________________
બળદેવ ચરિત્ર
૧૪૯
તેમનો જન્મ વાણારસીના રાજા અગ્રિસીદની પત્ની રાણી જયંતીની કશીથી થયેલો. તેમનો વણે ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ આવશ્યક નિ. ૪૦૩ મુજબ ૨૬ ધનુષ સમવાય-૧૧૧ મુજબ ૩૫ ધનુષુ હતી. તેઓ સાતમા વાસુદેવ દત્તના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ ધર્મસેન હતું. દત્ત વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. ૬૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને તેઓ મોક્ષે ગયા. તેઓ ભગવંત અરનાથ અને ભગવંત મલ્લિનાથના શાસનના મધ્યમાં થયેલા. (તીર્થોદ્ગાલિત પયગ્રા મુજબ સાતમા બળદેવનું નામ નંદિમિત્ર હતું. તેમની ઊંચાઈ ૨૨ ધનુષ હતી)
–૦- નંદન બળદેવ કથા :- દત્ત વાસુદેવ પ્રમાણે જાણવી ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩;
સમ ૧૧૧, ૩૨૩, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૨, ૪૦૭, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ. યૂ.૧–. રર૦;
આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ તિલ્યો. પ૧૭, પ૭૭, ૫૮૦, ૬૦૨ થી ૬૧૬, ૧૪૧૮;
– ૮ – ૮ – ૮. પદ્મ (રામ) બળદેવ પરીચય :
- જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પદ્મ નામે આઠમા બળદેવ થયા. જે “રામ” નામે પણ ઓળખાય છે. તેમનો જન્મ અયોધ્યા નગરી (આવ.નિ. ૪૦૮ મુજબ રાજગૃહી નગરી)ના રાજા દશરથની પત્ની રાણી અપરાજિતા (જે વ્યવહારમાં કૌશલ્યા નામે ઓળખાય છે.)ની કુક્ષિમાંથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. કાશ્યપ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૧૬ ધનુષ હતી. તેઓ આઠમા વાસુદેવ નારાયણ (લક્ષ્મણ)ના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ અપરાજિત હતું. વાસુદેવ નારાયણ (લક્ષ્મણ)ના મૃત્યુબાદ તેમણે દીક્ષા લીધી. તેઓ ૧૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને અંતે મોલમાં ગયા. તેઓ ભગવંત મુનિસુવ્રતસ્વામી અને ભગવંત નમિનાથના શાસનકાળના મધ્ય ભાગમાં થયા.
–૦- પા(રામ) બળદેવ કથા :– વાસુદેવ નારાયણ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩;
સમ. ૩૨૩, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૬, ૪૦૩, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ રૃ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ. તિર્થી. પ૭૭, ૬૦૨-૬૧૬;
––
»
––
–
૯. રામ(બલભદ્ર) બળદેવ પરીચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં “રામ” નામે નવમાં બળદેવ થયા. તેઓ બળદેવ અને બળભદ્ર નામે પણ પ્રસિદ્ધ છે. તેઓ મથુરા નગરીના લોરીયપુરના રાજા વસુદેવ અને રાણી રોહિણીના પુત્ર હતા અને વાસુદેવ કૃષ્ણના મોટા ભાઈ હતા. ગૌર વણય અને ગૌતમ ગોત્રીય આ બળદેવની ઊંચાઈ દશ ધનુષ હતી. તે બારાવતી નગરીના રાજા હતા. તેમનું પૂર્વભવનું નામ રાજલલિત હતું. વાસુદેવ કૃષ્ણના મૃત્યુ બાદ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org