________________
૧૬૪
આગમ કથાનુયોગ-૨
અમે તમારા સેવક રાજા છીએ. અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું. કૃષ્ણ પણ તે રાજાઓને કહ્યું કે, હવે હું તમારો સ્વામી છું. સૌ પોતપોતાના રાજ્યમાં નિર્ભય થઈને વર્તજો. બીજા ઇન્દ્ર હોય તેવા કૃષ્ણ વાસુદેવ સર્વ પરિવાર સાથે ચાલ્યા.
તે વખતે કૃષ્ણ સાત રત્નો સાથે ચાલ્યા, તે રત્નો આ પ્રમાણે :- ૧. ચક્ર, ૨. ગદા, ૩. શંખ, ૪. કૌસ્તુભમણિ, ૫. ખગ, ૬. ધનુષ્ય અને ૭. નક્ષત્રમાળા. તેની સાથે તેના જ્યેષ્ઠ બંધુ રામ બલદેવ પણ ચાલ્યા તેમણે દિગ્વિજય યાત્રા આરંભી. પછી માગધપતિ, વરદામપતિ અને પ્રભાસપતિ એ ત્રણે તીર્થોના અધિપતિને પોતાની આજ્ઞા મનાવી. વૈતાય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરો પર વિજય મેળવ્યો. એ રીતે દક્ષિણાર્ક ભરત પર વિજય મેળવી દિગ્વિજય યાત્રાથી નિવૃત્ત થયા. અર્ધચક્રવર્તીની સમૃદ્ધિથી અને ચક્રવર્તી કરતા અર્ધભૂજાના બળથી યુક્ત થઈને ચાલ્યા. છ માસમાં અર્ધભરતને સાધીને મગધ દેશમાં આવ્યા. – કોટિશિલા :
ત્યાં એક યોજન ઊંચી અને એક યોજનના વિસ્તારવાળી ભરતાઈવાસી દેવીદેવતા અધિષ્ઠિત કોટિશિલા નામે એક શિલા હતી. તે શિલાને કૃષ્ણ પોતાના ડાબા હાથ વડે પૃથ્વીથી ચાર આંગળ ઊંચી કરી, તે શિલાને પ્રથમ વાસુદેવે ભુજાના અગ્રભાગ સુધી ઊંચી કરેલી. બીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચોથાએ છાતી સુધી, પાંચમાંએ હૃદય સુધી, છઠાએ કમર સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુધી અને નવમા કૃષ્ણ વાસુદેવે પૃથ્વીથી ચાર આંગળ ઊચી કરી. કેમકે અવસર્પિણીના નિયમ પ્રમાણે વાસુદેવોનું બળ પણ ઓછું થતું જાય છે. – વાસુદેવનું બળ અને રૂપ :
વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ વિશેષથી બળનો અતિશય જણાવતા કહે છે કે, વાસુદેવના ૧૬,૦૦૦ રાજાઓ પોતાના સર્વ બળ વડે – હાથી, ઘોડા, રથ, પાયદળ સહિત – સાંકળ બાંધીને ખેંચે, તે વખતે કૂવાને કાંઠે બેસેલ વાસુદેવ જમણા હાથે ભોજન કરતો હોય અને ડાબા હાથે સાંકળ પકડીને બેઠો હોય, આનંદથી હસતો હસતો જ સાંકળ પકડી રાખે, તો પણ તે ૧૬,૦૦૦ રાજા સર્વ બળપૂર્વક તેને લેશમાત્ર વિચલિત કરી શકતા નથી. જો કે ચક્રવર્તીના બળ કરતા વાસુદેવનું બળ અડધું હોય છે. બળદેવનું બળ તો ઘણું બધું જ હોય છે. પણ કાળના પ્રભાવે તે-તે વાસુદેવ-બળદેવનું બળ પૂર્વપૂર્વના વાસુદેવ-બળદેવ કરતા અવસર્પિણીમાં ઘટતું જાય છે.
સામાન્ય વ્યક્તિ કરતા અનંતગુણરૂપ રાજાનું હોય છે. રાજા કરતાં અનંતગુણરૂપ માંડલીકનું હોય છે. માંડલીક રાજા કરતા અનંતગુણરૂપ બળદેવ, વાસુદેવનું હોય છે. પણ વાસુદેવનું રૂપ ચક્રવર્તીના રૂપ કરતા અનંત ગુણહીન હોય છે. – વાસુદેવનો અભિષેક અને સમૃદ્ધિ :
કૃષ્ણ વાસુદેવે ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ લક્ષ્મીનું નવીનનગર હોય તેવી વારિકા (બારામતી)માં પ્રવેશ કર્યો. ચારે તરફ મોતીના ચોક પૂરેલા હતા. ઘેરઘેર તોરણોની શ્રેણી બાંધેલી હતી. નગર રમણીય દેખાતું હતું. નગરની ભૂમિ જળથી સિંચિત્ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org