SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આગમ કથાનુયોગ-૨ તિથો. ૪૭૫, પ૬૬, ૬૦૨, ૬૦૩, ૬૦૫, ૬૧૫; ૩. સ્વયંભૂ વાસુદેવ પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ થયા. તેમનો જન્મ બારાવતી નગરીના રાજા રુદ્રની (સમવાયાંગ વૃત્તિમાં રાજા સોમ નામે ઉલ્લેખ છે. રુદ્ર નામ બીજે સર્વત્ર જોવા મળેલ છે.) રાણી (પત્ની) પૃથ્વીની કુણીમાંથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૬૦ ધનુષની હતી. ભદ્ર બળદેવ તેના ભાઈ હતા. સ્વયંભૂ વાસુદેવનું પૂર્વભવનું નામ ધનદત્ત હતા. તે ભવે તેના ધર્માચાર્ય સુદર્શન આચાર્ય હતા. શ્રાવતી નગરીમાં સંગ્રામના નિમિત્તથી તેમણે નિયાણું કરેલ. તેમના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) મેરક હતા. જેમને તેનાથી જ ચક્રથી સ્વયંભૂ વાસુદેવ મારી નાંખેલ. તેમનો વિજયકાળ ૯૦ વર્ષનો હતો. તેઓ ૬૦ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મૃત્યુબાદ છઠી નરકે ગયા. તેઓ ભગવંત વિમલના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને બે વાસુદેવ થઈ ગયેલા. -૦- સ્વયંભૂ વાસુદેવ કથાનક :- આગમોમાં ઉપરોક્ત માહિતી જ ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે ચઉપ્પન મહાપુરુષ ચરિર્યમાં જોઈ શકાય. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪; સમય ૧૬૯, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩; આવે.ભા. ૪૦ થી ૪૩; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વૃ, આવ.મ.પૃ. ૨૩૭ થી તિલ્યો. પ૭૭, ૬૦૨ થી ૬૧૫; ૪. પુરુષોત્તમ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ થયા. તેમનો જન્મ બારાવતી નગરીના રાજા સોમ (સર્વત્ર સોમ નામ મળે છે પણ સમવાયાંગ વૃત્તિમાં તેનું નામ રુક જણાવેલ છે)ની રાણી (પત્ની) સીતાની કુક્ષિમાંથી થયેલો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૫૦ ધનુષ હતી. સુપ્રભ બળદેવ તેના ભાઈ હતા. પુરુષોત્તમ વાસુદેવનું પૂર્વભવનું નામ સમુદ્રદત્ત હતું. તે ભવે આચાર્ય શ્રેયાંશ તેના ધર્માચાર્ય હતા. ત્યાં પોતનનગરીમાં સ્ત્રીના નિમિત્તથી તેણે નિયાણું કરેલ. તેમના પ્રતિશત્રુ (પ્રતિ વાસુદેવ) મધુકેતવ હતા. તેના જ ચક્રથી પુરુષોત્તમ વાસુદેવ તેને મારી નાંખેલ. ૩૦ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મૃત્યુ બાદ છઠી નરકે ગયા. તેઓ ભગવંત અનંતના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને ત્રણ વાસુદેવ થયેલા. –૦- પુરુષોત્તમ વાસુદેવ કથાનક :- આગમોમાં ઉપરોક્ત માહિતી જ ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે ચઉપૂન મહાપુરુષ ચરિયમાં જોઈ શકાય. ૦ આગમ સંદર્ભ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy