________________
જરાસંધ
જરાસંધે સેનાને આજ્ઞા આપી. સહદેવ વગેરે પુત્રો, શિશુપાલ આદિ રાજાઓ તૈયાર થયા. જ્યારે જરાસંધ ચાલ્યો ત્યારે મસ્તકેથી મુગટ પડી ગયો. હાર તુટ્યો, વસ્ત્ર પગમાં ભરાયુ, છીંક આવી ઇત્યાદિ અપશુકનો થયા. જરાસંધ હાથી પર આરૂઢ થઈ પૃથ્વીને કંપાવતો આગળ વધ્યો. કૃષ્ણને તે સમાચાર મળ્યા. તેણે ભેરીનો નાદ કર્યો. સમુદ્રવિજય આદિ પણ તૈયાર થઈને સામે ચાલ્યા. શુભ દિવસે દારૂક સારથીવાળા અને ગરૂડના ચિન્હવાળા રથ પર આરૂઢ થઈને કૃષ્ણે પણ પ્રયાણ કર્યું.
કૃષ્ણ
--
બલભદ્ર
-
પરસ્પર જુદા જુદા વ્યૂહ રચીને લડવા લાગ્યા, મહાયુદ્ધ થયું. કેટલાંયે મહાયોદ્ધા હણાયા. ત્યાર પછી સેનાપતિપદે શિશુપાલનો અભિષેક કર્યો. યાદવોએ કૃષ્ણની આજ્ઞાથી ગરૂડ વ્યૂહ રચ્યો. શિશુપાલે ચક્રવ્યૂહ રચ્યો. રાજા જરાસંધ રણભૂમિમાં આવ્યો. જરાસંધે ક્રોધથી ધનુષ્યનો ટંકાર કર્યો. વેગથી પોતાનો રથ રામ અને કૃષ્ણની સામે ચલાવ્યો. શિશુપાલે કૃષ્ણ સામે તીક્ષ્ણ બાણો છોડ્યા. જેથી કૃષ્ણે બાણ વડે શિશુપાલના ધનુષ્ય, કવચ અને રથને છેદી નાખ્યા. ત્યારે શિશુપાલ ખડગ ખેંચીને કૃષ્ણ સામે દોડ્યો. કૃષ્ણે તેના ખડ્ગ, મુકુટ અને મસ્તક છેદી નાખ્યા. શિશુપાલનો વધ થતા જરાસંધ ક્રોધ પામ્યો અને યમરાજ જેવો ભયંકર થઈ ગયો.
જરાસંધે યાદવો સાથે યુદ્ધ કરવા માંડ્યુ. તેની સામે ચારે પ્રકારની સેનામાંથી કોઈ ટકી શકતું ન હતું. પછી કૃષ્ણ સામે તેણે ક્રોધપૂર્વક બાણો છોડવા શરૂ કર્યા. કૃષ્ણે તે બાણને છેદવા માંડ્યા. બંને મહારથીઓ દિશાઓને ગજવતા યુદ્ધ કરવા લાગ્યા. તેમ કરતા જ્યારે જરાસંધના સર્વ અસ્ત્રો નિષ્ફળ ગયા, ત્યારે જરાસંઘે દુર્વાહ એવા ચક્રનું સ્મરણ કર્યું. તેણે કૃષ્ણ પર ચક્ર છોડ્યું. તે ચક્ર કૃષ્ણની પાસે આવીને ઊભું રહ્યું. કૃષ્ણે તે ચક્રને હાથમાં લીધું. તે સમયે દેવતાઓએ આકાશવાણી કરી કે, આ નવમાં વાસુદેવ ઉત્પન્ન થયા છે. કૃષ્ણ પર સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી. કૃષ્ણે જરાસંધ પર ચક્ર છોડ્યું. જરાસંધનું મસ્તક પૃથ્વી પર પાડી દીધું. દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરી. કૃષ્ણ વાસુદેવ થયા. રામ બલદેવ થયા, પ્રતિશત્રુ જરાસંધનું તેના જ ચક્ર વડે મૃત્યુ થતા તે નરકે ગયા.
૦ જરાસંધના આગમ સંદર્ભ :
આયા.ચૂ.પૃ. ૮૬; ઠા. ૮૧૧;
નાયા. ૧૭૦;
આવ.ચૂ૧-૫ ૨૨૦, ૪૯૨;
ચૂ.પૃ. ૪૧;
૦ કૃષ્ણનું વાસુદેવત્વ :
આયા.મૂ. ૬૩ની વૃ; ઠા.મૂ. ૩૬૦ની વૃ;
પણ્ડા. ૧૯;
Jain Education International
આવ.નિ. ૪૧૩;
૧૬૩
સૂર્ય યૂ.પૃ. ૩૪૦;
For Private & Personal Use Only
સમ ૩૪૧થી ૩૪૩;
તિત્વો. ૬૧૦;
તે સમયે દેવતાઓએ ઉદ્ઘોષણા કરી કે, હે રાજાઓ ! તમે સર્વ પ્રકારે માન છોડી દો. ચિરકાળથી આદરેલો જરાસંધનો પક્ષપાત મૂકી દો. ભક્તિથી કૃષ્ણ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરો. કેમકે આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આ છેલ્લા અને નવમાં વાસુદેવ કૃષ્ણ થયા છે. આ મહાભુજ રાજા ત્રણ ખંડ ભરતક્ષેત્રની પૃથ્વીનો ભોક્તા થશે. આ દિવ્યવાણી સાંભળી સર્વે રાજાઓ આવીને કૃષ્ણ વાસુદેવને નમ્યા. તેઓએ કહ્યું કે, હવે
આવ.ભા. ૪૦, ૪૨, ૪૩;
આવ.નિ. ૪૧૯, ૪૨૦ની ;
www.jainelibrary.org