________________
૧૭૪
આગમ કથાનુયોગ-૨
ખંડ-૨-શ્રમણ કથાનક
અધ્યયન-૧–ગણધર કથા ૦ ગણ :
ગણ શબ્દના અનેક અર્થો છે. પરંતુ અહીં ગણ–ધર’ શબ્દની ભૂમિકારૂપે "ગણ" શબ્દનો અર્થ જ ગ્રાહ્ય છે.
- ગણ એટલે એક સામાચારીવાળા (સાધુ)જનોનો સમૂહ. –ગણ એટલે એક વાચના, આચાર, ક્રિયાસ્થાનોનો સમૂદાય કે સૂત્ર –ગણ એટલે સ્થવરોની શિષ્ય સંસ્થિતિ, ગણ એટલે કુળ સમુદાય.
–ગણ એટલે એક વાચનાને ગ્રહણ કરતા સાધુઓનો સમુદાય – એક ક્રિયાવાળા સાધુઓનો સમુદાય અથવા સમાન વાચના–ક્રિયાવાળો સાધુવર્ગ
–ગણ શબ્દ ચાંદ્રાદિ કુળોનો સમૂહ, ગચ્છ, કોટિકાદિ ગણ, ઇત્યાદિ અર્થ પણ ધરાવે છે.
શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ હતા. તે આ પ્રમાણે :- ૧. ગોદાસગણ, ૨. ઉત્તરબલિસ્સીંગણ, ૩. ઉદ્દેહગણ, ૪. ચારણગણ, ૫. ઉડવાટિકગણ, ૬. વિશ્વવાદિકગણ, ૭. કામર્દિકગણ, ૮. માનવગણ અને ૯, કોટિક ગણ.
૦ આગમ સંદર્ભ :ઠા. ૮૩૭; ઠા. ૨૨૨, ૨૨૮, ૪૩૧, ૪૭૬, ૪૮૫, ૨૧૮, ૫૯૫, ૭૨૮, ૮૩૭ની વૃ સમ. ૮ ની વૃ;
ભગ. ૨૫૧, ૪૧રની વૃ; પપ્પા. ૨૦ ની વૃ. ઉવ ૨૦ ની વૃ. જંબૂ. ૪૪ની વૃ. ગચ્છા. ૨૦ની વૃ. નિસી ૧૦૭૩ની ચૂ. બુહ. ૧૨૫ની વ. વવ.ભા. ૭૬૮ની વૃ.
જીય.મૂ. ૯૮નું ભા. આવ.નિ. ૨૧૧ની વૃ.
ઓહ.નિ ૧૦૪૧ની વૃ; પિંડ.નિ. ૪૭૬ની વૃક દસનિ. ૩૨૬–વં.
કલ્પ. ૮/૧ ની વૃ. ૦ ગણધર :
ગણના ધારકને ગણધર કહે છે. તેઓ તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય હોય છે. તેઓ આચાર્ય પણ કહેવાય છે. અનુત્તરદર્શનજ્ઞાનાદિ ધર્મગણના ધારણકર્તા હોય છે. સૂત્રના કર્તા હોય છે. ભગવંતના અતિશય ધારક એવા અનંતર શિષ્યો સાધુ સમૂહને ધારણ કરે છે અને સાધુગણને લઈને પૃથક્ વિચરતા હોય છે. તીર્થકર દ્વારા અપાતી દેશનાને તેઓ સહેલાઈથી સમજે છે અને ભગવંત દ્વારા અપાતા ત્રિપદીરૂપ માતૃકાન્યાસથી સર્વ પ્રવચનને કર્મના ક્ષયોપશમથી સૂત્રરૂપે ગુંથે છે. એટલે જ આગમોમાં કહેવાય છે, “અડતો અર્થને જણાવે છે અને ગણધરો તેને સૂત્રરૂપે ગુંથે છે.” ભગવંત દ્વારા અપાતી શિક્ષાને પદ્ધતિસરના સાહિત્યરૂપે બીજબુદ્ધિ સમ્યક્ત્વથી અનેક યોગના ધારક તૈયાર કરે છે જેને દ્વાદશાંગી કહેવાય છે. તેઓ પોતે પણ કાદશાંગી અને ચૌદપૂર્વના અથવા ગણિપિટકના ધારક હોય છે. પ્રત્યેક તીર્થકરને કેટલાંક ગણધરો હોય છે. જેમકે ભગવંત ઋષભને ૮૪–ગણધર હતા. ભગવંત વર્તમાન મહાવીરને ગૌતમાદિ ૧૧–ગણધર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org