________________
આગમ કથાનુયોગ-૨
*દશાર્હ :- ભરતક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી હતી. તે નગરીમાં હરિવંશમાં એક યદુ નામે રાજા થયો. યદુરાજાના વંશમાં અંધકવૃષ્ણિ અને ભોજવૃષ્ણિ નામે બે પ્રતાપી પુત્રો થયા. ભોજવૃષ્ણિને ઉગ્ર પરાક્રમી ઉગ્રસેન નામે પુત્ર થયો. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી દશ પુત્રો થયા. ૧. સમુદ્રવિજય, ૨. અક્ષોભ, 3. સ્તિમિત, ૪. સાગર, ૫. હિમવાનું, ૬. અચલ, ૭. ધરણ, ૮. પૂરણ, ૯. અભિચંદ્ર અને ૧૦. વસુદેવ. તે દશ પુત્રો બાદ બે પુત્રી થઈ. ૧. કુંતી અને ૨. મદ્રી. કુંતિના લગ્ન રાજા પાંડુ સાથે થયા અને મદ્રીના લગ્ન રાજા દમઘોષ સાથે થયા.
૧૫૪
(* દશાર્હનો બીજો અર્થ બલદેવ અને વાસુદેવનો સંયુક્ત વર્ગ પણ થાય છે. જે વિશે આ અધ્યયનમાં “દસાર–દસારમંડલ'' શબ્દથી આરંભમાં સ્પષ્ટીકરણ કરેલ છે.
* દશાર્હ – સાર — શબ્દનો અર્થ “વાસુદેવ'' પણ કરાયેલ છે. જુઓ આવશ્યક નિયુક્તિ - ૩૬૮, ૪૨૪, ૪૩૨, ૪૪૭ આદિની વૃત્તિ)
અહીં દશાર્હ – ‘“સાર’' શબ્દ અંધકવૃષ્ણિ (વૃષ્ણિ)ના દશ પુત્રોના અર્થમાં ગ્રહણ કરાયેલ છે. આ દશ દશાર્ણો જ્યારે કૃષ્ણનો વાસુદેવ રૂપે અભિષેક થયો ત્યારે તેમના આધિપત્યના બહુમાન્ય અને વિશ્વાસુ રાજારૂપે પણ ઉલ્લેખિત થયેલા જોવા મળેલ છે. ૦ દશ દશાહનો આગમ સંદર્ભ :--
નાયા. ૧૬૯;
પણ્ડા. ૧૯ + છું.
દસ.યૂ.પૃ. ૪૧, ૩૨૦;
૦ વસુદેવ :
અંત. ૩, ૬, ૮, ૧૩; વÈિ. 3; દ.નિ. ૫૬ + ;
Jain Education International
અંત.મૂ. ૩ની વૃ; બુહ.ભા. ૧૭૨ની વૃ;
દશ દશાર્ણોના પિતા રાજા અંધકવૃષ્ણિ કે જે વૃષ્ણિ પણ કહેવાય છે. તેણે કોઈ વખતે સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાનીને પૂછ્યું કે, હે સ્વામી ! મારે વસુદેવ નામનો દશમો પુત્ર છે. તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળો છે. કળાવાનુ અને પરાક્રમી છે તેનું શું કારણ ? સુપ્રતિષ્ઠમુનિએ વસુદેવનો પૂર્વભવ જણાવતા કહ્યું કે–
-૦- નંદિષણ :– મગધદેશમાં નંદિગ્રામમાં (આવ.ચૂ.ના મતે શાલિગ્રામમાં) એક ગરીબ બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ સોમિલા હતું. તેમને નંદિષેણ નામે એક પુત્ર હતો. નંદિષણના માતા–પિતા તેની બાલ્યાવસ્થામાં મૃત્યુ પામ્યા. નંદિષેણ મોટા પેટવાળો, લાંબા દાંતવાળો, ખરાબ નેત્રવાળો અને ચોરસ માથાવાળો હતો. તેમજ અત્યંત કુરૂપ હોવાથી તેના સ્વજનોએ તેનો ત્યાગ કરેલો. તે મામાને ત્યાં રહ્યો. મામાને સાત કન્યા વિવાહ યોગ્ય હોવાથી તેમણે કહેલું કે, હું તને એક કન્યા પરણાવીશ. કન્યાના લોભથી તે મામાને ત્યાં બધું કામ કરતો હતો. પણ એકે કન્યા તેને પરણવા ઇચ્છતી ન હતી. તે કન્યાઓએ પ્રતિજ્ઞા કરેલી કે, જો પિતા અમને આ કુરૂપી સાથે પરણાવશે તો અમે જરૂર મૃત્યુ પામીશું. કોઈ કન્યા તેની સાથે લગ્ન કરવા ઇચ્છતી ન હતી. તેથી વૈરાગ્ય પામી રત્નપુર નગરે આવ્યા. ત્યાં સુસ્થિત મુનિથી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. તેઓ આચાર્ય નંદિવર્ધનના શિષ્ય બન્યા. ગીતાર્થ થઈ નંદિષણમુનિ અભિગ્રહપૂર્વક સાધુઓની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બાળ—ગ્લાન પ્રમુખ મુનિઓની વૈયાવચ્ચ કરનારા અને તેમાં કદી ખેદ નહીં પામનારા તે નંદિણમુનિના વૈયાવચ્ચ ગુણની કોઈ વખતે ઇન્દ્રે તેની સભામાં પ્રશંસા કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org