SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવ ચરિત્ર ૧૪૧ આવ.નિ. ૭૧, ૭૨, ૭૫, ૪૦૨, ૪૧૯ થી ૪૨૧; આવ.ભા. ૪૦; આવ રૃ.૧-પૃ. ૨૧૫; ઉત્ત. ૩૪૮; તિલ્યો. ૬૦૨ થી ૬૦૯; ૦ વાસુદેવ પરીચયાત્મક કથાનક :૧. ત્રિપૃષ્ઠ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ થયા. તેમનો જન્મ પોતનપુરમાં રાજા પ્રજાપતિ (રિપુપ્રતિશત્રુ)ની રાણી (પત્ની) મૃગાવતીની કુક્ષીમાંથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૮૦ ધનુષની હતી. અચલ બળદેવ તેના ભાઈ હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવનું પૂર્વભવનું નામ વિશ્વભૂતિ હતું. આચાર્ય સંભૂત તેમના ધર્માચાર્ય હતા. મથુરા નગરીમાં ગાયના કારણે તેમણે નિયાણ કરેલ તેમના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ અશ્વગ્રીવ હતું. તેને ચક્ર વડે ત્રિપૃષ્ઠ હણેલ. ૮૦ લાખ વર્ષ રાજ્ય કરી ૮૪ લાખ વર્ષનું આયુ પૂર્ણ કરી તેઓ સાતમી નરકે ગયા. તેઓ ભગવંત શ્રેયાંસનાથના શાસનમાં થયેલા. તેની પૂર્વે બે ચક્રવર્તીઓ થયા હતા – ભરત અને સગર, ભ૦ મહાવીર પોતાના અઢારમાં ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયેલા. –૦- ત્રિપૃષ્ઠ વાસુદેવ કથાનક – ભ૦મહાવીરના કથાનકમાં જોવું ૦ આગમ સંદર્ભ :-- ઠા. ૮૧૧ થી ૮૧૪; સમ ૧૫૯, ૧૬૩, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩, ૪૪૭, આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ. ૧-પૃ. ૨૨૦, ૨૩૨ થી ૨૩૫; આવ.મ... ૨૫૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧-૪૪૫ થી ૪૪૮ની વૃ. તિલ્યો. ૪૭૪ ૫૬૬ થી – ૨. દ્વિપૃષ્ઠ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં દ્વિપષ્ઠ નામે બીજા વાસુદેવ થયા. તેમનો જન્મ બારાવતી નગરીમાં રાજા બ્રહ્મની રાણી (પત્ની) ઉમાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૭૦ ધનુષની હતી. વિજય બળદેવ તેના ભાઈ હતા. દ્વિપૃષ્ઠ વાસુદેવનું પૂર્વભવનું નામ પર્વતક હતું. આચાર્ય સુભદ્ર તે ભવમાં તેના ધર્માચાર્ય હતા. કનકવસ્તુ નગરીમાં યુપના નિમિત્તે તેમણે નિયાણું કરેલ. તેમના પ્રતિશત્રુ તારક નામે હતા. તેમણે તારકના ચક્ર વડે જ તારકને મારી નાંખેલ. ૭૨ લાખ વર્ષનું આયુ પૂર્ણ કરીને મૃત્યુ બાદ છઠી નરકે ગયા. ભગવંત વાસુપૂજ્યના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને એક વાસુદેવ થઈ ગયેલા. –૦- દ્વિપૃષ્ઠ વાસુદેવ કથાનક :- આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ થઈ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે યઉધ્વન મહાપુરુષ ચરિયું માં જોઈ શકાય. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૧૧ થી ૮૧૪; સમ. ૩૨૩, ૩૨૪, ૩ર૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩; આવ.ભા. ૪૦ થી ૪૩; આવ યૂ.૧-પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪૨૧ની વૃ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy