરંતુ તે દેવગણ તો યજ્ઞમંડપ છોડીને સમસરણભૂમિએ ઉતર્યા. તે જોઈને અનેક લોકો પણ સમવસરણ પ્રતિ ચાલ્યા અને દેવગણોથી પૂજાતા ભગવંતને જોઈને તેઓ અતિ હર્ષાયમાન થયા. ‘અત્રે સર્વજ્ઞ ભગવંત પધારેલા છે'' દેવો પણ તેની પૂજા કરે છે એ પ્રમાણેનો લોકપ્રવાદ પ્રસરવા લાગ્યો.
દેવોને યજ્ઞમંડપ છોડી ભગવંત પાસે જતા જોઈને બ્રાહ્મણો ખિન્ન થઈ ગયા. લોક મુખેથી તેઓએ જ્યારે સાંભળ્યું કે, ‘‘આ દેવોતો સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે; ત્યારે ‘‘સર્વજ્ઞ’” એવો શબ્દ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ કોપાયમાન થઈ વિચારવા લાગ્યા કે, અરે ! હું સર્વજ્ઞ હોવા છતાં બીજો પણ કોઈ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે. કાનને અસહ્ય એવું કડવું વચન કેમ સાંભળી શકાય ? કોઈ તારો આવીને મુર્ખાઓને ઠગી જાય અને મુર્ખ લોકો તેમની પાસે જાય તે બને. પણ આ દેવો કેમ ત્યાં જાય છે ? આશ્ચર્ય છે કે આ પાખંડીએ તો દેવોને પણ ઠગ્યા. કે જે સર્વજ્ઞ એવા મને અને આ પવિત્ર યજ્ઞમંડપને છોડીને તેની પાસે ચાલ્યા જાય છે. કે પછી જેવો તે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવો પણ હશે ? તો પણ હું તેના સર્વજ્ઞપણાના આડંબરને સહન કરી શકું નહીં. કેમકે આકાશમાં બે સૂર્ય હોઈ ન શકે. ગુફામાં બે સિંહ રહી ન શકે. તેમ હું અને તે બંને સર્વજ્ઞ કઈ રીતે થઈ શકીએ ?
ભગવંતને વંદન કરી પાછા ફરતા લોકોને ઇન્દ્રભૂતિએ હાંસીપૂર્વક પૂછ્યું કે, તમોએ તે સર્વજ્ઞને જોયો ? કહો તો ખરા કે, તે સર્વજ્ઞ કેવો છે ? તેનું રૂપ કેવું છે ? ત્યારે તે મનુષ્યોએ ઉત્તર આપ્યો કે, ત્રણે જગના લોકો એકઠા થાય, તેમના આયુષ્યની સમાપ્તિ ન થાય અને પરાર્ધથી ઉપર ગણિત હોય, તો કદાચ તે સર્વજ્ઞ પ્રભુના ગુણો ગણી શકાય. તે સાંભળી ઇન્દ્રભૂતિ વધારે વિચારમાં પડ્યો આ મહાધૂર્ત તો ખરેખર માયાનું ઘર જણાય છે. તેણે તો સર્વજનોને ભ્રાંતિમાં નાંખી દીધા. જેમ હાથી કમળને ઉખેડી નાખે તેમ આ ઇન્દ્રજાળીયો આવા ભોળા અને મૂર્ખ લોકો પાસે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org