SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૨ શોભતી અને કુબેરનગરી સદશ હતી. તેની આસપાસ અઢાર હાથ ઊંચો, નવ હાથ ભૂમિમાં રહેલો, બાર હાથ પહોળો અને ફરતી ખાઈવાળો કિલ્લો બનાવ્યો. તે પ્રમોદ અને ક્રીડાના સ્થાન સમાન સાક્ષાત્ દેવલોક જેવી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી. તેમાં વિવિધ પ્રકારના અનેક મહેલો બનાવ્યો. જિનચૈત્યોનું નિર્માણ કર્યું. દશાર્દો માટે વિવિધ પ્રાસાદ બનાવ્યા. સરોવર-વાવડી, ચૈત્યો–ઉદ્યાનો આદિનું નિર્માણ કર્યું. ઇન્દ્રપુરી જેવી રમણીય તે નગરીનું એક જ રાત્રિમાં નિર્માણ કર્યું. તેની બહાર ઇશાન ખૂણામાં રૈવતક પર્વત હતો. નંદનવન ઉદ્યાન હતું. સુરપ્રિય યક્ષનું મંદિર હતું. ચારે તરફ વનખંડો હતા. - પછી કુબેર કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુગટ, કૌસ્તુભમણી, શાંગંધનુષ્ય, અક્ષય બાણવાળા ભાથા, નંદક નામે ખગ, કૌમુદકી ગદા અને ગરૂડધ્વજ રથ આપ્યો. રામને વનમાળા, મૂશળ, બે નીલવસ્ત્ર, તાલધ્વજ રથ, અક્ષયભાથા, ધનુષ્ય અને હળ આપ્યા. દશે દશાર્ણોને રત્નનાં આભરણો આપ્યા. ત્યાર પછી રામે સિદ્ધાર્થ નામના સારથીવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથીવાળા રથમાં બેસીને વારિકામાં પ્રવેશ કર્યો. કુબેરે સાડા ત્રણ દિવસ સુધી સુવર્ણ, રત્ન, ધન, વસ્ત્ર, ધાન્યાદિની વૃષ્ટિ કરીને તે નગરીને ભરી દીધી. ૦ શિશુપાલ સાથે યુદ્ધ : કુંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો. તેને યશોમતી નામે રાણી હતી. તેમને રૂકુમી નામે પુત્ર અને રૂક્િમણી નામે સ્વરૂપવાનું પુત્રી હતી. કૃષ્ણ રૂક્િમણી પાસે દૂત મોકલી લગ્ન માટે માંગણી કરેલી. ત્યારે રૂમિએ કહેલું કે, એક ગોવાળીયા સાથે મારી બેનના લગ્ન કરું? મારી બહેનના લગ્ન તો રાજા દમઘોષના પુત્રસુકિતમતી નગરીના રાજા શિશુપાલ સાથે કરીશ. આ વાત દૂતે દ્વારિકા આવીને કૃષ્ણને જણાવી. રુકિમણીની ફોઈએ કહ્યું કે, મને અતિમુક્તકમુનિએ કહ્યું છે કે, આ રાજકુમારી કૃષ્ણની પટ્ટરાણી થશે. જે પશ્ચિમના સાગર કિનારે દ્વારિકા નગરી વસાવે તેને કૃષ્ણ જાણવો. તેથી રૂક્િમણી પણ કૃષ્ણને પરણવાની ઇચ્છાવાળી થઈ જાણી, કૃષ્ણ પાસે દૂત મોકલીને તે વાત જણાવી. રૂમિએ શિશુપાલની સાથે પોતાની બહેનને પરણાવવા બોલાવ્યો. શિશુપાલ મોટી સેના લઈને આવ્યો. રામ અને કૃષ્ણ કુંડિનપુર આવ્યા. રૂક્િમણીને રથમાં બેસાડી રથ હાંકી મૂક્યો. દૂર જઈને કૃષ્ણ પાંચજન્ય અને રામે સુઘોષા નામનો શંખ વગાડ્યો. રૂમિ અને શિશુપાલ મોટી સેના લઈ રામ અને કૃષ્ણની પાછળ ચાલ્યા. ત્યાં શિશુપાલ સાથે મહાયુદ્ધ થયું. શિશુપાલ સહિત રૂમિની સેના પલાયન થઈ ગઈ. રામે રૂક્િમને રૂક્િમણીનો (કૃષ્ણની પત્નીનો) ભાઈ જાણીને છોડી મૂક્યો. - શિશુપાલનો આગમ સંદર્ભ :સૂય.મૂ. ૧૬૫ + વૃ. સૂય યૂ.પૂ. ૧૦૦; નાયા. ૧૭૦; પા .મૂ. ૨૦ + 9. આવ યૂ.૧–પૃ. ૫૬૩; ઉત્ત.ભાવ.. –૦- જરાસંધનો વધ : એક વખત કોઈ વણિકજનો દ્વારા જીવયશાએ દ્વારિકા (બારામતી) નગરી અને કૃષ્ણ વિશે જાણ્યું. તેણે રડતા-રડતા જરાસંધને તે વાત જણાવી. મંત્રીના વારવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy