________________
કૃષ્ણ – બલભદ્ર
૧૬૭
પણ નહીં કે વાસુદેવ ક્યારેય પ્રવજ્યા અંગીકાર કરે.
ત્યારે વાસુદેવ કૃષ્ણ અરહંત અરિષ્ટનેમિને નમસ્કાર કરીને પૂછયું કે, હે ભગવન્! અહીંથી કાળ કરીને હું ક્યા જઈશ? કયા ઉત્પન્ન થઈશ ? ભગવંત અરિષ્ટનેમિએ કહ્યું, હે કૃષ્ણ ! તમે સુરા–અગ્નિ અને દ્વૈપાયનના કોપને કારણે આ દ્વારકા નગરી બળીને ભસ્મ થઈ જશે ત્યારે તમારા માતા–પિતા અને સ્વજનોનો વિયોગ થઈ જવાથી રામ બળદેવની સાથે દક્ષિણ સમુદ્રના કિનારા તરફ પાંડુ રાજાના યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવોની પાસે પાંડુમથુરા તરફ જશો. રસ્તામાં વિશ્રામ લેવાને માટે કૌશાંબ વન–ઉદ્યાનમાં અતિ વિશાળ એક વટવૃક્ષની નીચે, પૃથ્વીશિલા પટ્ટ પર પીતાંબર ઓઢીને સુતા હશો. તે સમયે કોઈ હરણ છે તેમ માનીને જરાકુમાર દ્વારા ફેંકાયેલ તીક્ષ્ણ બાણ તમારા ડાબા પગમાં વાગશે. એ તીક્ષ્ણ તીરથી વિંધાઈને તમે કાળ કરીને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં જન્મ લેશો. પ્રભુના મુખેથી પોતાના આગામી ભવની આ વાત સાંભળીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન મનવાળા થઈ આર્તધ્યાન કરવા લાગ્યા.
ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ફરી બોલ્યા, હે દેવાનુપ્રિય ! તમે ખિન્ન મનવાળા થઈને આર્તધ્યાન ન કરો. નિશ્ચયથી કાલાંતરે તમે ત્રીજી પૃથ્વી (નરક)થી નીકળીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં પુંડ જનપદના શતદ્વાર નગરમાં “અમમ” નામે બારમાં તીર્થકર થશો. (*સમવાય-૩૫૭, ૩૬માં આ ક્રમ તેમણે જણાવેલ છે) ત્યાં ઘણાં વર્ષો સુધી કેવલીપર્યાય પાળીને તમે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશો. અરિહંત ભગવંતના મુખેથી પોતાના ભવિષ્યનો આ વૃત્તાંત સાંભળીને કૃષ્ણ વાસુદેવ ઘણાં પ્રસન્ન થયા. પોતાની ભુજા પર તાલ વગાડવા લાગ્યા. જયનાદ કરવા લાગ્યા – યાવત્ – ભગવંતને વંદન–નમસ્કાર કરીને આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થઈને દ્વારકા નગરીથી નીકળી મહેલમાં આવ્યા. ૦ કૃષ્ણ વાસુદેવનો ચારિત્ર રાગ અને કરેલ દીક્ષા ઉત્સવો :
ભગવંત અરિષ્ટનેમિના મુખે દ્વારકા વિનાશની, વાસુદેવ કદાપી ચારિત્ર ન લે તે અને પોતાની દુર્ગતિની વાત સાંભળી કૃષ્ણ પોતાની રાજસભામાં આવ્યા, સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા પછી પોતાના આજ્ઞાકારી પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે દ્વારકાનગરીના શૃંગાટક આદિમાં ઊંચે સ્વરે ઘોષણા કરાવી કહો કે, હે દ્વારકાવાસી નગરજનો ! આ બાર યોજન લાંબી ચાવતુ પ્રત્યક્ષ સ્વર્ગનગરી સમાન દ્વારકા નગરીનો સુરા, અગ્નિ અને દ્વૈપાયનના કોપને કારણે નાશ થશે. તેથી હે દેવાનુપ્રિયો ! દ્વારકા નગરીમાં જેની ઇચ્છા હોય, ભલે તે રાજા હોય કે યુવરાજ, ઈશ્વર હોય, તલવર હોય, માંડલિક હોય, કૌટુંબિક હોય, ઇભ્ય હોય, રાણી હોય, કુમાર હોય, કુમારી હોય, રાજરાણી હોય કે રાજપુત્રી હોય, તેમાંથી જે પણ ભગવંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને થાવત્ દીક્ષા લેવા ઇચ્છે, તેને કૃષ્ણ વાસુદેવ તેમ કરવાની આજ્ઞા આપે છે.
દીક્ષાર્થીની પાછળ તેના આશ્રિત બધાં કુટુંબીજનોની કૃષ્ણ રાજા યથાયોગ્ય વ્યવસ્થા કરશે અને મોટા ઋદ્ધિસત્કાર સાથે તેનો દીક્ષા મહોત્સવ સંપન્ન કરશે. આ પ્રમાણે બે-ત્રણ વખત ઘોષણા કરી પુનઃ મને સૂચિત કરો. કૃષ્ણની આજ્ઞા પામીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org