________________
ગણધર કથાનક
૧૭૫
નંદી.યૂ.પૂ.૭;
(ગણધરોની સંખ્યા અને સંખ્યા વિષયક મતભેદ તીર્થકર કથાનકોમાં પૂર્વે અપાઈ ગયેલ છે.) ગણધરને સંયતી પરિવર્તક પણ કહ્યા છે. ભમહાવીરના અગિયાર ગણધર હતા. તે આ પ્રમાણે :૧. ઇન્દ્રભૂતિ, ૨. અગ્રિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત, ૫. સુધર્મા, ૬. મંડિત પુત્ર. ૭. મૌર્યપુત્ર, ૮. અકંપિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય અને ૧૧. પ્રભાસ.
૦ આગમ સંદર્ભ :-- આયા. ૩૯૦ની વૃ. સૂય.નિ ૧, ૧૮, ૧ની .
ઠા. ૭૨૮ની વૃ. સમ. ૮ની વૃ. ભગ. ૧૦૮૨; જીવા. ૧ની વૃ પન્ન ૪૪૧–4 જંબૂ. ૪૪ની વૃ. બુહ ૪૧૫૦, ૫૩૬૨ની વૃ જીય.ભા. ૨૪૭૧ થી ૨૪૭૫, આવ.નિ. ૮૨, ૯૦ થી ૯૨, ર૬૯, ૨૭૦, ૫૯૩, પ૦૪, ૬૫૮; આવ.નિ. ૨૧૧–વૃ. આવ.યૂ.૧–પૃ. ૮૬, ૩૩૭;
ઉત્ત.ચૂપૂ. ર૭૦; ઉત્ત. ૧૦૫ત્ની વૃ. નંદી. ૨૦, ૨૧, ૧૫૪; નંદી ૨૧, ૧૫૪ની વૃ કલ્પ ૧૨૧, ૮/૧ની વૃ.
– x — — — ૦ ભ૦મહાવીરના ગણ અને ગણધર :
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર થયા. ભગવન્! એવું કેમ કહ્યું કે, શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર હતા ? (કેમકે જે ભગવંતના જેટલા ગણ હોય તેટલાં જ તેમના ગણધર હોય છે – આવશ્યક નિયુક્તિ૨૬૯). ભગવંત મહાવીરના આઠમા અને નવમા ગણધરની વાચના સંયુક્ત હતી. તેમજ દશમા અને અગિયારમાં ગણધરની વાચના સંયુક્ત હતી. સમાન વાચના ગ્રહણ કરનારનો ગણ એક જ કહેવાતો હોવાથી તે બંનેના ગણ એક થાય. તે કારણથી હે આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવંત મહાવીરના ગણધર અગિયાર હતા. પણ, ગણ નવ હતા. (ગણધરના નામ, પરિવાર, વાયનાની વિશેષ માહિતી ગણધર કથાનકમાં આપેલી છે)
૦ આગમ સંદર્ભ:- કલ્પસૂત્ર વ્યાખ્યાન ૮ સૂત્ર ૧ થી ૩ ૦ ગણધર કથાનક :
પૂર્વે આચાર આદિ બાર અંગસૂત્રરૂપ દ્વાદશાંગી વર્તતી હતી. પરંતુ આર્ય સ્થૂલભદ્ર છેલ્લા ચૌદપૂર્વી થયા પછી ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન અને દૃષ્ટિવાદ વિચ્છેદ પામ્યા. એ દૃષ્ટિવાદના પાંચ વિભાગ હતા – પરિકર્મ, સૂત્રો, પૂર્વ, અનુયોગ અને ચૂલિકા. અનુયોગ વિભાગ બે ભેદે હતો – મૂળ પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. તે ગંડિકાનુયોગમાં અનેક ગંડિકાઓ હતી. જેમાંની એક ગણધરગંડિકા હતી. તે ગણધરગંડિકામાં ગણધરોના ચરિત્રો હતા. હાલ ગણધરચંડિકાના અભાવે ગણધર વિષયક પૂર્ણ માહિતી મળતી નથી. પ્રવર્તમાન આગમોમાં જે માહિતી ઉપલબ્ધ છે તે અહીં ગણધર કથામાં રજૂ કરી છે. ૧. ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ કથા :–૦- પરીચય :
ભગવંત મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ થયા. જે ઇન્દ્રભૂતિનો જન્મ મગધદેશના ગોમ્બર ગામમાં થયેલો. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org