________________
કૃષ્ણ – બલભદ્ર – જરાસંધ
૧૫૩
પેલા બે ભાઈઓમાંથી મોટો ભાઈ મૃત્યુ પામીને તે સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે પુત્રનું નામ રાજલલિત રાખ્યું. પૂર્વજન્મે તેણે અનુકંપા દાખવેલી તેથી તે પુત્ર તેને ઘણો જ પ્રિય હતો. જે નાનો ભાઈ હતો તે પણ તે સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયો. તેનું ગંગદત્ત નામ રાખ્યું. પરંતુ જ્યારે તે ગર્ભમાં ઉત્પન્ન થયો ત્યારે તે સ્ત્રી વિચારતી હતી કે પત્થરની જેમ આને ફેંકી દઉ. તેણીએ તે ગર્ભને નષ્ટ કરવા ઘણાં પ્રયત્નો કર્યા. તો પણ ગર્ભ પડ્યો નહીં. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેને ત્યજી દેવા કોઈ દાસીને આપી દીધો. તે શેઠના જોવામાં આવતા તે પુત્રને પાછો લાવ્યા. તેને ગુપ્ત સ્થાને બીજે ઉછેરવા આપ્યો. ક્રમશઃ તે મોટો થવા લાગ્યો. રાજલલિતને જે કંઈ પ્રાપ્ત થતું, તેમાંથી ગંગદત્તને આપતો.
માતાને ગંગદત્ત અનિષ્ટ જ હતો. તેણી જ્યારે તેને જોતી ત્યારે લાકડી આદિ વડે તેને મારતી. કોઈ વખતે ઇન્દ્ર મહોત્સવ થયો. ત્યારે પિતાએ થોડાં સાગરિકોને જમવા બોલાવ્યા. તે વખતે રાજલલિતના કહેવાથી ગંગદત્તને બોલાવ્યો. પલંગની નીચે તેને છૂપાવી દીધો. ગુપ્ત રીતે તેને પણ ભોજન આપવું શરૂ કર્યું. પરંતુ કોઈ તેને જોઈ ગયું. તેથી હાથ વડે ખેંચીને તેને બહાર કાઢયો. શ્રેષ્ઠી પત્નીએ તેને મારીને ખાળમાં ફેંકી દીધો. ગંગદત્ત રડવા લાગ્યો. ત્યારે પિતા શ્રેષ્ઠીએ તેને પાછો લાવી નવડાવ્યો. તે સમયે કોઈ સાધુ ભિક્ષાર્થે પધાર્યા. તે વખતે શ્રેષ્ઠીએ પૂછયું કે, હે ભગવન્! માતાને ગંગદત્ત આટલો અપ્રિય કેમ છે ? મુનિએ પૂર્વભવનો પ્રસંગ જણાવ્યો. પછી કહ્યું કે, પુત્ર ઇષ્ટ કે અનિષ્ટ થઈ શકે. “જેને જોઈને ક્રોધ વૃદ્ધિ પામે અને સ્નેહ ઘટવા લાગે ત્યારે જાણવું કે આ મારો પૂર્વ વૈરી છે. જેને જોઈને સ્નેહ વૃદ્ધિ પામે અને ક્રોધ ઘટવા લાગે તો જાણવું કે, આ મારો પૂર્વનો બાંધવ છે. મુનિના વચનથી શ્રેષ્ઠીએ અને રાજલલિતે દીક્ષા લીધી.
તે દ્રમસેન આચાર્ય પાસે ભાઈને પ્રવજિત થયો જાણી તેના પરત્વેના સ્નેહને કારણે ગંગદત્તે પણ દીક્ષા ગ્રહણ કરી, બંને ભાઈ સાધુ ઇર્યાસમિતિ આદિનું પાલન કરવા લાગ્યા. અનિશ્ચિત એવા મહાનું તપ કરવા લાગ્યા. તે વખતે ગંગદત્તમુનિને માતાનું અનિષ્ટપણું યાદ આવતા તેણે રાગગર્ભિતા નિયાણું કર્યું કે, જો મારા તપ, નિયમ, સંયમનું કોઈ ફળ હોય તો હું આગામી જન્મ હું લોકોના મન અને નયનને આનંદ આપનારો થઉં – અર્થાત્ વિશ્વવલ્લભ થઉં. ઘોર તપશ્ચર્યા કરી બંને ભાઈ મુનિ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને રાજલલિત વસુદેવ–રોહિણીના પુત્રરૂપે જમ્યા અને ગંગદા વસુદેવદેવકીના પુત્રરૂપે જમ્યા. તે અધિકાર આ પ્રમાણે
૦ આગમ સંદર્ભ :- ગંગદત્ત અને રાજલલિત – કૃષ્ણ અને રામના પૂર્વભવના– -- સમ, ૩૨૧ થી ૩૨૬, ૩૨૮ થી ૩૪૫;
ભત્ત. ૧૩૭; આવ. નિ. ૮૪૫, ૮૪૭ ની વૃ.
આવ.પૂ.૧-૫. ૪૭૪, ૪૭૫; તિસ્થો. ૬૦૫ થી ૬૦૯; ૦ વાસુદેવ કૃષ્ણ અને બળદેવ રામનો ભવ :
દેવલોકથી ચ્યવીને રામ (બળદેવ) તથા કૃષ્ણ (વાસુદેવ) મથુરા નગરીના રાજા વસુદેવના પુત્રરૂપે જમ્યા. તે વસુદેવ દશમાં દશાર્ણ હતા. તે દશાર્ણ ઉત્પત્તિ આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org