________________
આગમ કથાનુયોગ-૨
અતિમુક્તમુનિના વચનથી પોતાનું મૃત્યુ ટાળવા તેણે વસુદેવ—દેવકીના છ પુત્રો તો માંગી લીધેલા. સાતમો પુત્ર કૃષ્ણ વસુદેવે ગુપ્ત રીતે ગોકુળમાં મોકલી દીધેલ. કંસે માન્યુ કે, દેવકીને સાતમી પુત્રી થઈ છે એટલે તેની એક નાસિકા છેદી છોડી દીધેલ. કોઈ વખતે દેવકી પાસે આવેલા કંર્સ તેના ઘરમાં એક નાસિકા છેદાયેલ કન્યાને જોઈ. તેથી ભય પામેલા કંસે પોતાને ત્યાં આવીને નિમિત્તિયાને બોલાવીને પોતાના મૃત્યુ વિશે પૂછ્યું. નૈમિત્તિકે કહ્યું કે ઋષિનું વચન કદિ મિથ્યા થતું નથી. તમારો અંત લાવનાર દેવકીનો પુત્ર ક્યાંય પણ જીવતો હશે. તેની પરીક્ષા કરવા તમારો અરિષ્ટ નામે બળદ, કેશી નામે અશ્વ, કુંદાત એવો ખર અને મેષ વૃંદાવનમાં છૂટા મૂકો. જે આ ચારેને મારી નાંખે તે જ દેવકીનો સાતમો ગર્ભ તમને હણનાર થશે.
૧૬૦
આ પ્રમાણે નૈમિત્તિકના વચનથી પોતાના શત્રુને જાણવા કંસે અરિષ્ટ આદિ ચારે બળવાન્ પશુને વૃંદાવનમાં છુટા મૂક્યા. તે સાથે ચાણ્ર તથા મુષ્ટિક નામના બે મલ્લને ત્યાં ધ્યાન રાખવા જણાવ્યું. અરિષ્ટ બળદ વૃંદાવનમાં ગોપ લોકોને ઉપદ્રવ કરવા લાગ્યો, ગોવાળો હે રામ ! હે કૃષ્ણ ! અમારી રક્ષા કરો તેમ પોકાર કરવા લાગ્યો. કૃષ્ણ રામને લઈને ત્યાં દોડી ગયા. ત્યાં કૃષ્ણે તે દુર્માંત બળદને શીંગડાથી પકડ્યો. તેનું ગળું વાળી મારી નાંખ્યો. પછી કોઈ વખતે કેશી નામક બળવાન્ અશ્વ યમરાજાની જેમ ત્યાં ઉપદ્રવ ફેલાવવા લાગ્યો. કૃષ્ણે તેના મોઢામાં હાથ નાંખી ગળા સુધી હાથ લઈ જઈ તેનું મુખ ફાડી નાંખ્યું. તે જ રીતે કંસના પરાક્રમી ખર અને મેંઢાને પણ મારી નાખ્યા. પછી કંસનું શાંર્ગ ધનુષુ ચઢાવ્યું. કંસ તેનાથી ભય વિહ્વળ બન્યો. પછી અવસર જોઈને રામે કૃષ્ણને સમગ્ર વૃત્તાંત જણાવી દીધો. ત્યારે કૃષ્ણે જાણ્યું કે, તે વસુદેવ-દેવકીનો પુત્ર છે. કંસના ભયથી જ આ રીતે વૃંદાવનમાં યશોદા પાસે રહ્યો છે.
એક વખત યમુના નદીમાં નહાતી વખતે તેણે કાલિય નામના સર્પને નાથ્યો. તે વખતે કંસની આજ્ઞાથી મહાવર્ત પદ્મોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર કર્યા. તેને પ્રેરણા કરી એટલે તે બંને કૃષ્ણની સન્મુખ દોડ્યા. તે વખતે કૃષ્ણ દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી પદ્મોત્તર હાથીને મારી નાંખ્યો અને રામે ચંપક હાથીને મારી નાંખ્યો. નગરજનો વિસ્મય પામ્યા. પછી નીલવસ્ત્રધારી રામ અને પીતવસ્ત્રધારી કૃષ્ણ મલ્લોના અખાડામાં આવ્યા. રામે કૃષ્ણને બતાવ્યું કે, પે'લો કંસ છે. કંસે મલ યુદ્ધમાં પર્વત જેવા ચાણૂરને ઉતાર્યો. તે બાહુયુદ્ધ માટે ગર્જના કરવા લાગ્યો. તેની અતિગર્જના સહન ન થતા. મહાભૂજ કૃષ્ણ મંચથી નીચે ઉતરી તેની સામે હાથ પછાડ્યો. લોકોમાં કોલાહલ થવા લાગ્યો. કંસે ક્રોધથી કહ્યું કે, આ બે ગોવાળીઆને અહીં કોણ લાવ્યું છે ?
પરાક્રમી એવા કૃષ્ણ અને રામે કંસના તે વચનને ગણકાર્યું નહીં. તે બંને મલ્લયુદ્ધમાં ઉતર્યા. કૃષ્ણ અને ચાણ્ર તથા રામ અને મુષ્ટિક પરસ્પર બાયુદ્ધમાં પ્રવર્ત્યા. રામ અને કૃષ્ણે તે મુષ્ટિક અને ચાણ્રને ઘાસની પૂતળાની જેમ ઊંચે ઉછાળ્યા. પછી તેઓ વચ્ચે પરસ્પર લાંબુ યુદ્ધ ચાલ્યુ. છેલ્લે રામ અને કૃષ્ણએ તે મલ્લને ખતમ કરી દીધા. તે વખતે ભયથી કંપતા કંસે હુકમ કર્યો કે, આ અધમ બંને ગોપબાળોને તત્કાળ મારી નાખો, વિલંબ ન કરો. આ બંનેને પોષનાર નંદને પણ મારી નાંખો. તેથી રોષથી મંચ ઉપર ચઢીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org