SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ – બલભદ્ર ૧૬૫ સ્થળે સ્થળે મંચો બાંધેલા હતા. મંગળ ગીતો ગવાતા હતા. લોકોની ભીડ એટલી હતી કે, બધો જીવલોક નગરમાં એકત્ર થયો જણાતો હતો. કૃષ્ણ દ્વારિકામાં પધાર્યા. ત્યાં ૧૬,૦૦૦ રાજાઓએ અને દેવતાઓએ કૃષ્ણના અર્ધચક્રીપણાનો, વાસુદેવપણે અભિષેક કર્યો. સમુદ્રવિજય આદિ દશાર્ડોએ અભિષેક કર્યો. કૃષ્ણ વાસુદેવના આધિપત્યમાં સમુદ્રવિજય આદિ દશ દશાë, બળદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રસેન પ્રમુખ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રદ્યુમ્ન વગેરે સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દર્દાન્ત કુમારો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, મહાસેન આદિ પ૬,૦૦૦ બલવક, અનંગસેના આદિ અનેક હજારો ગણિકા અને તે સિવાય ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થપતિ વગેરે હજારો પુરુષ હતા. તેને ૧૬,૦૦૦ રાણીઓ હતી. (સામાન્ય નિયમ પ્રમાણે ચક્રવર્તીને ૬૪,૦૦૦ અને વાસુદેવને ૩૨,૦૦૦ પત્ની–રાણીઓ હોય છે.) કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ હતી – તે આ પ્રમાણે :- ૧. પદ્માવતી, ૨. ગોરી, 3. ગંધારી, ૪. લક્ષ્મણા, ૫. સુશીમા, ૬. જાંબવતી, ૭. સત્યભામા અને ૮. રુકિમણી. ૦ કૃષ્ણ વાસુદેવ અને ભગવંત અરિષ્ટનેમિ : ( ભ. અરિષ્ટનેમિ કથાનક પણ જોવું) ભ-અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા. સમુદ્રવિજય અને વસુદેવભાઈ હતા. અરિષ્ટનેમિ સમુદ્રવિજયના પુત્ર હતા અને કૃષ્ણ વસુદેવના પુત્ર હતા. અરિષ્ટનેમિ (તીર્થકર હોવાથી) અતુલ બલી હતા. એક વખત નેમિકુમારે પોતાના મુખેથી કૃષ્ણ વાસુદેવનો પંચજન્ય શંખ વગાડ્યો ત્યારે હાથીઓ બંધન સ્તંભ ઉખેડી ભાગ્યા. ઘોડાઓ અશ્વશાળા છોડી ભાગ્યા. નગરજનો ભયભીત થઈ ગયા. આખું શહેર બહેરું બની ગયું. શસ્ત્રશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. એ ધ્વનિ સાંભળીને કોઈ શત્રુ ઉત્પન્ન થયાનું વિચારતા શ્રીકૃષ્ણ આકુળ-વ્યાકુળ થઈને આયુર્દૂ શાળામાં આવ્યા. ત્યાર પછી નેમિકુમારને જોઈને આશ્ચર્ય પામ્યા. બળની પરીક્ષા માટે કૃષ્ણ ભઅરિષ્ટનેમિ સાથે ભુજાબળની તુલના કરી. પણ તીર્થંકરના બળ સામે કૃષ્ણ હારી ગયા. કૃષ્ણ અરિષ્ટનેમિકુમારને વિવાહ માટે તૈયાર કરવા ઘણાં પ્રયત્નો કર્યા. તેમની પટ્ટરાણીઓ દ્વારા જળક્રીડા કરવા લઈ ગયા. યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યા. પ્રભુનું હસતુ મુખ જોઈ જાહેર કરી દીધું કે, અરિષ્ટનેમિ વિવાહ માટે તૈયાર છે પછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ તેમની રૂપવતી કન્યા રાજીમતી માટે માંગણી કરી, ત્યાંથી અરિષ્ટનેમિ પાછા ફર્યા. (ઇત્યાદિ સર્વ વૃત્તાંત ભગવંત અરિષ્ટનેમિની ફથાથી જાણી લેવો). ભગવંત અરિષ્ટનેમિએ દીક્ષા લીધી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારથી કૃષ્ણ વાસુદેવ તેમના અનન્ય અનુરાગી બન્યા. અનેક સ્થાને આગમોમાં કૃષ્ણ વાસુદેવ ભ૦અરિષ્ટનેમિના વંદનાર્થે ગયાના પ્રસંગો નોંધાયા છે. જેમકે – (અંતગડદસા સૂત્ર-૧૩).... દ્વારિકા નગરીમાં ભઅરિષ્ટનેમિ પધાર્યા. કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાર આદિ ભગવંતના વંદન અને ધર્મશ્રવણ માટે ગયા. (નાયાધમ્મકહા-સૂત્ર-૬૩) ભગવંત અરિષ્ટનેમિ પધાર્યા. કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાર્ણો ચતુરંગિણી સેના સહિત ભગવંતના વંદનાર્થે ગિરનાર પર્વતના નંદનવન ઉદ્યાનમાં ગયા. (વહિદા-સૂત્ર-૩) નિષધકુમારના દીક્ષા પ્રસંગે કૃષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy