________________
કૃણ – બલભદ્ર – જરાસંધ
૧૫૫
ઇન્દ્રના વચન પરત્વે શ્રદ્ધા ન કરનાર કોઈ દેવ ગ્લાનમુનિનું રૂપ લઈ રનપુર નજીકના કોઈ અરણ્યમાં આવ્યો. એક બીજા સાધુનો વેશ વિફર્વી નંદિષણમુનિના સ્થાનમાં ગયો. નંદિષણમુનિને છઠ–છઠનો તપ ચાલતો હતો. તેનું પારણું હતું. નંદિષણમુનિ પારણું કરવા માટે બેસીને હજી કોળીયો હાથમાં લીધો, તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે, હું ભદ્ર! સાધુઓની વૈયાવચ્ચની પ્રતિજ્ઞા લઈને તું ખાવા બેઠો છે ? નગરની બહાર અતિસાર રોગવાળા એક મુનિ સુધા અને તૃષાથી પીડિત છે.
- તે સાંભળતા જ નંદિષેણ મુનિ આહાર કરવાનો પડતો મૂકીને શુદ્ધ પાણીની ગવેષણા કરવા નીકળ્યા. ત્યારે તે દેવે પોતાની શક્તિથી સર્વત્ર પાણી અનેષણીય કરવા માંડ્યું. તે લબ્ધિવાન્ મુનિના પ્રભાવે દેવની શક્તિ ટકી ન શકી. શુદ્ધ પાણીની ગવેષણા કરીને નંદિષણમુનિ તે ગ્લાનમુનિ પાસે આવ્યા. તે મુનિ આક્રોશ વચનથી નંદિષેણ મુનિને ધિક્કારવા લાગ્યા. નંદિષણમુનિએ ક્ષમાયાચના કરી, તે મુનિને જળપાન કરાવ્યું. પછી તે અશક્ત મુનિને પોતાના ખભા પર બેસાડીને ચાલ્યા. તો પણ તે મુનિએ આક્રોશ કરવાનું ચાલુ રાખ્યું. પછી તે દેવમુનિએ નંદિષણમુનિ પર વિષ્ટા કરી. તે વખતે નંદિષણમુનિ ચિંતવવા લાગ્યા કે, આ મહર્ષિ ક્યારે પીડા રહિત થાય ? તે મુનિના આક્રોશ વચનને પણ ગણકાર્યા નહીં. આવી તેની દૃઢતા જોઈને તે દેવે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. નંદિષણમુનિને ત્રણ પ્રદક્ષિણા દઈ તેને નમસ્કાર કર્યો. ક્ષમા માંગી. તે દેવે જ્યારે વરદાન માટે કહ્યું ત્યારે પણ નંદિષણમુનિ અયાચક રહ્યા.
ત્યાર પછી નંદિષણમુનિ પોતાની વસતિમાં પાછા ફર્યા. બીજા મુનિઓએ પૂછતા ગર્વરહિતપણે સર્વહકીકત જણાવી દીધી. પછી ૧૨,૦૦૦ વર્ષ સુધી દુષ્કર તપ કર્યું. છેવટે અનશન કર્યું. તે વખતે તેને પોતાનું દુર્ભાગ્ય સ્મરણમાં આવ્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે, આ તપના પ્રભાવે હું આગામી જન્મમાં સ્ત્રી વલ્લભ થઉં. આવું નિયાણું કરી, આલોચના કર્યા સિવાય કાળધર્મ પામીને તે મહાશુક્ર કલ્પ દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે તમારા પુત્ર વસુદેવરૂપે જમ્યા છે. પછી અંધકવૃષ્ણિરાજાએ સોરિયપુરનું રાજ તેના મોટા પુત્ર (પહેલા દસાઈ) સમુદ્રવિજયને સોંપીને દીક્ષા ગ્રહણ કરી. '
વસુદેવે પણ સૌરિયપુરનું રાજ કરેલુ. તેને ઘણી બધી પત્ની (રાણીઓ) અને પુત્રો હતા. તેમાં રોહિણી અને દેવકી રાણીથી રામ (બળદેવ) અને કૃષ્ણ (વાસુદેવ) બે પુત્ર થયા. કંસના મૃત્યુ પછી તેઓ મથુરામાં રહ્યા. જરાસંધ દ્વારા પરેશાન કરાતા તેઓ મથુરા છોડીને બારાવતી (દ્વારિકા) આવીને રહેલા. દ્વારિકાના દહન વખતે તેનું મૃત્યુ થયેલું. ઇત્યાદિ અધિકાર આ કથામાં આગળ આવશે.
૦ વસુદેવ તથા નંદીષેણના આગમ સંદર્ભ :ઠા.મૂ. ૮૯૮ ની વૃ.
સમ. ૩રર;
અંત. ૧૨ થી ૧૪, ૧૭; અંત.મૂ. ૩, ૧૧ની વૃ. પડ્ડા. ૧૯ + .
સા.નિ. ૯૨ની ચૂં. | જિય.ભા. ૮૨૫ થી ૮૪૬; આવ યૂ. ૧-પૃ.૩૫૬; ર–પૃ. ૯૪; ઓહ.નિ. ૮૩૭; દસ.યૂ. ૧૦૫; ઉત્ત. ૭૯૭, ૭૯૮;
તિથો. ૬૦૨, ૬૦3; ૦ વસુદેવના રોહિણી સાથે લગ્ન-રામ બલદેવનો જન્મ :
વસુદેવના અનેક કન્યાઓ સાથે લગ્ન થયા. પછી એક વખત વસુદેવ ક્યાંક જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org